ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રીમતિ, શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થી યશપાલ રાજપુરોહિત “Arm Wrestling Sport’s Association Of Gujarat”
દ્વારા આયોજિત ‘Arm Wrestling’ ર્સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
યશપાલ રાજપુરોહિત પોતાનો ઉત્સાહ,ધગશ,અથાગ પરિશ્રમ થકી અને શાળાના P.T. શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની ‘Arm Wrestling’ સ્પર્ધામાં સખત મહેનતથી ગોલ્ડમેડલ લાવી શાળાનું નામ રોશન કરવામાં આવતા ગૌરવ સહિત ખુશીની લાગણી શાળા પરિસરમાં પ્રસરી હતી.
યશપાલ રાજપુરોહિતને ગુજરાત રાજ્ય કક્ષાએ ગોલ્ડમેડલ મેળવવા બદલ શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટી કુ.કિંજલ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણભાઈ પવાર અને લક્ષ્મી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.