સુરત રેન્જના IGP પ્રેમવીર સિંઘે વાપીમાં પાલિકા અને VIA ના હોદ્દેદારો સાથે ટ્રાફિક, કાયદો વ્યવસ્થા અંગે કરી ચર્ચા, કાયદો વ્યવસ્થા જાળવવા લાગશે 150 CCTV, વલસાડની જિલ્લા જેલ માટે જમીનની શોધ…!
સુરત રેન્જના IGP પ્રેમવીર સિંઘ વાર્ષિક ઇન્સ્પેકશન લઈને વાપીની મુલાકાતે આવ્યા હતાં. આ મુલાકાત દરમિયાન તેઓએ વાપીના સર્કિટ હાઉસ ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વાપી નગરપાલિકાના હોદ્દેદારો, ઉદ્યોગકારો સાથે એક વિશેષ મુલાકાત કરી હતી.
આ મુલાકાતમાં વાપી ટાઉન વિસ્તારમાં અને GIDC વિસ્તારમાં CCTV નેટવર્ક ઊભું કરવા, ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા, જિલ્લા જેલની સુવિધા ઉભી કરવા અને સાયબર ફ્રોડ જાગૃતિ અંગેની રજૂઆત ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ રજૂઆતને ધ્યાને લઈ સુરત રેન્જ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંઘે જણાવ્યું હતું કે આવનારા દિવસમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ પારડી, વાપી અને ડુંગરા વિસ્તારમાં 150 જેટલા સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવનાર છે. જેના થકી ગુનાખોરી પર અંકુશ લેવામાં સફળતા મળશે.
એ જ રીતે ટ્રાફિકની સમસ્યા અંગે સ્થાનિક આગેવાનો સાથે સંકલન સાથી તેનું ન...