Saturday, December 21News That Matters

વાપીમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 10650 સ્ક્વેર મીટર ગ્રીન બેલ્ટના વિકાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વાપીમાં VIA દ્વારા ગુજરાત રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે તા. 5 જૂન – વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વિનંતી નાકાથી KBS કોલેજ સુધીના 10650 સ્ક્વેર મીટરના ગ્રીન બેલ્ટને ડેવલપ કરી તેને હરિયાળો બનાવવા માટેના કામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,

પૃથ્વી પરના તમામ રહેવાસીઓ માટે એક સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ ખુબ જ જરૂરી છે, અને આ વાતે અવગત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને VIA ની ગ્રીન સોસાયટી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB), ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), નોટિફાઇડ એરિયા ઓથોરિટી (NAA), વાપી અને વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL) ના સહયોગથી પર્યાવરણના સંરક્ષણ અને સંતુલન માટે સતત સક્રિય પગલાં લેવામાં આવે છે. VIA દ્વારા ગુજરાત રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે તા. 5 જૂન – વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે નીચે મુજબની અનેક પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી છે.

વિનંતી નાકાથી KBS કોલેજ સુધીના 10650 સ્ક્વેર મીટરના ગ્રીન બેલ્ટને ડેવલપ કરી તેને હરિયાળો બનાવવા માટેના કામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં કુલ 790 મોટા વૃક્ષો, 375 ફળોના છોડ અને 585 અન્ય છોડ આમ કુલ 90 પ્રકારના વૃક્ષો અને છોડ તથા 7396 નાના છોડ અને ઝાડીઓનું વાવેતર કરવામાં આવશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમ્યાન જ વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા 250 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે CETP વાપી ખાતે લગભગ 101 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, આ સાથે CETP વાપી ખાતે વાવવામાં આવેલ વૃક્ષોની સંખ્યા લગભગ 13230 જેટલી થઇ ગઈ છે. જે તે પ્રદેશને હરિયાળો બનાવવા માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવશે.

આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા VIA ની ગ્રીન સોસાયટીના સહયોગથી વાપી ઔદ્યોગિક વસાહતને લાગીને આવેલ સલવાવ નામના ગામની સ્મશાનભૂમિ ના કેમ્પસમાં 3.5 એકર જમીનમાં આરતી વન વિકસાવવમાં આવ્યું છે. આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આરતી વનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.

આવા કેટલાક કાર્યો VIA, VIA ની ગ્રીન સોસાયટી, GPCB, GIDC, NAA અને VGEL, એસ્ટેટના ઉદ્યોગો અને વેપારી સભ્યો સાથે મળીને વાપીને ગ્રીન ગ્લોબલ એસ્ટેટ બનાવવા અને પૃથ્વીનું સંવર્ધન કરવા માટે કરવામાં આવ્યા છે.

વિશ્વ પર્યાવરણ દિવસ 2023 ની ઉજવણીના કાર્યક્રમોમાં VIA ના પ્રમુખ સતિષ પટેલ, ઉપપ્રમુખ મગન સાવલિયા, માનદ મંત્રી કલ્પેશ વોરા, ખજાનચી રાજુલ શાહ, VIA ના એડવાઈઝરી બોર્ડના મેમ્બર્સ યોગેશ કાબરિયા, મિલન દેસાઈ, શિરીષ દેસાઈ, રજનીશ આનંદ, સલાહકાર બોર્ડના સભ્ય, ગુજરાત સરકારના ભૂતપૂર્વ રાજ્યકક્ષાના મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, જીપીસીબી, વાપીના પ્રાદેશિક અધિકારી એ. જી. પટેલ, નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ડી બી સગર, VIAના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો એવા હેમંત પટેલ, પ્રભાકર બોરોલે, મોહિત રાજાણી અને મોટી સંખ્યામાં VIA ના તથા ઉદ્યોગોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *