દિવાળીમાં પૈસાની તંગી દૂર કરવા નકલી ACB અધિકારીઓ બનેલા 5 તોડબાજ પત્રકારોની ધરપકડ
દિવાળીમાં પૈસાની તંગી દૂર કરવા કથિત 5 પત્રકારોએ નકલી ACB અધિકારી બની એક વન અધિકારીને લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નવસારીના ગણદેવી પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે ફરિયાદ આધારે નવસારી પોલીસની ટીમે 1 મહિલા સહિત 5 આરોપીઓ એવા ઉદયલાલ દેવીલાલ ચૌહાણ, ઇમરાન ઈકબાલ કરોડિયા, સંજયસિંહ કરણસિંહ રાઠોડ, નાનાલાલ ઉદયલાલ ખટીક, આરતી દિનેશભાઈ સોંદરવાની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી એવા મનીષ દેસાઈને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલ કથિત પત્રકારો પાસેથી અભિનવ સુરત અને G-9 મીડિયા કંપનીના કાર્ડ મળી આવ્યા હોય સમગ્ર મામલે બીલીમોરા CPI એ વધુ તપાસ હાથ ધરી છે.
પત્રકાર આલમમાં ચકચાર જગાવતી આ ઘટના અંગે પોલીસ વિભાગે આપેલી માહિતિ મુજબ ગત 18મી ઓક્ટોબર 2022ના ગણદેવી પો.સ્ટે ખાતે ફરીયાદી ઉમેશ્વર દયાલ સિંઘસ્વ, શંકર દયાલ સિંઘ (ભારતીય વન સેવા અધિકારી) એ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગાંધીનગર ખાતેથી વલસાડ, નવસારી,...