વલસાડમાં ખનીજ વહન કરતા વાહનોનું ચેકીંગ હાથ ધરી 5.51 લાખનો દંડ વસુલ્યો, એક ક્વોરી સામે પણ તપાસ હાથ ધરી
વલસાડ જિલ્લામાં કલેકટરના માર્ગદર્શન હેઠળ 3 પ્રાંત અધિકારીઓ, આઠ મામલતદાર સહિત જિલ્લાઆની તમામ મહેસુલી કચેરીઓના 60થી વધુ અધિકારીઓ, કર્મચારીઓની 8 ટીમની રચના કરી સમગ્ર વલસાડ જિલ્લાના ખનીજ ઉત્પાદન અને વહન કરતાં વિસ્તારોમાં તથા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનો ની વહેલી સવારે પાંચ વાગ્યાથી આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી. જેમાં વિવિધ કાયદાઓની જોગવાઇઓના ભંગ બદલ 5.51 લાખ રૂપિયાનો દંડ સ્થળ પરથી જ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ એક ક્વોરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે ધરમપુર તાલુકાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે અખબારી યાદી બહાર પાડી વિગતો આપી હતી કે, વલસાડ જિલ્લાના 3 પ્રાંત અધિકારીઓ, આઠ મામલતદાર સહિત જિલ્લાઆની તમામ મહેસુલી કચેરીઓના 60થી વધુ અધિકારીઓ, કર્મચારીઓની 8 ટીમની રચના કરી શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યાથી જિલ્લાના અલગ અલગ સ્થળો પર તે...