સંઘ પ્રદેશ દમણના ચાર વિધર્મી યુવાનોની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા યુવાનોએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર સાંપ્રદાયિકતા અંગે ભડકાવ પોસ્ટ કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો, વાપીના છીરીના યુવકે પણ સોશ્યલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરી હોય વલસાડ પોલીસે પણ યુવક સામે કાર્યવાહી કરવા ઉપરાંત સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક બોલાવી જરૂરી સૂચનો કર્યા હતાં.
વાયરલ ફોટો…….. સ્ત્રોત….સોશ્યલ મીડિયા…
દમણ પોલીસે જાહેર કરેલ અખબારી યાદી મુજબ 24 જાન્યુઆરી 2024 ના રોજ મોટી દમણના જામપોર બીચ પર એક ઘટના બની હતી. જેમાં આસિફ ખાન તથા અન્ય યુવાનો એ સાંપ્રદાયિકતા અને ભાઈચારાનું વાતાવરણ ડહોળાય એવી વાંધા જનક પોસ્ટ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. પોસ્ટ સાથે યુવાનો દ્વારા લખવામાં આવ્યું હતું કે, ” સબર જબ વકત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયે જાયેગા ” આ વાંધા જનક પોસ્ટ બાબરી મસ્જિદ ના ફોટા સાથે ધાર્મિક લાગણી ને દુભાવી સોશ્યલ મીડિયામાં વાયરલ હતી.
વાયરલ ફોટો…….
જે ઘટનાની ગંભીરતા ને ધ્યાન પર લઈ મોટી દમણ પોલીસે આ મામલે પોલીસ મથકે એફ.આઇ.આર. નં. 04/2024, યુ/એસ. 295-એ, 153-એ, 298, 504, 505 (સી) અને આઇ.પી.સી. ની કલમ 120-બી અને 34 અને માહિતી ની કલમ 66 હેઠળ ગુનો દાખલ કરી આ મામલે 4 આરોપી ની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
વાયરલ વિડિઓ…….
વિડિઓ-ફોટો…સૌજન્ય સોશ્યલ મીડિયા….
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ કેટલાક બિનહિન્દુ યુવાનોએ આવી વાંધાજનક પોસ્ટ સોશ્યલ મીડિયામાં શેર કરી હતી. વાપી નજીક છીરીમાં પણ એક યુવાને આવી પોસ્ટ કરી હોવાનું બહાર આવ્યા બાદ તે મામલે વલસાડ પોલીસે પણ કાર્યવાહી કરી છે. એ ઉપરાંત વાપી GIDC પોલીસ મથક ખાતે DYSP બી. એન. દવેની અધ્યક્ષતામાં ડુંગરા, ટાઉન, GIDC પોલીસ થાણાના પોલીસ અધિકારીઓ એ હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમીક્ષા કરી આવી પોસ્ટ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનારા અંગે વિગતો આપવા અને શાંતિ કાયમ રાખવા અપીલ કરી હતી.
Augustus Daniel