શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં શાળાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓના સન્માન સાથે યોજાયો 10મો વાર્ષિકોત્સવ
વાપીમાં આવેલ શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં 30મી ડિસેમ્બરે 10માં સ્થાપના દિન નિમિત્તે વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનોના હસ્તે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં.
શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના 10માં સ્થાપના દિન નિમિત્તે આયોજિત વાર્ષિકોત્સવ કાર્યક્રમ મુન્નાભાઈ સી.શાહ (એક્રાપેક ઇન્ડિયા પ્રા.લિ) અને ડૉ. સંધ્યાબેન એમ. શાહને (વર્ધમાન ફિઝીયોથેરાપી ક્લિનિક) મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં 'પરિવર્તન' વિષય પર યોજાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય અતિથિગણ, શાળાના પ્રેસિડેન્ટ સુંદરલાલ આર...