વાપીમાં ભડકમોરા માર્ગ પર તંત્રએ કર્યું Asphalt Paintings(ડામરનું પેઇન્ટિંગ) રાહદારીઓના ચપ્પલો ચોંટ્યા
વાપી :- વાપીના ભડકમોરા વિસ્તારમાં ચંદ્રલોકથી ભડકમોરા નાકા સુધીના અડધો કિલોમીટરના વાપી - સેલવાસ માર્ગ પર ડામર પીગળી જતા વાહનચાલકો - રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. જે અંગે હાઇવે ઓથોરિટીએ જણાવ્યું હતું કે તંત્ર તરફથી આ Asphalt Paintings કરવામાં આવ્યું છે. એટલે ત્રણેક દિવસ આ સમસ્યા રહેશે.
વાપીમાં મંગળવારે અજીબોગરીબ ઘટનાએ રાહદારીઓ-વાહનચાલકો ને પરેશાની માં મુક્યા હતાં. વાપીના ભડકમોરા વિસ્તારમાં ચંદ્રલોકથી ભડકમોરા નાકા સુધી અડધો કિલોમીટરના રસ્તા પરનો ડામર પીગળી ગયો હતો. જેણે માર્ગના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી કરી હતી. જો કે આ અંગે હાઇવે ઓથોરિટીના DEE નવનીત પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તંત્ર તરફથી આ સ્થળે Asphalt Paintings કરવામાં આવ્યું છે. એટલે ત્રણેક દિવસ આ સમસ્યા રહેશે. જેના પર તંત્ર દ્વારા પાવડર છાંટવાની કામગીરી પણ હાથ ધરી છે. એટલે તે બાદ તે સામાન...