મોદી સરકારના શાસનમાં દેશમાં ઔદ્યોગિક વૃદ્ધિ થઈ છે, 4 ટ્રીલીયન ડોલરના ઉત્પાદનો એક્સપોર્ટ કર્યા:- કનું દેસાઈ
વાપી GIDC માં એનવાયર્નમેન્ટ ડ્રાઈવ અંતર્ગત પોકેટ ગાર્ડન અને વૃક્ષારોપણ ના કાર્યક્રમના લોકાર્પણ અને ખાતમુહરત ના કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે દેશમાં ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો હોવાની વાત કહી હતી. તેમજ અસ્ટોલ પાણી યોજના પૂર્ણ કર્યા બાદ આગામી દિવસોમાં 500 કરોડની જોગવાઈ સાથે ઉંચા પર્વતો વચ્ચે 10 મીટરના ડેમ બનાવી પાણીનો સંગ્રહ કરી પાણીની તંગી દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું
શનિવારે વાપી GIDC વિસ્તારમાં ઉદ્યોગોના સહકારથી તૈયાર કરવામાં આવેલા પોકેટ ગાર્ડન અને ગ્રીન સ્પેસમાં વૃક્ષારોપણ કરી વાપીને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથેના કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે પોકેટ ગાર્ડનનું ઉદ્દઘાટન તેમજ ગ્રીનસ્પેસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતમાં અને ગ...