Friday, October 18News That Matters

વાપીમાં નીતિન ગડકરીએ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું, ‘મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે’ના ટેસ્ટિંગ માટે 180ની સ્પીડ પર ચા પીધી

વલસાડ જિલ્લાના વાપી ખાતે જિલ્લાની પ્રથમ યુનિવર્સીટી એવી રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી નું ભારત સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના પ્રધાન નીતિન ગડકરીએ ઉદ્ઘાટન કર્યું હતું. વાપી આવતા પહેલા ગડકરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નવસારીના અંતરોલી નજીક નિર્માણ થયેલ એક્સપ્રેસ વે પર 160ની સ્પીડે કારમાં સફર કરી ચા ની ચૂસકી લઈ ટેસ્ટિંગ કર્યું હતું. તેમજ ભારતને વિશ્વનું નંબર વન ઇકોનોમિક રાષ્ટ્ર બનાવવાનું સપનું કઈ રીતે સાકાર કરી શકાય તે અંગે વિસ્તૃત સંબોધન કર્યું હતું.

વલસાડ જિલ્લાના વાપી ખાતે જિલ્લાની પ્રથમ યુનિવર્સીટી એવી રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી નું ભારત સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના પ્રધાન નીતિન ગડકરીએ ઉદ્ઘાટન કર્યું હતું. વાપી આવતા પહેલા ગડકરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નવસારીના અંતરોલી નજીક નિર્માણ થયેલ એક્સપ્રેસ વે પર 160ની સ્પીડે કારમાં સફર કરી ચા ની ચૂસકી લઈ ટેસ્ટિંગ કર્યું હોવાનું અને આ માર્ગ મુંબઈ થી દિલ્હી સુધીનું અંતર 12 કલાકમાં પૂરું કરાવશે તે મુજબ વધુ સ્પીડ માટે ડિઝાઇન કર્યો હોવાનું જણાવ્યું હતું.

પોતાના સંબોધનમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં સૌથી વધુ ખેડૂતો આત્મહત્યા કરે છે. જે માટે ઑલ ઇન્ડિયા એગ્રો કન્વેનશન હેઠળ તેનું મંથન કર્યું છે. હાલમાં દેશના GDP દરમાં 20થી 22 ટકા ફાળો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો છે. 52થી 54 ટકા ફાળો સર્વિસ સેક્ટરનો છે. જ્યારે દેશના 65 ટકા લોકો ખેતી પર નિર્ભર હોવા છતાં એગ્રીકલચરનો ફાળો માત્ર 12 ટકા છે. જે દેશ માટે મોટી ચેલેન્જ છે. જેમાં રજ્જુ શ્રોફનો અને તેની ઇન્સ્ટિટ્યૂટ નો ઘણો સહયોગ જરૂરી છે.

સસ્તા ફ્યુલ અંગે નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 2004માં એનર્જી એન્ડ પાવર સેકટરે તેમનું ધ્યાન દોર્યું તે સમયે ટોયોટા કાર કંપની દ્વારા ઇથેનોલ-પેટ્રોલ પર કાર તૈયાર કરી જે બાદ સરકારે ફોસીલ ફ્યુલની અવેજમાં તે તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલમાં ઇથેનોલ-પેટ્રોલ મિક્સ ફ્યુલ વાપરવામાં આવી રહ્યું છે. પરંતુ ભવિષ્યમાં હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા મહત્વનું ફ્યુલ સેકટર હશે. વડાપ્રધાનું સપનું છે કે દેશની ઇકોનોમી 5 ટ્રીલિયન ડોલર પર પહોંચે. હાલમાં દેશ એનર્જી આયાત કરે છે. પરન્તુ ભવિષ્યમાં ભારત એનર્જી નિર્યાત કરવાવાળો દેશ બનશે.

રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સીટીના ઉદ્ઘાટન પ્રસંગે ગડકરીએ શિક્ષણને મહત્વનું ગણાવ્યું હતું. ભવિષ્યમાં દેશને આગળ લઈ જવા મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે પ્રુવન્ટ ટેકનોલોજી, ઇકોનોમિક વાયેબીલીટી, એવેલેબીલીટી રો-મટીરીયલ, માર્કેટીબિલિટી ઓફ ફિનિશ પ્રોડક્ટ જેવી ટેક્નોલજી જ દેશને ઇકોનોમી ક્ષેત્રે નમ્બર વન બનાવી શકશે, GDP દર વધવા સાથે રોજગાર વધશે તેવું જણાવ્યું હતું.

હાલમાં વિશ્વમાં ઇકોનોમિક ક્ષેત્રે ચાઇના પ્રથમ દેશ છે. USA 2જો દેશ છે. જાપાન 3 નંબર પર છે. જ્યારે ભારત 4 નંબર પર હતો. પરન્તુ જાપાનનું અર્થતંત્ર નબળું પડતા હવે ભારત 3 નમ્બર પર છે. જેને આગામી પાંચ વર્ષમાં વિશ્વના નમ્બર વન પર લાવવાનો નીર્ધાર વ્યકત કર્યો હતો.

શિક્ષણ ક્ષેત્રે ગડકરીએ જણાવ્યું હતું કે એક સમયે દેશમાં ખુલતી કોલેજો શિક્ષણ આપવા કરતા પૈસા ભેગા કરવાનો ઉદ્યોગ બની ગયો હતો. હાલમાં ઘણી સંસ્થા શિક્ષણ પર ભાર મૂકી રહી છે. રોટરી દ્વારા સંચાલિત આ યુનિવર્સીટી ભવિષ્યમાં નવી પેઢીનું નિર્માણ કરશે. જે માટે આ ઇન્વેસ્ટમેન્ટ છે. જેમાંથી દેશને સારા ડોકટર, એન્જીનીયર, સાયન્ટિસ્ટ, વકીલ મળશે. દેશમાં ઉદ્યોગો નું એક્સપોર્ટ વધશે. તો, ગડકરીએ ભારતની પારિવારિક સંસ્કૃતિ, ઉચ્ચ ટેકનોલોજી યુક્ત શિક્ષણ ના વખાણ કર્યા હતાં.

પોતાના સંબોધનમાં નીતિન ગડકરીએ તેમના મંત્રાલય દ્વારા હાથ ધરાયેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર અંગે જણાવ્યું હતું કે, વાપી આવતા પહેલા તે આ એક્સપ્રેસ વેની મુલાકાતે ગયા હતાં. જ્યાં પ્રોજેકટને લઈને કેટલીક સમસ્યા હતી જે અંગે અધિકારીઓ સાથે વાતચીત કરી અને માર્ગ નિર્માણ ની કામગીરી કેવી છે. તે ચેક કરવા 160 ની સ્પીડ પર પ્રવાસ કરી ચા પીધી હતી. આ માર્ગ કલાકના 120ની સ્પીડથી વધુ સ્પીડ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જે દિલ્હી મુંબઈ વચ્ચેનું અંતર 12 કલાકમાં પૂર્ણ કરી આપશે. તો, દિલ્હી થી મુંબઈના JNPT સુધીના એક્સપ્રેસ વે ને મુંબઈના નરીમાન પોઇન્ટ સુધી લંબાવવામાં આવશે. વાપીમાં પણ આવાગમન માટે એક બ્રિજની માંગ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વ્યક્ત કરી છે. જે માંગ અંતર્ગત આગામી 3 મહિનામાં ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું. તેમજ નેશનલ હાઇવે પર હાલ ટ્રાફિકની જે સમસ્યા નડી રહી છે તે પણ આગામી 6 થી 8 મહિનામાં હલ કરી આપવાની ખાતરી આપી હતી.

નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિના દેશનો વિકાસ શક્ય નથી. વોટર, પાવર, ટ્રાન્સપોર્ટ કમ્યુનિકેશન નહિ હોય તો ઉદ્યોગો નહિ આવે રોજગાર નહિ વધે અને દેશની ગરીબી દૂર નહિ થાય. આ પ્રસંગે તેમણે રજ્જુ શ્રોફને આ નવી યુનિવર્સિટી બનાવવા બદલ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે અનેક સિદ્ધિ હાંસલ કરી પદ્મભૂષણ એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવી તેમનું સન્માન કર્યું હતું.

તો, પદ્મ ભૂષણ રજ્જુભાઈ શ્રોફે આ પ્રસંગે વાપીના શરૂઆતના કષ્ટભર્યા દિવસો યાદ કરી જણાવ્યું હતું કે, જ્યારે તેમણે વાપીમાં ઇન્ડસ્ટ્રી ઉભી કરેલી ત્યારે અહીં પાણી, શિક્ષણ, આરોગ્યની અનેક સમસ્યા હતી જે હવે નિવારી શકાય છે. દેશને પ્રગતિના પંથે લઈ જવામાં વાપીના સ્મોલ સ્કેલ ઉદ્યોગોનો ખૂબ મોટો ફાળો છે. આ યુનિવર્સીટી પણ વાપીના ઉદ્યોગો માટે, સ્થાનિકો માટે મહત્વની યુનિવર્સીટી સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીમાં હાલમાં BBA, MBA, BCA, B. pharm, M.pharm ના કોર્સ ઉપલબ્ધ છે. આવનારા દિવસોમાં B.com અંગ્રેજી મીડીયમ, B.Sc કેમેસ્ટ્રી, MCA, ફાર્મ-D, LLB અને એડવાન્સડ સ્કિલ ડેવલોપમેન્ટ જેવા કોર્સ પણ શરૂ કરાશે.

યુનિવર્સીટી ના ઉદ્ઘાટન પ્રસંગે નીતિન ગડકરીએ ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ, રોફેલના ચેરમેન પદ્મભૂષણ રજજુ શ્રોફ અને તેમના પત્ની સાન્દ્રા શ્રોફની ઉપસ્થિતિમાં વાપી જીઆઈડીસી ખાતે વલસાડની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી ‘રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી’નું ઉદઘાટન કર્યું હતું. સાથે સાથે યુનિવર્સિટીના એડમીનીસ્ટ્રેશન બિલ્ડિંગ ‘ જ્ઞાન આનંદ ભવન’નું ભૂમિપૂજન/ખાતમુહૂર્ત પણ કર્યું હતું. તેમજ મોહનગામ પાસે ફ્લાય-ઓવરબ્રીજ બનાવવાની પણ ઘોષણા કરી હતી.

આ પ્રસંગે સાંસદ ડૉ. કે. સી. પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પદ્મશ્રી ગફુરભાઈ બિલાખીયા, ટ્રસ્ટના ટ્રાસ્ટ્રીઓ, રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અને સભ્યો, વાપી નગરપાલિકા પ્રમુખ, જિલ્લા સંગઠન પ્રમુખ, ઉદ્યોગકારોમહામંત્રી, યુનિવર્સિટીનાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *