Tuesday, October 22News That Matters

Science & Technology

વાપીમાં પ્રમુખ ગ્રૂપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી, દીવાલ પર Hand-Printing સાથે પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી!

વાપીમાં પ્રમુખ ગ્રૂપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી, દીવાલ પર Hand-Printing સાથે પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી!

Gujarat, Most Popular, National, Science & Technology
વાપી-સેલવાસમાં 30 વર્ષથી લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર કરતા પ્રમુખ ગ્રૂપ દ્વારા વાપીમાં ચલા ખાતે આવેલ પ્રમુખ હાઉસની નજીક પ્રમુખ સ્વામી માર્ગ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપના અગ્રણીઓ અને કર્મચારીઓએ શાળાના બાળકો સાથે દીવાલ પર હાથથી પ્રિન્ટિંગ કરીને પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ હાઉસની નજીકના પ્રમુખ સ્વામી માર્ગ પર પ્રમુખ ગ્રૂપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ ગ્રુપના જગદીશ ભાટુ, રામ કંડોરિયા સહિત તેમના પરિવારના બાળકો, કર્મચારીઓએ શાળાના બાળકો સાથે આ ઉજવણી કરી હતી. પર્યાવરણ જાગૃતિના સંદેશ માટે તમામે હાથમાં પ્રાકૃતિક કલર લઈ દીવાલ પર તેની છાપ પાડી સહી કરી પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે પ્રમુખ ગ્રુપના જગમાલ ભાટુની દીકરી અમી ભાટુએ જણાવ્યું હતું કે, તે તમામેં વિશ્વ...
વાપીમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 10650 સ્ક્વેર મીટર ગ્રીન બેલ્ટના વિકાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વાપીમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 10650 સ્ક્વેર મીટર ગ્રીન બેલ્ટના વિકાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Gujarat, Most Popular, National, Science & Technology
વાપીમાં VIA દ્વારા ગુજરાત રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે તા. 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વિનંતી નાકાથી KBS કોલેજ સુધીના 10650 સ્ક્વેર મીટરના ગ્રીન બેલ્ટને ડેવલપ કરી તેને હરિયાળો બનાવવા માટેના કામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પૃથ્વી પરના તમામ રહેવાસીઓ માટે એક સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ ખુબ જ જરૂરી છે, અને આ વાતે અવગત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને VIA ની ગ્રીન સોસાયટી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB), ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), નોટિફાઇડ એરિયા ઓથોરિટી (NAA), વાપી અને વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL) ના સહયોગથી પર્યાવરણના સંરક્ષણ અને સંતુલન માટે સતત સક્રિય પગલાં લેવામાં આવે છે. VIA દ્વારા ગુજરાત રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ...
વાપીમાં GPCBની વર્ષ 2022માં 34 કંપનીને ક્લોઝર, 336 ને શૉ-કોઝ, તો 28ને નોટિસ ઓફ ડાયરેકશન ફટકારતી કાર્યવાહી

વાપીમાં GPCBની વર્ષ 2022માં 34 કંપનીને ક્લોઝર, 336 ને શૉ-કોઝ, તો 28ને નોટિસ ઓફ ડાયરેકશન ફટકારતી કાર્યવાહી

Gujarat, Most Popular, National, Science & Technology
વાપીમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) એ જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 સુધીમાં 34 કંપનીને ક્લોઝર નોટિસ, 336 ને શૉકોઝ નોટિસ, તો 28 કંપનીને નોટિસ ઓફ ડાયરેકશન ફટકાર્યું છે. આ સાથે 2 કંપનીઓ સામે લીગલ ફાઇલ કરી 2000થી વધુ કંપનીઓમાં ઇન્સ્પેકશન હાથ ધરી મહત્વની કામગીરી કરી છે. વલસાડ જિલ્લાના વાપી GIDC માં GPCB એ કેટલીક કંપનીઓ સામે માતબર રકમનો દંડ ફટકારી પ્રદુષણ ઓકતા કે કેમિકલ વેસ્ટનો બારોબાર નિકાલ કરતા એકમો સામે ગત વર્ષે લાલ આંખ કરી છે. જે વર્ષ 2023માં પણ યથાવત રહેશે તો વાપીના પ્રદુષણ પર કન્ટ્રોલ પણ યથાવત રહેશે.     વાપી GIDCના એકમો વર્ષોથી પ્રદુષણ મામલે બદનામ થતા એકમો છે. ભૂગર્ભ જળ, હવા પ્રદુષણ અને ઘન કચરાના મામલે વર્ષોથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અનેક એકમો સામે કરોડોનો દંડ ફટકાર્યો છે. તેમ છતાં વાપી GIDC માં પ્રદુષણ ફેલાવતા એકમોના સંચાલકો સુધર્યા નથી. વ...
બર્ન કેસની સારવાર અને સ્કિન બેન્ક અંગે વાપીની SSRCN નર્સિંગ કોલેજમાં નિષ્ણાંત તબીબોએ આપ્યું માર્ગદર્શન

બર્ન કેસની સારવાર અને સ્કિન બેન્ક અંગે વાપીની SSRCN નર્સિંગ કોલેજમાં નિષ્ણાંત તબીબોએ આપ્યું માર્ગદર્શન

Gujarat, Most Popular, National, Science & Technology
વાપીમાં આવેલ સાન્દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે અભ્યાસ કરતા નર્સિંગ વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે પણ મહિલા કે પુરુષ દાઝી જાય અને એવા કેસ હોસ્પિટલમાં આવે ત્યારે તેમને પ્રથમ સારવાર કઈ રીતે આપવી, પ્લાસ્ટિક કે કોસ્મેટિક સર્જરી કઈ રીતે કરવી, દેશમાં સ્કિન બેન્ક ની કેટલી આવશ્યકતા છે. તે અંગે નિષ્ણાંત સર્જનો દ્વારા વર્કશોપનું આયોજન કરી વિસ્તુત જાણકારી આપવામાં આવી હતી.     દેશમાં અને વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ દાઝી જાય ત્યારે એ ઘટના તેમને માટે અસહ્ય પીડાદાયક હોય છે. આવા કેસમાં દર્દીનો જીવ કઈ રીતે બચી શકે, પ્રથમ પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી, બર્ન પેશન્ટની કાળજી કઈ રીતે લેવી તે અંગે હજુ પણ ઉપયોગી જાણકારીનો મેડિકલ ક્ષેત્રે અભાવ છે. જેને પૂર્ણ કરી નર્સિંગ સ્ટાફમાં બર્ન કેસ અંગે સારી સ્કીલ્ડ ડેવલોપ થાય તે માટે વાપીમાં આવેલ સાન્દ્...
મોઢેરા સૂર્યમંદિરની જેમ દ્વારકા પણ બનશે સોલાર સંચાલિત તીર્થધામ :- ઉર્જાપ્રધાન કનું દેસાઈ

મોઢેરા સૂર્યમંદિરની જેમ દ્વારકા પણ બનશે સોલાર સંચાલિત તીર્થધામ :- ઉર્જાપ્રધાન કનું દેસાઈ

Gujarat, National, Science & Technology
ગુજરાતનું મોઢેરા જેમ સૂર્ય મંદિર તરીકે જગ વિખ્યાત છે. તેવી જ રીતે સૌર ઉર્જાથી સંચાલિત પ્રથમ તીર્થધામ તરીકેનું પણ બિરુદ મેળવ્યું છે. હવે આગામી દિવસોમાં દ્વારકા પણ સૌર ઊર્જાથી ઝળહળતું ગુજરાતનું બીજું તીર્થ ધામ બનવાનું છે. તેવું વાપી GIDC માં આવેલ સેન્ટર ઓફ એક્સીલન્સ (CoE )ખાતે રાજ્યના ઉર્જાપ્રધાન અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ 40 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરતી વેળાએ જણાવ્યું હતું.     નાણાં અને ઉર્જા પ્રધાન કનું દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોઢેરાને સોલારથી ચાલતું તીર્થધામ બનાવવામાં આવ્યું છે. જે બાદ દ્વારકા તીર્થધામ ને પણ સોલાર ઉર્જાથી ચાલતું તીર્થધામ બનાવવાની પહેલ ચાલી રહી છે. ગુજરાત સૌરઉર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. જો કે સોલાર પેનલમાં મળતી સબસીડી સૌરઉર્જાના સંગ્રહ માટેની બેટરીમાં નથી મળતી ત્યારે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે કે નહીં તેના...
पारडी-वलसाड समेत इन स्टेशनों पे फिल्माई गई फिल्मों से पश्चिम रेलवे को 1.21 करोड़ का राजस्‍व प्राप्त हुआ।

पारडी-वलसाड समेत इन स्टेशनों पे फिल्माई गई फिल्मों से पश्चिम रेलवे को 1.21 करोड़ का राजस्‍व प्राप्त हुआ।

Gujarat, National, Science & Technology
पश्चिम रेलवे ने इस वित्तीय वर्ष में नवंबर, 2022 तक अपने विभिन्न परिसरों और रेल डिब्बों को फिल्म शूटिंग के लिए प्रदान कर 1.21 करोड़ रुपये (एक करोड़ इक्कीस लाख) से अधिक का राजस्‍व अर्जित किया है। पश्चिम रेलवे ने पिछले वित्तीय वर्ष 2021-22 में 67 लाख रुपये का राजस्‍व अर्जित किया था, जबकि वर्ष 2019-20 में यह 1.05 करोड़ रुपये और वर्ष 2018-19 में 1.30 करोड़ था। वित्तीय वर्ष 2022-23 (नवंबर, 2022 तक) के दौरान पश्चिम रेलवे के विभिन्न स्थानों पर आठ फीचर फिल्मों, तीन वेब सीरीजों, एक विज्ञापन, सामाजिक जागरूकता की दो वृत्तचित्रों और एक टीवी धारावाहिक सहित कुल 15 फिल्मों आदि की शूटिंग की गई है। पिछले दो वर्षों के दौरान विभिन्न फिल्म निर्माताओं और प्रोडक्शन हाउसों द्वारा पश्चिम रेलवे के विभिन्न स्थानों पर लगभग 34 फिल्मों की शूटिंग की गई। गत वर्षों में पश्चिम रेलवे लंच बॉक्स, हीरोपंत...
દેશભરમાં દિવસો દિવસ વધી રહ્યા છે સાયબર ફ્રોડ ના ગુન્હા, છેલ્લા 5 વર્ષમાં ગુજરાત 4763, DDDNH માં 12 ગુન્હા નોંધાયા!

દેશભરમાં દિવસો દિવસ વધી રહ્યા છે સાયબર ફ્રોડ ના ગુન્હા, છેલ્લા 5 વર્ષમાં ગુજરાત 4763, DDDNH માં 12 ગુન્હા નોંધાયા!

Gujarat, Most Popular, National, Science & Technology
હાલમાં જ ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ ​​સાયબર ક્રાઈમ અંગે નોંધાયેલ ગુન્હા અને તેના નિયંત્રણ હેતુ કરાયેલ કાર્યવાહી અંગે લોકસભામાં પુછાયેલ પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી. જેમાં 2017થી 2021 સુધીમાં ધરખમ ગુન્હા નોંધાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે, ગુજરાત અને દાદરા નગર હવેલી દમણ અને દિવમાં નોંધાયેલ ગુન્હાની વિગતો પણ સામે આવી છે. જે અત્યંત ચોંકાવનારી છે.         સાયબર સ્પેસના ઉન્નત ઉપયોગ સાથે, છેતરપિંડી સહિતના સાયબર ગુનાઓની સંખ્યા પણ વધી રહી છે.  નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) તેના પ્રકાશન "ભારતમાં અપરાધ" (Crime in India) માં ગુનાઓ પરના આંકડાકીય ડેટાનું સંકલન કરે છે અને પ્રકાશિત કરે છે.  તાજેતરનો પ્રકાશિત અહેવાલ વર્ષ 2021 માટે છે. NCRB દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ડેટા મુજબ, 2017 થી 2021ના સમયગાળા દરમિયાન સાયબર ગુનાઓ (માધ્યમ/લક્ષ્ય તરી...
વાપીના દમણગંગા ટાઈમ્સના નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્‍યાયને વિજ્ઞાન પત્રકારત્‍વ અને પ્રસાર માટે સોહનરાજ શાહ એવોર્ડ એનાયત કરાશે

વાપીના દમણગંગા ટાઈમ્સના નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્‍યાયને વિજ્ઞાન પત્રકારત્‍વ અને પ્રસાર માટે સોહનરાજ શાહ એવોર્ડ એનાયત કરાશે

Gujarat, Most Popular, National, Science & Technology
વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત માં પ્રતિષ્ઠિત અખબાર ગણાતા દમણગંગા ટાઈમ્સ (Damanganga Times) ના નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્‍યાય (Vikas Upadhyay) ને વિજ્ઞાન પત્રકારત્‍વ અને પ્રસાર માટે સોહનરાજ શાહ એવોર્ડ એનાયત કરાશે. ‘ધી ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી' (The Indian Planetary Society) દ્વારા science popularization માટે science communicator-journalist ના નોંધપાત્ર પ્રદાન માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2021-22 ના વર્ષ માટેનો ‘સોહનરાજ શાહ એવોર્ડ' (Sohanraj Shah Award)  વિકાસ ઉપાધ્‍યાયને એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.      મુંબઇ સ્‍થિત અને વિશ્વવિખ્‍યાત ગુજરાતી ખગોળવિજ્ઞાની (Astronomer) ડો. જે. જે. રાવલ (Dr. J. J. of Rawal) ના અધ્‍યક્ષપણા હેઠળ પાછલા બે દાયકાથી ચાલતી વિજ્ઞાન અને ખગોળવિજ્ઞાનના (Science and Astronomy) પ્રચાર-પ્રસાર તથા સંશોધન માટે કાર્ય કર...
વાપીમાં હેરંબા કંપની દ્વારા દિવ્યાંગોને આપ્યા નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ અને વ્હીલ ચેર

વાપીમાં હેરંબા કંપની દ્વારા દિવ્યાંગોને આપ્યા નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ અને વ્હીલ ચેર

Gujarat, Most Popular, National, Science & Technology
વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC અને સરીગામ GIDC માં અગ્રણી કેમિકલ ઉદ્યોગ તરીકે જાણીતી હેરંબા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના CSR ફંડ હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગો માટે નિશુલ્ક કૃત્રિમ હાથ,પગ, વ્હીલ ચેર, બગલ ઘોડી જેવા સાધનોના વિતરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં 500 જેટલા લાભાર્થીઓ રજીસ્ટર થયા છે.  વલસાડ જિલ્લામાં હાથ-પગ ગુમાવનાર કે ખોડખાંપણ ધરાવતા વ્યક્તિઓ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ અને સાધનોના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાપી GIDC અને સરીગામ GIDC માં હેરંબા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટી અને MD આર. કે. શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે CSR ફંડ હેઠળ ત્રિ-દિવસીય કેમ્પનું આયોજન કરવામાંં આવ્યું છે. ભારતની જાણીતી રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સહયોગમાંં આયોજિત આ ...
ભુજમાં આકાર લઈ રહેલ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અને દેશના પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્કના બાંધકામમાં કરોડોનો ભ્રષ્ટાચાર?

ભુજમાં આકાર લઈ રહેલ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અને દેશના પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્કના બાંધકામમાં કરોડોનો ભ્રષ્ટાચાર?

Gujarat, Most Popular, National, Science & Technology
વર્ષ 2001માં 26મી જાન્યુઆરી એ આવેલ ભૂકંપમાં મૃત્યુ પામેલા 13,805 મૃતાત્માઓની કાયમી યાદમાં ભુજના ભૂજિયા ડુંગર પર કરોડોના ખર્ચે સ્મૃતિવનનું નિર્માણ થઇ રહ્યું છે. (અંદાજિત 400 કરોડના ખર્ચે) આ સ્મૃતિ વન અને દેશનું પ્રથમ અર્થકવેક મેમોરિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ છે. જો કે, હાલમાં આ પ્રોજેકટ તાકીદે પૂર્ણ કરવાની સૂચના મળ્યા બાદ અને આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી ખુદ ભુજ આવી તેનું ઉદ્ઘાટન કરવાના હોય તેજ ગતિએ કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જો કે મોદીના ડ્રિમ પ્રોજેકટ ને પૂર્ણ કરવાની લ્હાયમાં રીતસરનો ભ્રષ્ટાચાર આચરી તકલાદી બાંધકામ થઈ રહ્યું હોવાની પોલ ખુલી છે.   કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપના એકવીસમાં વર્ષે ભુજીયા ડુંગરના સાંનિધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે. ભુજ શહેરના ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામી રહેલ આ મહત્વના પ્રોજેકટને સ્મૃતિ વન એવું ન...