Sunday, December 22News That Matters

Tag: 136 voters above 85 years of age voted by postal ballot in 179-Valsad seat under Lok Sabha elections

લોકસભાની ચૂંટણી હેઠળ 179-વલસાડ બેઠક પર 85 વર્ષથી વધુ વયના 136 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

લોકસભાની ચૂંટણી હેઠળ 179-વલસાડ બેઠક પર 85 વર્ષથી વધુ વયના 136 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

Gujarat
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 તા. 7 મે ના રોજ યોજાનાર છે, જે અંતર્ગત 26 - વલસાડ (અ.જ.જા.) સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 179 - વલસાડ વિધાનસભા મતદાર વિભાગના વિસ્તારમાં 85 વર્ષથી વધુ વયના તેમજ 40 ટકા થી વધુ બેંચમાર્ક ડિસેબીલીટી ધરાવતા દિવ્યાંગ મતદારોના ઘરે મતદાન કરાવવાની પહેલ આરંભાઈ છે. આ માટે માઈક્રો ઓબ્ઝર્વર, મતદાન અધિકારી, મદદનીશ મતદાન અધિકારી, પોલીસ, ઝોનલ અધિકારી તથા વીડિયોગ્રાફર દ્વારા રચાયેલી કુલ 10 ટીમો દ્વારા તા. 26 એપ્રિલ 2024થી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની કામગીરી આરંભાઈ છે. જેમાં 85 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોનો જુસ્સો જોવા મળ્યો હતો. જેમાં 85 વર્ષથી વધુના કુલ 140 કુલ મતદારોમાંથી 136 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતુ. જ્યારે 40 ટકાથી વધુ બેચમાર્ક ડિસેબીલીટી ધરાવતા કુલ 169 દિવ્યાંગ મતદારોમાંથી 165 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું. ...