PIB Ahmedabad :- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં હડપ્પા યુગના શહેર, ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ ઘોષિત કરવા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે અહીં અવશ્ય જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવે છે.
યુનેસ્કો દ્વારા કરાયેલા ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું;
“આ સમાચારથી ખૂબ ખુશી થઈ.
ધોળાવીરા એક મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર હતું અને આપણા અતીત સાથે આપણા સૌથી મહત્વના સંપર્કોમાંનું એક છે. અહીં જરૂર જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રૂચિ ધરાવે છે.
હું મારા વિદ્યાર્થી જીવનના દિવસોમાં પ્રથમવાર ધોળાવીરા ગયો હતો અને હું એ સ્થળથી મંત્રમમુગ્ધ થઈ ગયો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને ધોળાવીરામાં વારસાના અને જીર્ણોદ્ધારને સંબંધિત પાસાઓ પર કામ કરવાનો મોકો મળ્યો. અમારી ટીમે ત્યાં પર્યટનને અનુકૂળ માળખાનું સર્જન કરવા માટે પણ કાર્ય કર્યુ હતું.”
Photo twitter