ખંડણી કેસમાં ધરપકડ કરાયેલા 5 કહેવાતા પત્રકારો પૈકી 2 ને એક દિવસના રિમાન્ડ, 3 જામીન પર મુક્ત
વલસાડ જિલ્લામાં ખંડણી ના કેસમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા 2 કથિત મહિલા પત્રકાર અને તે બાદ અન્ય 3 પત્રકારોને વાપી ટાઉન પોલીસે ગુરુવારે વાપી કોર્ટમાં રજૂ કર્યા હતાં. જે કેસમાં નામદાર કોર્ટે 2 મહિલા પત્રકારના 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે અન્ય 3 કથિત પત્રકારોને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં તબીબ પાસેથી પડાવેલ 1.80 લાખ રૂપિયા પૈકી જામીન પર મુક્ત થનારા ત્રણેયના ભાગે આવતા 80 હજાર રૂપિયાની રિકવરી કરવામાં આવી છે.
વાપીમાં થોડા દિવસ પહેલા મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપી ના નામે ટ્રસ્ટની રચના કરી તેમાં પ્રમુખ તરીકે જયરૂપદાસ ઉર્ફે જગદીશ વૈષ્ણવ, જ્યારે સેક્રેટરી તરીકે સોનિયા ચૌહાણ, ટ્રેઝરર તરીકે ક્રિષ્ના ઝા, જોઈન્ટ ટ્રેઝરર તરીકે સેમ એમ. શર્માની નિમણૂક કરાઈ હતી. જે બાદ વાપીના એક સ્પા સંચાલકે સોનિયા ચૌહાણ, ક્રિષ્ના ઝા અને સેમ એમ. શર્માએ 5 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ વાપી ટાઉન...