ચોમાસામાં અકાશી વીજળી પડવા જેવી કુદરતી આફતને અટકાવી ન શકાય પણ આટલા સાવચેતીના પગલાંથી નુકશાની અટકાવી શકાય
ચોમાસાની શરૂઆતમાં વીજળી પડવાને કારણે માનવ–પશુઓ મૃત્યુના બનાવ બનતા હોય છે જેમાં જાનહાનિ થવાની સંભાવના હોય છે. કુદરતી આફત સામે લડી શકાય નહીં પરંતુ તેનાથી બચવા માટે સાવધાની રાખવામાં આવે તો નુકશાની અટકાવી શકાય છે. વલસાડ જિલ્લામાં વીજળીના કારણે કોઈ હોનારત ન સર્જાઈ તે માટે વલસાડ જિલ્લાની જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવાં માટે નીચે મુજબના પગલાં ભરવાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી અનુરોધ કરાયો છે.
જ્યારે ઘરની અંદર હોવ ત્યારે........
વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું, તારથી ચાલતાં ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દૂર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દૂર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું જોઇએ.
આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો......
ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશ...