ડુંગરા સહિત વાપીના લોકોની સુખાકારી માટે 125 યુવાનોની ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રા, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામલોકોએ પદયાત્રીઓને કરાવ્યું પ્રસ્થાન
વાપીના ડુંગરા ખાતે રહેતા યુવાનોએ રવિવારે 13મી ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રાનો શુભારંભ કર્યો હતો. ડુંગરા સ્થિતિ શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિરના દર્શન, આરતી કરી આરંભાયેલ સાઈબાબાની પાલખી સાથેની આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવા અને નિર્વિઘ્ને યાત્રા પૂર્ણ કરવાના આશીર્વાદ આપવા ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 125 જેટલા યુવાનોની આ પદયાત્રાને વાપી શહેર અને VIA પ્રમુખ સતીશ પટેલ, માજી પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, કોષાધ્યક્ષ દર્પણ દેસાઈ, ટ્રસ્ટી દિપક પટેલ અને નાથુભાઈ સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું.
પદયાત્રીઓને પ્રસ્થાન કરાવતા પહેલા શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવની, સાઈબાબાની અને ગણેશજીની આરતી ઉતારી હતી. જે બાદ ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે સાઈબાબાની પાલખી પદયાત્રીઓને સુપ્રત કરી પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે VIA પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, વાપીના લોકોની આરો...