Saturday, December 21News That Matters

Most Popular

Earth Day: મને ક્ષમા કરજો, કેમ કે હું તમને મારા પગથી સ્પર્શ કરું છું: મોદીએ પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો વીડિયો શેર કર્યો

Earth Day: મને ક્ષમા કરજો, કેમ કે હું તમને મારા પગથી સ્પર્શ કરું છું: મોદીએ પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો વીડિયો શેર કર્યો

Gujarat, Most Popular, National
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિડીઓના માધ્યમથી કહ્યું છે કે પૃથ્વી દિવસ એ પૃથ્વી માતા પ્રત્યેની તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણા ગ્રહની સંભાળ રાખવા માટેની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા વિશે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે દેશના ભૂગર્ભ જળથી માંડીને જંગલ, જંગલમાં વસતા પ્રાણીઓ, સૌરઉર્જા, પ્રાકૃતિક ખેતીમાં થયેલી પ્રગતિની વિગતો આપી પૃથ્વી દિવસની અનોખી ઉજવણી, સંરક્ષણ અને સંવર્ધનની વાત કહી છે.     "#EarthDay એ પૃથ્વી માતાની તેમની દયા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણા ગ્રહની સંભાળ રાખવાની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા વિશે છે." તેવું વીડિઓ સાથેના ટ્વીટ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આપણી પૃથ્વી જેને ભારતમાં માતાનું રૂપ માનવામાં આવ્યું છે. તેનું સંરક્ષણ, સંવર્ધન દરેક પેઢીનું દાયિત્વ છે. એ ઉપરાંત વિડીઓના અંતમાં ...
હાર્દિક પટેલે હિન્દુવાદી પાર્ટીમાં જોડાવું જોઈએ, હિન્દુ ધર્મ સંમેલનમાં નૌતમ સ્વામીની અપીલથી રાજકારણમાં ખળભળાટ!

હાર્દિક પટેલે હિન્દુવાદી પાર્ટીમાં જોડાવું જોઈએ, હિન્દુ ધર્મ સંમેલનમાં નૌતમ સ્વામીની અપીલથી રાજકારણમાં ખળભળાટ!

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના વાપી ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દૂ ધર્મ સેના વલસાડ, વાપી અને ડાંગ આયોજિત વિરાટ હિન્દૂ ધર્મ સંમેલન અને દિક્ષાન્ત સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા નૌતમ સ્વામીએ સંત સમિતિ વતી હાર્દિક પટેલને હિન્દુવાદી પાર્ટી માં જોડાય તેવી અપીલ કરી હતી.  અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રમુખ નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમય સંદર્ભે હું અખિલ ભારતીય સંત સમિતિ વતી હાર્દિક પટેલને અપીલ કરું છું કે તેણે ગુજરાતને નવી દિશા આપવા માટે હિન્દુવાદી પાર્ટીમાં જોડાવું જોઈએ. ગુજરાતમાં તેમણે છેડેલા આંદોલન બાદ તેના યુવા ફોલોઅર્સ ખૂબ વધારે છે. પટેલ આંદોલન બાદ મોટી સંખ્યામાં યુવાનો તેની સાથે જોડાયેલ છે. ગુજરાત હિન્દુત્વની લાયબ્રેરી છે. આઝાદીના સમયે ગુજરાતે દેશને ગાંધી-સરદાર આપ્યા હતા. હાલમાં દેશને નરેન્દ્ર મોદી અને અમિતશાહ મળ્યા છે. હવે પછીના સમય માટે હા...
વાપીની સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડિજિટલ શિક્ષણની પહેલ, Aakash-BYJU’s દ્વારા સેટેલાઈટના માધ્યમથી લેવાશે લાઇવ કલાસીસ 

વાપીની સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડિજિટલ શિક્ષણની પહેલ, Aakash-BYJU’s દ્વારા સેટેલાઈટના માધ્યમથી લેવાશે લાઇવ કલાસીસ 

Gujarat, Most Popular, National, Science & Technology
વાપી નજીક રાતા ગામમાં શિક્ષણની અલખ જગાવનાર શૈક્ષણિક સંસ્થા સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી ખાતે JEE, NEET, રાષ્ટ્રીય પ્રતિભાશોધ, ગણિત, વિજ્ઞાન અને ઓલમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી વિદ્યાર્થીઓને શિક્ષણમાં સક્ષમ બનાવવા ધોરણ 9થી ડિજિટલ શિક્ષણની પહેલ કરી છે. આ માટે શાળાએ સમગ્ર ભારતમાં ડીજીટલ શિક્ષણ માટે જાણીતી આકાશ - બાયજુસ કંપની સાથે ટાઇ- અપ કરી રવિવારે સેટેલાઈટના માધ્યમથી લાઇવ કલાસીસ શિક્ષણનો શુભારંભ કર્યો હતો. વાપીમાં રાતા ખાતે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમીએ Aakash-Byju's સાથે ડિજિટલ શિક્ષણની પહેલ કરી છે. આ અંગે રવિવારે શાળાના ટ્રસ્ટી અપૂર્વ પાઠક અને AESL ના ડિરેકટર પ્રવીણ કુમારે પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી. શાળામાં ઓફલાઇન ને બદલે ઓનલાઈન શિક્ષણ આપવાની આ પહેલ અંગે તેઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત સારસ્વત ઇ...
વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષાંત સમારોહમાં સંતો, રાજકીય આગેવાનો “રાષ્ટ્રીય હિન્દુ બોર્ડ” જેવી સંસ્થાની રચના કરવા મનોમંથન કરે!

વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષાંત સમારોહમાં સંતો, રાજકીય આગેવાનો “રાષ્ટ્રીય હિન્દુ બોર્ડ” જેવી સંસ્થાની રચના કરવા મનોમંથન કરે!

Gujarat, Most Popular, National
અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના વલસાડ, વાપી, ડાંગ દ્વારા આગામી તારીખ 17મી એપ્રિલ રવિવારના વાપી ખાતે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન તથા દિક્ષાંત સમારોહનું આયોજન કરવામા આવ્યું છે. આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિ અધ્યક્ષ નૌતમસ્વામીજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત રાજ્યભરના સંતો, મહંતો અને આગેવાનો સહિત હજારોની સંખ્યામાં હિન્દુ ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે. ત્યારે આ સંમેલનમાં અન્ય મહત્વના મુદ્દાઓ સાથે હિન્દૂ સમાજને મદદરૂપ થઇ શકે તેવી વિશેષ "રાષ્ટ્રીય હિન્દુ બોર્ડ" જેવી સંસ્થાની રચના કરવા મનોમંથન કરે તેવા સૂચનો સમાજના બુદ્ધિજીવીઓના છે. વાપીના ચલા અજીત નગર ખાતે રવિવારે સાંજે 5 કલાકે આયોજીત આ સંમેલનમાં અધ્યક્ષ અને સલવાવના સંત કપિલ સ્વામી, માધવસ્વામી, ગોપાલસ્વામી મહંત અમરગીરી બાપુ તથા મહંત સેક્રેટરી અખંડાનંદ સરસ્વતી મહાર...
ભાજપના નેતાઓ કાર્યકરોની ફૌજ સાથે ઉદ્ઘાટનમાં, નિષ્ક્રિય કોંગ્રેસ બેઠકમાં, આપ આવેદનોમાં વ્યસ્ત! વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારી?

ભાજપના નેતાઓ કાર્યકરોની ફૌજ સાથે ઉદ્ઘાટનમાં, નિષ્ક્રિય કોંગ્રેસ બેઠકમાં, આપ આવેદનોમાં વ્યસ્ત! વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારી?

Gujarat, Most Popular, National
ગુજરાતમાં હાલ જે રીતે રાજકારણમાં પલટા આવી રહ્યા છે. જે રીતે ભાજપ સિવાયના પક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અને અન્ય પાર્ટીઓના નેતાઓ ગુજરાતમાં આંટાફેરા મારી રહ્યા છે. ભાજપના નેતાઓ ઉદ્ઘાટનોમાં કાર્યકરોની ફૌજ સાથે જોવા મળી રહ્યા છે. તે જોતા ગુજરાતના મતદારોએ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 વહેલી આવશે તેવી આગાહી શરૂ કરી દીધી છે.  ગુજરાતમાં 22 વરસથી ભાજપ એક હથ્થુ શાસન ચલાવે છે જો કે આ વખતે આ શાસનને ડામાડોળ કરી શકે તેવી ભીતિ ભાજપને છે. કેમ કે આ વખતે કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી ભાજપ ને મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે. અને તેના એંધાણ આપ પાર્ટીએ સુરતથી શરૂ કરીને હાલમાં રાજકોટ સુધીની રાજકીય ગતિવિધિઓમાં આપી દીધા છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે પર ખાસ રણનીતિ બનાવી કાર્યકરો સાથે પેજ કમિટીના નામે, નવી ટોપી-ખેસ ના નામે સંમેલનો શરૂ કરી દીધા છે. દરેક વિધાનસભાના નેતાઓ...
2022ના માર્ચ મહિના સુધીમાં RPFએ વિવિધ ઓપરેશન અંતર્ગત રેલવે સ્ટેશન પર બજાવી સરાહનીય કામગીરી 

2022ના માર્ચ મહિના સુધીમાં RPFએ વિવિધ ઓપરેશન અંતર્ગત રેલવે સ્ટેશન પર બજાવી સરાહનીય કામગીરી 

Gujarat, Most Popular, National
ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારી સુરત, ભરૂચ, વડોદરા રેલવે સ્ટેશન ભલે દમણ-સેલવાસના દારૂની હેરાફેરી માટે વગોવાયેલું હોય પરંતુ તેમ છતાં દેશના રેલવે સ્ટેશન પર કાર્યરત RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા વર્ષ 2022માં માર્ચ મહિના સુધીમાં અનેક સરાહનીય કામગીરી કરી છે. RPFને રેલ્વે સંપત્તિ, પેસેન્જર એરિયા, મુસાફરો અને તેની સાથે જોડાયેલ બાબતોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલિત કાર્યવાહી કરતી વખતે રેલ્વે સુરક્ષા, મુસાફરોની સુરક્ષા અને મુસાફરોને સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી મહત્વની સફળતા મેળવી છે.       આ અંગે PIB દ્વારા વિવિધ ઘટનાઓ સંદર્ભે આપેલી વિગતો મુજબ મુસાફરો ઉતાવળમાં ચાલતી ટ્રેનમાં ચઢવાનો/ઉતરવાનો પ્રયાસ કરે છે, લપસી જાય છે અને ટ્રેનના પૈડા નીચે આવી જવાના જોખમ સાથે પડી જાય છે. અથવા તો જાણી જોઈને ચાલતી ટ્રેનની સામે આવીને આત્મહત...
ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીને જયપુરમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય જાટ સંસદનું આમંત્રણ આપવા રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા વાપી આવ્યાં

ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીને જયપુરમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય જાટ સંસદનું આમંત્રણ આપવા રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા વાપી આવ્યાં

Gujarat, Most Popular, National
13મી એપ્રિલે જાટ આંતરરાષ્ટ્રીય દિવસ હતો. આ શુભ દિને વાપીમાં કાર્યરત ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદને આગામી 12મી જૂને જયપુરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પરિષદમાં ઉપસ્થિત રહેવા આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પરિષદના સંયોજક રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા આમંત્રણ પાઠવવા વાપી આવ્યાં હતાં. જેઓનુ વાપી જાટ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં વસતા જાટ સમાજના લોકોને એક મંચ પર લાવી સમાજને નવી દિશા આપવાના ઉદેશયથી કાર્યરત આંતરરાષ્ટ્રીય જાટ સંસદ દ્વારા 22મી જૂન 2022ના જયપુર ખાતે દ્વિતીય આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશ્વના 130 દેશોમાંથી જાટ સરદાર ઉપસ્થિત રહશે. જે અંગેનું આમંત્રણ વાપીમાં કાર્યરત ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદને પાઠવવા સંયોજક રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા વાપીમાં ઉપસ્થિત રહ્યા હતા. જેઓનુ વાપી જાટ...
DFCCIL ના ગતિશીલ પ્રોજેકટમાં વાપી વાસીઓએ 2 વર્ષ સુધી પીસાવું પડશે!

DFCCIL ના ગતિશીલ પ્રોજેકટમાં વાપી વાસીઓએ 2 વર્ષ સુધી પીસાવું પડશે!

Most Popular
રિપોર્ટ :- જ્ઞાનવીર વાપી :- જિલ્લાના વાપી સહિત વલસાડમાં હાલ DFCCIL પ્રોજેકટ હેઠળ ફ્રેઈટ કોરિડોરની કામગીરી પ્રગતિમાં છે. આ અંગે આ વિસ્તારમાં વર્ષોથી લોકો જે ગરનાળાઓનો ઉપયોગ આવાગમન માટે કરતા હતા તેને બંધ કરવાની નોબત આવી છે. વલસાડમાં આવા જ રેલવે ગરનાળાને કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જો કે વાપીમાં પણ પ્રોજેકટની કામગીરીને લઈને જૂનું રેલવે ગરનાળુ બંધ કર્યું છે. વાપીવાસીઓ માટે એટલે જ આગામી 2 વર્ષ સુધી DFCCIL ના ગતિશીલ પ્રોજેકટને કારણે પીસાવું પડશે.   વાપીમાં હાલ વેસ્ટર્ન રેલવે કોરિડોરમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર JNPT (જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલ) થી દાદરી વાયા વડોદરા-અમદાવાદ-પાલનપુર-ફૂલેરા-રેવારી સુધીના ડબલ લાઇન ઇલેક્ટ્રિક (2 એક્સ 25 કેવી) ના 1504 કિલોમીટરના અંતરનો પ્રોજેેેકટ પ્રગતિમાં ચાલીમાં રહ્યો છે. વાપીમાં પણ આ પ્રોજેકટ હેઠળ વોટર ડ્રેઇન, સાઈડ ડ્રેઇન, સેન્ટ...