
દમણમાં ફિક્કું રહ્યું 31st Last Night Celebration, પાંખી હાજરીમાં આવેલા પ્રવાસીઓએ ગણતરીની હોટેલ, રિસોર્ટમાં ડાન્સ વિથ DJ ના સથવારે વર્ષ 2024ને Bye Bye કરી New Year 2025ને કર્યું Welcome
દર વર્ષની જેમ આ વર્ષે પણ દમણની હોટેલોમાં પ્રવાસીઓએ 31st લાસ્ટ નાઈટ પાર્ટીમાં વર્ષ 2024ને વિદાય આપી આજથી શરૂ થતાં નવા વર્ષ 2025ને વેલકમ કર્યું હતું. યુવાનોએ DJ ના તાલે ગુજરાતી ગરબા, હિન્દી-અંગ્રેજી સોંગ્સ પર ધમાલ બોલાવી હતી. પરંતુ, દર વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓનું આવાગમન ખૂબ જ ઓછું રહ્યું હોય, ગણતરીની હોટેલોમાં જ 31st લાસ્ટ નાઈટ અને ન્યુ યર સેલિબ્રેશન યોજાયા હતાં.
ગુજરાતી લહેરી લાલાઓએ મનપસંદ ટૂરિસ્ટ પોઇન્ટ ગણાતા દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી આ વર્ષે ખૂબ જ ફિક્કી રહી હતી. પાંખી હાજરીમાં આવેલા પ્રવાસીઓએ નાચગાન સાથે નવા વર્ષને આવકાર્યું હતું. ગુજરાત-મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ગણાતા દમણની વિવિધ હોટેલોમાં 31st લાસ્ટ નાઈટ પાર્ટી એન્ડ ન્યુ યર વેલકમ માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રવાસીઓએ આવે છે. જેઓ DJ અને લાઈવ બેન્ડના તાલે નાચગાન સાથે વેજ-નોનવેજ વાનગીઓ અને તેમાં પણ સી-ફૂડ અને શરાબની ભ...