વલસાડમાં 33 ટકા, સેલવાસમાં 67 ટકા તો દમણમાં 39 ટકા ઓછો વરસાદ પડતાં ચોમાસુ નબળું જવાની ખેડૂતોમાં ચિંતા!
વલસાડ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે 26 જૂન સુધીમાં પડતા વરસાદની સરેરાશ સામે આ વખતે 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેને લઈને જિલ્લાના ખેડૂતોમાં અને આમ નાગરિકોમાં ચિંતા પ્રસરી છે. આવા જ હાલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના છે. ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે દર વખતે ચોમાસામાં આ વિસ્તારમાં જેટલો વરસાદ જૂન માસમાં પડે છે તેની સરેરાશ સામે આ વખતે દાદરા નગર હવેલીમાં 67 ટકા અને દમણમાં 39 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસુ બેસી ગયા બાદ પણ હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. આ વિસ્તારમાં મોટાભાગે ડાંગરની ખેતી થાય છે. એ સિવાય તુવર, અડદ જેવા કઠોળનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં વલસાડ જિલ્લો ચેરાપૂંજીનું બિરુદ પામ્યો છે. દર વર્ષે જૂન માસની 26મી જૂન સુધીમાં અહીં સરેરાશ 269.3 mm વરસાદ વરસે છે. જ્યારે આ વખતે માત્ર 181.5 mm વરસાદ વ...