વાપીમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 10650 સ્ક્વેર મીટર ગ્રીન બેલ્ટના વિકાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
વાપીમાં VIA દ્વારા ગુજરાત રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે તા. 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વિનંતી નાકાથી KBS કોલેજ સુધીના 10650 સ્ક્વેર મીટરના ગ્રીન બેલ્ટને ડેવલપ કરી તેને હરિયાળો બનાવવા માટેના કામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,
પૃથ્વી પરના તમામ રહેવાસીઓ માટે એક સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ ખુબ જ જરૂરી છે, અને આ વાતે અવગત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને VIA ની ગ્રીન સોસાયટી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB), ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), નોટિફાઇડ એરિયા ઓથોરિટી (NAA), વાપી અને વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL) ના સહયોગથી પર્યાવરણના સંરક્ષણ અને સંતુલન માટે સતત સક્રિય પગલાં લેવામાં આવે છે. VIA દ્વારા ગુજરાત રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ...