Saturday, December 21News That Matters

વાપીમાં ભડકમોરા માર્ગ પર તંત્રએ કર્યું Asphalt Paintings(ડામરનું પેઇન્ટિંગ) રાહદારીઓના ચપ્પલો ચોંટ્યા

વાપી :- વાપીના ભડકમોરા વિસ્તારમાં ચંદ્રલોકથી ભડકમોરા નાકા સુધીના અડધો કિલોમીટરના વાપી – સેલવાસ માર્ગ પર ડામર પીગળી જતા વાહનચાલકો – રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. જે અંગે હાઇવે ઓથોરિટીએ જણાવ્યું હતું કે તંત્ર તરફથી આ Asphalt Paintings કરવામાં આવ્યું છે. એટલે ત્રણેક દિવસ આ સમસ્યા રહેશે.

વાપીમાં મંગળવારે અજીબોગરીબ ઘટનાએ રાહદારીઓ-વાહનચાલકો ને પરેશાની માં મુક્યા હતાં. વાપીના ભડકમોરા વિસ્તારમાં ચંદ્રલોકથી ભડકમોરા નાકા સુધી અડધો કિલોમીટરના રસ્તા પરનો ડામર પીગળી ગયો હતો. જેણે માર્ગના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી કરી હતી. જો કે આ અંગે હાઇવે ઓથોરિટીના DEE નવનીત પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તંત્ર તરફથી આ સ્થળે Asphalt Paintings કરવામાં આવ્યું છે. એટલે ત્રણેક દિવસ આ સમસ્યા રહેશે. જેના પર તંત્ર દ્વારા પાવડર છાંટવાની કામગીરી પણ હાથ ધરી છે. એટલે તે બાદ તે સામાન્ય થઈ જશે.
 
આ ઘટનાને હાઇવે ઓથોરિટીએ કોન્ટ્રાક્ટરની બેદરકારી નહિ પરંતુ રૂટિન પ્રોસેસ હોવાનું જણાવ્યું હતું. જો કે તંત્રની આ રૂટિન પ્રોસેસે વાહનચાલકો – રાહદારીઓ અને ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિક કર્મચારીઓ માટે સમસ્યા ઉભી કરી હતી. ત્યારે, આશા રાખીએ કે તંત્રનું આ ડામર પેઇન્ટિંગ વહેલી તકે મજબૂત પેઇન્ટિંગમાં પરિવર્તિત થાય અને વાહનચાલકો રાહદારીઓને સમસ્યામાંથી છુટકારો અપાવે. 
ઉલ્લેખનીય છે કે, પીગળેલા ડામર વચ્ચે રસ્તો ઓળંગતા અનેક રાહદારીઓની ચપ્પલ ડામરમાં ચોંટી ગઈ હતી. તો વાહનો સ્લીપ થયા હતાં. ટ્રાફિક સમસ્યા વકરી હતી. જેનું ટ્રાફિક કર્મચારીઓએ સતર્કતાથી ટ્રાફિક નિયમન કર્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *