
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડા, ઉમરગામ, પારડી તાલુકાના 20 ગ્રામ્ય રસ્તાઓ અવરજવર માટે બંધ
ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદથી 20 ગ્રામ પંચાયતના મુખ્ય માર્ગોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તો, આ ગ્રામ્ય માર્ગો પરના કોઝવે પર પાણી ફરી વળતા જ્યાં સુધી વરસાદ બંધ ના થાય અને કોઝવે પરના પાણી ઉતરે નહિ ત્યાં સુધી વહીવટી તંત્ર એ વૈકલ્પિક રસ્તાઓની યાદી બહાર પાડી તે રસ્તાઓ આવાગમન માટે ઉપયોગમાં લેવા અનુરોધ કર્યો છે.
વલસાડ જિલ્લાના 20 પંચાયતોના રોડ ભારે વરસાદમાં બંધ કરવાની ફરજ પડી છે. જેમાં કપરાડા તાલુકાના મોટાભાગના ગામોને જોડતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં છે. તે તમામ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. જેમાં અરણાઈ કુંડા ધામણી રોડ, કેતકી કાસ્ટોનિયા રોડ, ગિરનારા નીલુંગી રોડ, વારોલી જંગલ હેદલબારી દહીખેડ કરચોન્ડ રોડ, પીપરોણી નિશાળ ફળિયા થી બરમબેડા રોડ, ધાણવેરી અસલકાટી સુલીયા રોડ, ટૂકવાડા મુખ્ય રસ્તાથી ધારણમાળ ગામ ને જોડતો રોડ, તેરી ચીખલી પાટ...