Thursday, December 26News That Matters

DNHમાં આવેલ દૂધની પંચાયતની મહિલા સભ્યનો પતિ અને દપાડાનો વેપારી ઘુવડની હેરાફેરીમાં ઝડપાયા, WCCB એ બંનેની કરી ધરપકડ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં જંગલી પક્ષીઓના વેપારની વિશ્વસનીય માહિતી મળ્યા બાદ, વન વિભાગની સંયુક્ત ટીમે ઝડપી કાર્યવાહી કરી છે. DNH & DD અને Wildlfe Crime Control Buereu (WCCB) મુંબઈએ દુધની નજીકના કરચોંડ ઉમરમાથા ખાતેથી Barn Owl (ઘુવડ) સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ ઝડપાયેલ બન્ને વ્યક્તિઓમાં એક દુધની પંચાયત સભ્ય કૌશલ મોહનનો પતિ મોહન કરપટ છે. જેના કબજામાંથી જીવંત બાર્ન ઘુવડ (સ્થાનિક ભાષામાં ડીડુ તરીકે ઓળખાય છે) જપ્ત કર્યું હતું. જેની સાથે દપાડાના ડુંદ્રીપાડામાં રહેતા વેપારી એવા ઉત્તમ મનસુ મહલની પણ ધરપકડ કરી હતી.

આરોપીઓ જે ઘુવડની હેરાફેરીમાં પકડાયા છે. તે બાર્ન ઘુવડને વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972 હેઠળ સંરક્ષિત કરવામાં આવ્યું છે અને શિડયુલ-1 હેઠળ સૂચિબદ્ધ છે. એટલે આ સંરક્ષિત વન્યજીવોનો શિકાર કરવો કે કબજો કરી તેના શરીરના અંગોનો ગેરકાયદેસર વેપાર કરવો એ બિનજામીનપાત્ર ફોજદારી ગુનો છે. જેમાં જો દોષી સાબિત થાય તો આરોપીને 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

કોમન બાર્ન ઘુવડ (Tyto Alba) એ વ્યાપકપણે વિતરિત ઘુવડની પ્રજાતિ છે. અને તે સામાન્ય રીતે ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. તે બિનઉપયોગી ખાડામાં, ઝાડની પોલાણમાં અથવા ટેરેસમાં આરામ કરે છે. ઉંદરો, નાના સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓનો તે શિકાર કરે છે. ઘુવડને ખેડૂતોના મિત્ર માનવામાં આવે છે કારણ કે તે ઉંદરોની વસ્તી પર નિયંત્રણ રાખે છે.

જો કે કેટલાક ધન અને સારા નસીબની લાલસામાં અંધશ્રદ્ધાથી પ્રેરાઈને અતાર્કિક ધાર્મિક વિધિઓ માટે તેનો શિકાર કરે છે. જેના વેપારમાં મોં માંગ્યા દામ પણ મળતા હોય એવા શિકારીઓનો શિકાર બને છે. બાર્ન ઘુવડ માટે આવી અનેક માન્યતાઓ હોય આ વિસ્તારમાં તેના વેપારની અને હેરફેરની પ્રવૃતિઓ થતી રહે છે. આ અંધશ્રદ્ધા માં આ ઘુવડની પ્રજાતિને ભારે અસર પહોંચી છે.

જો કે, દાદરા નગર હવેલી વન વિભાગની ટીમેં આ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધવલ ગાવિત, ડેપ્યુટી રેન્જ ફોરેસ્ટ ઓફિસર મનુ ડી.જીવલીયા, ફોરેસ્ટ ગાર્ડ સચિન થોરાટ, સુનીલ મેહલા, અક્ષય કદલી, ધર્મેશ ગવલી, મુન્ના નાડગે અને વિનયમહાલા સહિત WCCB ટીમના સભ્યો નિતેશ રાઉત, હેડ કોન્સ્ટેબલ, સુરેન્દ્ર મેશ્રામ, હેડ કોન્સ્ટેબલ અને રમેશ જી. યસની ટીમે વન સંરક્ષક અને મુખ્ય વન્યજીવન વોર્ડન, DNH&DDના બી. મોહનદાસ, નાયબ વન સંરક્ષક (વન્યજીવન), DNH, સિલવાસાના જોજુ પી. અલપ્પટ્ટના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *