
દમણના દરિયામાં ડૂબેલા 3 યુવકોનો 17 કલાક બાદ પણ કોઈ પત્તો નહિ, શોધખોળ યથાવત
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રવિવારે સુરતથી દમણ બીચ પર ફરવા આવેલા 5 યુવકો દરિયામાં ન્હાવા પડ્યા બાદ 3 યુવકો પરત નહિ આવતા દમણ પ્રશાસને યુવકોની શોધખોળ હાથ ધરી છે. ઘટના રવિવારે સાંજે 5 વાગ્યે બન્યા બાદ બીજા દિવસે સોમવારે 10 વાગ્યા સુધી યુવકોની કોઈ ભાળ મળી નથી.
રવિવારે દમણના દરિયા કિનારે ફરી એકવાર પ્રવાસીઓ ડૂબી ગયા હોવાની ઘટનાથી ફાયર, પોલીસ અને પ્રશાસન દોડતું થયું છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા 20 થી 25 વર્ષના 5 મિત્રો દમણમાં ફરવા આવ્યાં હતાં. દમણ ફરવા આવેલા આ પાંચેય મિત્રો દમણમાં ખાણીપીણી ની મોજ માણી મોટી દમણ લાઈટ હાઉસ નજીક દરિયામાં ન્હાવા પડ્યા હતાં.
દરિયાની ઊંચી ભરતીમાં ન્હાવા પડેલા પાંચ મિત્રો પૈકી 25 વર્ષનો મુકેશ અને 24 વર્ષનો સાવન દરિયામાંથી બહાર આવી ગયા હતાં. જ્યારે તેમના સાથીમિત્રો એવા 20 વર્ષીય ઋષભ, 23 વર્ષીય રાહુલ, 24 વર્ષીય વાસુ દરિયાના...