વાપીમાં VIA વેકસીનેશન કેમ્પમાં 3000 થી વધુ લોકોએ વેકસીનનો લાભ મેળવ્યો
કોરોનાએ જ્યારે પોતાના કાળનો પંજો ફેલાવ્યો છે. ત્યારે તેના રામબાણ ઈલાજ સમી વેકસીનેશન ડ્રાઈવ ને પણ સરકારે તેજ કરી છે. જેમાં અનેક સંસ્થાઓ પણ જાગૃતતા દાખવી નાગરિકોને વેકસીનના ડોઝ લેવડાવી કોરોના સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થઇ રહી છે. વાપીમાં પણ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 1 મહિનામાં વેકસીનેશન કેમ્પ હેઠળ 3000 નાગરિકોને નિઃશુલ્ક વેકસીનના ડોઝ અપાવ્યા છે.
વાપીમાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા વેકસીનેશન કેમ્પનો લાભ મોટી સંખ્યામાં નાગરિકો લઈ રહ્યા છે. આવા કપરા સમયે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પણ એક મહિનાથી VIA ખાતે ખાસ વેકસીનેશન કેમ્પનો પ્રારંભ કરી 3000 જેટલા લોકોને વેકસીન ડોઝ અપાવી કોરોના મહામારીમાં મદદરૂપ થયા છે.
વાપીના VIA હોલ ખાતે 2જી એપ્રિલથી વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં જે લોકો અન્ય આરોગ્ય વિભાગના કેમ્પમાં જઇ નથી શકતા તેવા લોકો અહીં વેકસીન ડોઝ લઈ શકે કોરોન...