વાપી – પારડી તાલુકા વિસ્તારમાં સામાજીક સેવા આપતી અને 48 ગામોના યુવાન રમતવીરોને આવરી લેતી શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ દ્રારા પરિયા ખાતે આયોજીત ક્રિકેટ ટુનાઁમેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતુ, આ ટુનાઁમેન્ટ માં 48 ટીમો દ્રારા ભાગ લેવામાં આવ્યો હતો,
આ ટુનાઁમેન્ટના રમતવીરોને પ્રોત્સાહન આપવા પારડી વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ વાપી નગરપાલિકાના સાશકપક્ષ નેતા નિલેશભાઈ રાઠોડ, સંસ્થાના પ્રમુખ હિતેન્દ્ર માહ્યાવંશી તેમજ સંસ્થાના ટ્રસ્ટીગણો, ક્રિકેટ કમીટી દ્રારા માન. મંત્રીને શાલ ઓઢાળી, પુષ્પગુચ્છ અને મોમેન્ટો અપઁણ કરવામાં આવ્યો હતો,
આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યમાં સમાજ ના આગેવાનોને સમાજની એકતા માટે આયોજન થયેલી ક્રિકેટ ટુનાઁમેન્ટ ને અને રમતવીરો, સમાજ ના આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી, સમાજ દર વર્ષે આ પ્રકારે આયોજન કરે અને એ માટે દર વષેઁ મેદાન તેમના તરફથી ફાળવવા જાહેરાત કરી હતી, આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ ક્રિકેટ ની એક ઓવર રમી ક્રિકેટનો આનંદ માણ્યો હતો, જે રમતવીરો માં ખુબજ ઉત્સાહવધઁક પ્રેરણાસ્તોત ક્ષણો હતી,
આ પ્રસંગે વાપી નોટીફાઈડ ના પ્રમુખ હેમંતભાઈ પટેલ, મહામંત્રી સુધીરભાઈ સાવલીયા, જીલ્લા ભાજપ સોશિયલ મીડીયા ઈન્ચાજઁ હિતેશભાઈ સુરતી, જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, સામાજીક આગેવાન વિનયભાઈ વાડીવાલા, ક્રિકેટ ગ્રાઉન્ડ ના સંસ્થાપક દપઁણભાઈ દેસાઈ, સમાજ ના મુરબ્બીઓ દુલ્લભભાઈ માહ્યાવંશી, શિવજીભાઈ રાઠોડ ડુંગરા, વાપી ભાજપ મીડીયા ઈન્ચાજઁ સંદિપભાઈ પરમાર, ચણોદના સરપંચ જીતુભાઈ માહ્યાવંશી, વાપી તાલુકા સામાજીક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મનોજભાઈ માહ્યાવંશી, સહિત સમાજ ના આગેવાનો, રમતવીરો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.