મધુબન ડેમના રુલ લેવલને જાળવવા 2743.99 MCM પાણી દમણગંગા નદીમાં વહાવ્યું! હાલ ડેમનું લેવલ 74.20 મીટર
વલસાડ :- વલસાડ જિલ્લામાં 18 ઓગસ્ટ 2022 સુધીમાં સરેરાશ 75 ઇંચથી 137 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લાના તમામ નદીનાળા સાથે દમણગંગા વિયર છલકાઈને બે કાંઠે વહી રહ્યો છે. જિલ્લાના સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમની સપાટી હાલ 74.20 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં 11387 ક્યુસેક નવા નીર ની આવક થઈ રહી છે. જ્યારે ડેમના 2 દરવાજા 1મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 9719 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સારા વરસાદને કારણે મધુબન ડેમમાંથી અત્યાર સુધીમાં 2743.99 MCM પાણી દરિયામાં વહાવી દેવું પડ્યું છે.
વલસાડ જિલ્લાના તમામ તાલુકા મુજબ પડેલા વરસાદની વિગત જોઈએ તો, ઉમરગામ તાલુકામાં 1922mm (75.66 ઇંચ), કપરાડા તાલુકામાં સૌથી વધુ 3495mm (137.54 ઇંચ), ધરમપુર તાલુકામાં 2897mm (114.05 ઇંચ), પારડી તાલુકામાં 2349mm (92.48 ઇંચ), વલસાડ તાલુકામાં 2199mm (86.57 ઇંચ) અને વાપી તા...