વલસાડના ઝંબૂરી-દમણ બોર્ડર પર વેપારીની કારમાંથી 16 લાખની રોકડ મળતા તપાસ હાથ ધરાઈ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને હાલ આચારસંહિતા અમલમાં છે. ત્યારે, સ્ટેટ મોનિટરિંગની ટીમે વલસાડ જિલ્લાની ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ગુજરાત અને દમણની બોર્ડર પર ઉમરગામના એક વેપારી હર્ષ રાણાની કારમાંથી રોકડા 16 લાખ રૂપિયા મળી આવ્યાં હતા. જેથી તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને હાલ આચારસંહિતા અમલમાં છે. સાથે જ ગુજરાતના અન્ય સરહદી જિલ્લાની ચેકપોસ્ટ સાથે વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. સ્થાનિક પોલીસ અને CRPF ના જવાનોને ચેકપોસ્ટ પર તૈનાત કર્યા છે. એવામાં 2 દિવસ અગાઉ વલસાડના ભિલાડ નજીકના ઝંબૂરી-દમણ ચેકપોસ્ટ પર ચેકીંગ દરમ્યાન એક કાર ચાલક વેપારી પાસેથી 16 લાખની રોકડ રકમ મળી આવતા તેની પૂછપરછ કરી રોકડ રકમ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લો મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દમણ ...