વાપી : શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સંચાલિત શ્રી સ્વામિનાાયણ સેકેન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ ગુજરાતી મીડિયમ ખાતે 25-04-2024 ગુરુવાર ના રોજ મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓ દ્વારા વાલી તથા સગા સબંધીઓને મતદાન અંગે પોસ્ટ કાર્ડ લખાવ્યા હતા.
આગામી 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં મતદારો ઉત્સાહ ભેર મતદાન કરે તે માટે શાળા દ્વારા પ્રયાસ કરાવાયો હતો. શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર તથા શ્રી સ્વામિનારાયણ સેકેન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ સલવાવનાં આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ અને તમામ શિક્ષકોના સહયોગ થી ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાનનાં મહત્વ ઉપર પોસ્ટ કાર્ડ લખવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ ભેર પોસ્ટ કાર્ડ લખ્યા હતા.
વિદ્યાર્થીઓની આં પ્રવૃત્તિ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી , ડાયરેક્ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્યાય , ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેષ લુહાર , શાળાના આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણો અને શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .