Sunday, September 8News That Matters

National

ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્કેલનો ભૂકંપ, સેલવાસનું નરોલી એપિસેન્ટર

ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્કેલનો ભૂકંપ, સેલવાસનું નરોલી એપિસેન્ટર

Gujarat, National
વલસાડ :- ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદે ફરી 2.9 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. સોમવારે રાત્રે 09:03 વાગ્યે નોંધાયેલ આંચકાનું એપી સેન્ટર દાદરા નગર હવેલીનું નરોલી છે. ભૂકંપ ના આંચકાની અસર મહારાષ્ટ્રના પાલઘર સહિત વલસાડ જિલ્લાના-ઉમરગામ તાલુકામાં વર્તાઈ હતી. વલસાડ જિલ્લામાં અને મહારાષ્ટ્રનો સરહદી જિલ્લો પાલઘર તેમજ દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમ્યાન જમીનમાં સળવળાટ થાય છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ સરહદી વિસ્તારમાં અનેક નાનામોટા ભૂકંપના આંચકા નોંધાતા આવ્યાં છે. ત્યારે, સોમવારે ફરી એક વાર આ વિસ્તારમાં 2.9 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આંચકા અંગે સિસ્મોલોજી વિભાગ દ્વારા જાહેર કરેલ વિગતો મુજબ સોમવારે રાત્રે 09:03 વાગ્યે આ આંચકો આવ્યો હતો. આંચકા નું કેન્દ્રબિંદુ વાપીથી 19 કિલોમીટર દૂર દાદરા નગર હવેલીના નારોલી ગામમાં નોંધાયું છે. ગુજરાત-દાદ...
પ્રસિદ્ધિની લ્હાયમાં આલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પહોંચી જતી પાટકર એન્ડ મંડળી આપી રહી છે કોરોનાને આમંત્રણ

પ્રસિદ્ધિની લ્હાયમાં આલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પહોંચી જતી પાટકર એન્ડ મંડળી આપી રહી છે કોરોનાને આમંત્રણ

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ ઘટયા છે. જ્યારે બીજી તરફ ત્રીજી લહેર ત્રાટકવાની તૈયારીમાં છે. ત્યારે જેમ બીજી લહેર નેતાઓના પાપે ગંભીર બની હતી. તેવી જ રીતે ત્રીજી લહેરમાં પણ નેતાઓના કાર્યક્રમો મુખ્ય વિલન બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ સરકાર માસ્ક પહેરવા, વેકસીન લેવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહી છે. તો બીજી તરફ તેમના જ પ્રસિદ્ધિ ભૂખ્યા મંત્રીઓ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે.  વલસાડ જિલ્લામાં હાલ કોરોના હળવો થયા બાદ આદિજાતિ વિકાસ અને વન મંત્રી રમણલાલ પાટકર સતત જિલ્લાના અલગ અલગ ગામમાં પ્રવાસ કરી રહ્યાં છે. એક નેતાએ કેવા કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવું જોઈએ? કોરોનાને ધ્યાનમાં રાખી કેટલું સાવચેત રહેવું જોઈએ તેની રતીભાર ગતાગમ નહિ ધરાવતા પાટકર પ્રસિદ્ધિની લ્હાયમાં આલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પોતાની મંડળી સાથે પહોંચી જાય છે. અન...
પ્રસિદ્ધિની લ્હાયમાં અલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પહોંચી જતી પાટકર એન્ડ મંડળી આપી રહી છે કોરોનાને આમંત્રણ

પ્રસિદ્ધિની લ્હાયમાં અલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પહોંચી જતી પાટકર એન્ડ મંડળી આપી રહી છે કોરોનાને આમંત્રણ

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ ઘટયા છે. જ્યારે બીજી તરફ ત્રીજી લહેર ત્રાટકવાની તૈયારીમાં છે. ત્યારે જેમ બીજી લહેર નેતાઓના પાપે ગંભીર બની હતી. તેવી જ રીતે ત્રીજી લહેરમાં પણ નેતાઓના કાર્યક્રમો મુખ્ય વિલન બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ સરકાર માસ્ક પહેરવા, વેકસીન લેવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહી છે. તો બીજી તરફ તેમના જ પ્રસિદ્ધિ ભૂખ્યા મંત્રીઓ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે.  વલસાડ જિલ્લામાં હાલ કોરોના હળવો થયા બાદ આદિજાતિ વિકાસ અને વન મંત્રી રમણલાલ પાટકર સતત જિલ્લાના અલગ અલગ ગામમાં પ્રવાસ કરી રહ્યાં છે. એક નેતાએ કેવા કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવું જોઈએ? કોરોનાને ધ્યાનમાં રાખી કેટલું સાવચેત રહેવું જોઈએ તેની રતીભાર ગતાગમ નહિ ધરાવતા પાટકર પ્રસિદ્ધિની લ્હાયમાં અલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પોતાની મંડળી સાથે પહોંચી જાય છે. અન...
NDRF Mock Drill :- વલસાડના હનુમાન ભાગડા ખાતે ઔરંગા નદીમાં ડૂબતા 6 લોકોને NDRF ની ટીમેં રેસ્ક્યુ કર્યા

NDRF Mock Drill :- વલસાડના હનુમાન ભાગડા ખાતે ઔરંગા નદીમાં ડૂબતા 6 લોકોને NDRF ની ટીમેં રેસ્ક્યુ કર્યા

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લામાં ભારે વરસાદ દરમ્યાન ઔરંગા નદીમાં આવતા પુરથી લોકો સલામત રહે સુરક્ષિત રહે તેવા ઉદ્દેશ્યથી NDRF ની ટીમ દ્વારા ઔરંગા નદીના કાંઠા વિસ્તારમાં આવેલ હનુમાનભાગડા ખાતે મૉકડ્રિલનું આયોજન કરાયું હતું. મૉક ડ્રિલ અંગે ઉભા કરેલા સિનારિયો મુજબ વહીવટી તંત્રને સવારે 9:30 વાગ્યે કોલ આવ્યો હતો કે હનુમાનભાગડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીના પાણી ઘરોમાં ઘુસી ગયા છે. આ જાણકારી NDRF ની ટીમને મળતા તેની એક બચાવ ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.  બચાવ ટીમે તાત્કાલિક ત્યાં ફસાયેલા લોકોને પોતાના ઘરમાંથી બહાર કાઢી બસ મારફતે શેલ્ટર હોમમાં ખસેડયા હતાં. જે દરમ્યાન ફરી વહીવટીતંત્રએ સૂચના આપી હતી કે ઔરંગા નદીમાં 5 થી 6 લોકો તણાયા છે. અને તે ડૂબી રહ્યા છે. જેને બચાવવામાં આવે જે સૂચના આધારે ટીમે તાત્કાલિક બોટ મારફતે 6 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતાં. મૉક ડ્...
સરીગામ GIDCમાં મદુરા, વેસ્ટર્ન અને JBF કંપનીઓના પાપે વરસાદમાં ભરાયા કમર સુધી પાણી, એક કિલોમીટર સુધી કાર તણાઈ, 15ને રેસ્ક્યુ કર્યા

સરીગામ GIDCમાં મદુરા, વેસ્ટર્ન અને JBF કંપનીઓના પાપે વરસાદમાં ભરાયા કમર સુધી પાણી, એક કિલોમીટર સુધી કાર તણાઈ, 15ને રેસ્ક્યુ કર્યા

Gujarat, National
સરીગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રવિવારે સવારે 6 થી 10 વાગ્યા દરમ્યાન વરસેલા જોરદાર વરસાદમાં સરીગામ GIDC માં મદુરા અને વેસ્ટર્ન કંપનીના વળાંકમાં તેમજ JBF કંપની નજીક પાણીમાં તણાયેલ બાઇક-કાર સહિત 15 લોકોને ફાયરે રેસ્ક્યુ કર્યા હતાં. જ્યારે એક કાર પાણીમાં 1 કિલોમીટર સુધી તણાઈ હતી. જ્યાંથી ફાયરના જવાનોએ તેને બહાર કાઢી હતી. વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ભારે વરસાદે સમગ્ર વિસ્તારને કમરસમાં પાણીમાં ગરકાવ કરી દીધો હતો.      વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રવિવારે મેઘરાજાએ પોતાના રૌદ્ર સ્વરૂપનો પરચો બતાવ્યો હતો. માત્ર 4 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી ભરાયા હતાં. એવામાં સરીગામ GIDC વિસ્તારમાં વરસાદી પાણીના વહેણ પર ઉભી કરેલી ઇમારતો અને ઔદ્યોગિક એકમોને કારણે કમર સુધીના પાણી ભરાયા હતાં. સરીગામ GIDC માં વેસ્ટર્ન કંપની અને મદુરા કંપની નજીકના વળાંકમાં અ...
ભારે વરસાદમાં સરીગામ GIDC ની કંપનીએ તાણી દીધેલી દીવાલને કારણે સરઈના ઘરોમાં પાણી ભરાયા લોકોએ ઘર બહાર આશરો લેવો પડ્યો

ભારે વરસાદમાં સરીગામ GIDC ની કંપનીએ તાણી દીધેલી દીવાલને કારણે સરઈના ઘરોમાં પાણી ભરાયા લોકોએ ઘર બહાર આશરો લેવો પડ્યો

Gujarat, National
વલસાડ :- રવિવારે વરસેલા ભારે વરસાદમાં સરીગામ GIDCમાં આવેલ JBF કંપનીએ તાણી દીધેલી દીવાલને કારણે સરઈના રાય સાગર ફળિયાના 8 ઘરોમાં પાણી ભરાયા હતાં. લોકોએ ઘર બહાર આશરો લેવો પડ્યો હતો. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારે મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. રવિવારે વહેલી સવારના 6 વાગ્યાથી 10 વાગ્યામાં સરેરાશ 9થી 10 ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતાં. જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.   ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારથી હાથતાળી આપતા મેઘરાજાએ રવિવારે વલસાડ જિલ્લા પર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પોતાનું હેત વરસાવ્યું હતું. રવિવારે વલસાડ જિલ્લાના વાપીમાં સવારના 06 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 8.94 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરગામ તાલુકામાં 4 કલાકમાં 9.93 ઇંચ વરસાદ વરસ્યો હતો. એ ઉપરાંત કપરડામાં 1.42 ઇંચ, ધરમપુર માં 3.52 ઇંચ, પારડીમાં 3.24 ઇં...
રૂપાણી સરકારની નારગોલ બીચ, મત્સ્ય બંદરના સ્થાને પોર્ટની જાહેરાત બાદ તેના જ મંત્રી જિલ્લાના પ્રવાસન અને મત્‍સ્‍યોદ્યોગના વિકાસ માટે વલસાડ આવ્યા

રૂપાણી સરકારની નારગોલ બીચ, મત્સ્ય બંદરના સ્થાને પોર્ટની જાહેરાત બાદ તેના જ મંત્રી જિલ્લાના પ્રવાસન અને મત્‍સ્‍યોદ્યોગના વિકાસ માટે વલસાડ આવ્યા

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લામાં આવેલ નારગોલ બંદર માટે થોડા સમય પહેલા જ રૂપાણી સરકારે પોર્ટ બનાવવાની જાહેરાત કરી આ સુંદર રમણીય બીચની પ્રવાસન સ્થળમાંથી બાદબાકી કરી નાખી છે. એટલું જ નહીં વર્ષોથી મત્સ્યબંદર માટે આધુનિક સગવડની રાહ જોતા નારગોલ-ઉમરગામ ના માછીમારોના સપનાઓ પર પણ પાણી ફેરવી દીધું છે. ત્યારે આજે તેમના જ પ્રવાસન અને મત્‍સ્‍યોદ્યોગ રાજયમંત્રી જવાહર ચાવડાએ વલસાડ જિલ્લાના પ્રવાસન સ્‍થળોના વિકાસ અને મત્‍સ્‍યોદ્યોગ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.  રાજયના પ્રવાસન અને મત્‍સ્‍યોદ્યોગ રાજય મંત્રી જવાહર ચાવડાની ઉપસ્‍થિતિમાં બુધવારે કલેકટર કચેરીના સભાખંડમાં વલસાડ જિલ્‍લાના પ્રવાસન સ્‍થળોના વિકાસ અને મત્‍સ્‍યોદ્યોગ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકમાં જવાહર ચાવડાએ વલસાડ જિલ્લાના પ્રવાસન સ્‍થળો વિલ્‍સન હિલ, પારનેરા ડુંગર અને ઉદવાડાના વિકાસ માટે થઇ રહેલા કાર્યો અને જિલ્‍લાના મત્‍સ્‍યોદ્યોગ વિભાગન...
વલસાડ જિલ્લામાં રાજ્‍ય ગૃહમંત્રી વાપીમાં DYSP ઓફીસ, LCB, SOG અને પોલીસ આવાસ પર નજર નાખવાનું ભૂલી ગયા?

વલસાડ જિલ્લામાં રાજ્‍ય ગૃહમંત્રી વાપીમાં DYSP ઓફીસ, LCB, SOG અને પોલીસ આવાસ પર નજર નાખવાનું ભૂલી ગયા?

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લા પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકમાં હાજરી અને પોલીસ મથકના ભૂમિપૂજન સહિત અનેક જાહેરાતો કરવા રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા શનિવારે વલસાડ આવ્યાં હતા. વલસાડમાં જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, વલસાડ રૂરલ, પારડી અને ડુંગરાને PI કક્ષાનું તેમજ સરીગામ ખાતે નવું પોલીસ સ્‍ટેશન બનાવશે. વાપી, ઉમરગામ અને પારડી નગરપાલિકા વિસ્‍તારોમાં 152 સીસીટીવી કેમેરા લગાવી કાયદો અને વ્‍યવસ્‍થા સુદૃઢ બનાવશે. રાજ્યની પોલીસને સ્માર્ટ નહીં શાર્પ બનાવશે. જો કે વાપીમાં વર્ષોથી DYSP ઓફીસ, LCB, SOG માટે પોતાનું પોલીસ સ્ટેશન કે ઓફીસ નથી બની. વાપીના પોલીસ લાઈનમાં કર્મચારીઓ માટે આવાસની ઘટ જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવાનું કે જાહેરાત કરવાની ભૂલી ગયા હતાં. વલસાડ જિલ્લો સરહદી જિલ્લો છે. અહીં મોટાપાયે દારૂની હેરાફેરી તો તે સાથે બીજી અનેક બદીઓ પોલીસ અને પ્...
દમણમાં Extra Premium Petrol 100.48 ₹ પ્રતિ લીટર, Valsad-Vapi 99.57 ₹ per Liter!

દમણમાં Extra Premium Petrol 100.48 ₹ પ્રતિ લીટર, Valsad-Vapi 99.57 ₹ per Liter!

Gujarat, National
દમણ :- Union Territory Daman માં tax benefit ને કારણે Gujarat ની સરખામણીએ પેટ્રોલ ડિઝલનો ભાવ ઓછો રહે છે. પરંતુ 16મી જુલાઈએ દમણમાં Extra Premium Petrol નો ભાવ 100.48 ₹ પ્રતિ લીટર થયો હતો. તો, Regular Petrol price 96.58 ₹ per Liter હતી. જેની  comparison માં વલસાડ જિલ્લામાં રેગ્યુલર પેટ્રોલનો ભાવ 99.10 Rs થી 99.57 ₹ પ્રતિ લીટર રહ્યો હતો. કેન્દ્રશાસિત દમણમાં 16મી જુલાઈના Extra Premium Petrol નો Rate 100.48 ₹ પ્રતિ લીટર હતો. જ્યારે Regular Petrol price 96.58 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. Diesel price in Daman 95.09 રૂપિયા પ્રતિ લીટર હતો. તો, વાપીમાં Premium Petrol 99.34 ₹ અને Diesel priced Rs. 97.81 હતું. સંઘપ્રદેશ દમણમાં પેટ્રોલનો ભાવ જે 1st julyના 94.01 ₹ હતો. તેમાં છેલ્લા 15 day દરમ્યાન 2.66 %નો વધારો નોંધાતા 16મી જુલાઈએ પેટ્રોલનો ભાવ 96.58 રૂપિયા લીટર થયો છે. એ જ ર...
વલસાડના MLAની 11 સાયકલવીરો સાથેની રસીકરણ જાગૃતિ રેલીમાં ઢોર આડા આવ્યા! પેટ્રોલ માટે હોત તો મહારેલી બનતે!

વલસાડના MLAની 11 સાયકલવીરો સાથેની રસીકરણ જાગૃતિ રેલીમાં ઢોર આડા આવ્યા! પેટ્રોલ માટે હોત તો મહારેલી બનતે!

Gujarat, National
વલસાડ :- corona હળવો થયો છે. લોકો vaccinationથી દૂર ભાગી રહ્યા છે. દેશમાં petrolનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના MLA ભરત પટેલ vaccination awareness માટે શહેરના 11 વોર્ડમાં cycle પર ફરી લોકોને જાગૃત કરવા નીકળ્યા હતાં. જો કે લોકોનું માનીએ તો સદાય મોંઘી carમાં ફરતા નેતા સાયકલ પર શહેરમાં નીકળતા પેટ્રોલના Rising prices નેતાઓને પણ ભારે પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.  Valsad districtમાં કોરોના હવે હળવો થયો છે. વહીવટી તંત્ર અને health વિભાગ દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરી છે. જો કે કોરોના સામે રક્ષણ આપતી રસી લેવામાં નગરજનોને સમયસર ડોઝ મળતા નથી. એટલે જોઈએ તેવી વેકસીનેશન ઝુંબેશ આગળ વધતી નથી. આ અંગે ધારાસભ્ય ભરત પટેલના જણાવ્યા મુજબ માત્ર 15થી 17 ટકા જ વેકસીનેશન થયું છે. એટલે તેઓ પોતે સાયકલ પર વેકસીનેશન જાગૃતિ ફેલાવવા નીકળ્યા છે. જો કે નવાઈની વાત એ હ...