
વાપી નજીક કરામબેલે ખાતે શ્રી વિશ્વકર્મા વંશ સુથાર સમાજ દ્વારા 20મો વિશ્વકર્મા જયંતિ વાર્ષિક મહોત્સવ અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
વાપી નજીક કરામબેલે ખાતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી વિશ્વકર્મા વંશ સુથાર સમાજ દ્વારા આયોજિત આ 20મો વાર્ષિક મહોત્સવ હતો. જેની સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સમસ્ત વલસાડ જિલ્લો અને દાદરા નગર હવેલીમાં વસતા સમાજના પરિવારોને શ્રી વિશ્વકર્મા વંશ સુથાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
ટ્રસ્ટના પ્રમુખ સુથાર નરસિંહજી દેવરાજજી, ઉપાધ્યક્ષ સુથાર અશોકજી લુમ્બાજી, કોષાઘ્યક્ષ સુથાર નૈનજી દીપાજી સહિત સભ્યો એ કાર્યક્રમમાં તમામને આવકાર્યા હતાં. કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ ભજનનું આયોજન કરાયું હતું. જ્યારે 3જી ફેબ્રુઆરીએ વહેલી સવારે હવન-યજ્ઞ પૂજન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બપોરે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો, વિશ્વકર્મા ભગવાનની મૂર્તિની સ્થાપના કરી મહાઆરતી કરવામાં આવી હતી. જાણીતા કલાકારો દ્વારા સાંસ્કૃત...