Thursday, January 30News That Matters

Gujarat

ખેલ મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

ખેલ મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

Gujarat, National
ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત ખેલ મહાકુંભમાં વાપી તાલુકા કક્ષા એ ભાઈઓ તથા બહેનોની જુદા જુદા વયજૂથની ખો ખો સ્પર્ધા વાપી ખાતે યોજાઈ હતી જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સ્થિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભ 3.O તાલુકા કક્ષાએ ખો-ખો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને ગુજરાત બોર્ડ ઇંગ્લીશ મિડીયમ ની અન્ડર 14 અને અંડર 17 બહેનોની ટીમ પ્રથમ ક્રમે રહી હતી. અને અંડર 17 ભાઇઓની ટીમ બીજાં ક્રમે વિજેતા બની હતી. તથા શ્રી સ્વામિનારાયણ સી બી એસ સી સ્કૂલ અંડર 17 ભાઇઓની ટીમ પ્રથમ રહી હતી. ખેલ મહાકુંભ 3.૦ તાલુકા કક્ષાની ભાઇઓ અને બેહનોની ખો-ખો સ્પર્ધા સેંટ ફ્રાન્સિસ સ્કુલ, ચલા વાપી ખાતે તારીખ:૦૭/૦૧/૨૦૨૫ મંગળવારના રોજ યોજાયી હતી. આ સ્પર્ધાનું માર્ગદર્શન સંસ્થાના કેમ્પસ એકેડમીક ડિરેક્ટર ડૉ. શૈલેષ વી...
લો બોલો…! ચોરટાઓએ દમણ Excise વિભાગના Warehouseમાં જ ચોરી કરી અને એ પણ 14 લાખની કિંમતના દારૂની? વળી પાછા દમણ પોલીસની તપાસમાં 9 પકડાઈ પણ ગયા…!

લો બોલો…! ચોરટાઓએ દમણ Excise વિભાગના Warehouseમાં જ ચોરી કરી અને એ પણ 14 લાખની કિંમતના દારૂની? વળી પાછા દમણ પોલીસની તપાસમાં 9 પકડાઈ પણ ગયા…!

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં Excise વિભાગના Warehouse માં જપ્ત કરેલા દારૂના સંગ્રહમાંથી રૂપિયા 14,05,032/-ના દારૂની ચોરી થઇ હતી. PWD ગોડાઉન, ફોર્ટ એરિયા, મોટી દમણ ખાતેના વેરહાઉસમાંથી ચોરાયેલ આ  દારૂની ફરિયાદ આધારે દમણ પોલીસે ગણતરીના દિવસોમાં જ કુલ 9 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બે દિવસ પહેલા એટલે કે, 07/01/2025 ના Excise Inspector એલ્ફિન્સ્ટન અજવેધોએ કોસ્ટલ પોલીસ સ્ટેશન, મોટી દમણમાં ફરિયાદ નોંધાવી હતી કે, PWD ગોડાઉન, ફોર્ટ એરિયા, મોટી દમણ ખાતે તેમના વિભાગ દ્વારા જપ્ત કરેલ દારૂનો જથ્થો સંગ્રહિત કર્યો છે. ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી હતી,  જેથી 03/01/2024 ના 20:45 કલાકે ઉપરોક્ત સ્થળ પર તપાસ કરતાં, જાણવા મળ્યું હતું કે, અહીં જે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. તેમાંથી ઘણોખરો દારૂનો જથ્થો ગાયબ હતો. અહીં ગોડાઉનના તાળા અકબંધ હતા, પરંતુ ...
ઉમરગામની રેલવે સમસ્યાના નિરાકરણ માટે સાંસદ ધવલ પટેલ મેદાને:- બાંદ્રા સુરત સુપર ફાસ્ટ એક્સપ્રેસ, વલસાડ બાંદ્રા પસેન્જર ટ્રેનના સ્ટોપેજ તેમજ બાંદ્રા ઉધના સુપરફાસ્ટને નિયમિત કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વેસ્ટર્ન રેલવેના GM ને કરી લેખિત રજૂઆત

ઉમરગામની રેલવે સમસ્યાના નિરાકરણ માટે સાંસદ ધવલ પટેલ મેદાને:- બાંદ્રા સુરત સુપર ફાસ્ટ એક્સપ્રેસ, વલસાડ બાંદ્રા પસેન્જર ટ્રેનના સ્ટોપેજ તેમજ બાંદ્રા ઉધના સુપરફાસ્ટને નિયમિત કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વેસ્ટર્ન રેલવેના GM ને કરી લેખિત રજૂઆત

Gujarat, National
વલસાડ અને ડાંગ લોકસભાના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ સતત પ્રજાકીય પ્રશ્નોને લોકસભામાં રજૂ કરી આ વિસ્તારના લોકોને ન્યાય અપાવી રહ્યા છે. ત્યારે, વધુ એકવાર રેલવે મંત્રાલયના અશ્વિની વૈષ્ણવ અને વેસ્ટર્ન રેલવેના GM ને લેખિત રજુઆત કરી છે. જેમાં સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના લોકોને રેલવેની સુવિધા પ્રાપ્ત થાય તે માટે રજુઆત કરી છે. સાંસદ ધવલ પટેલે ઉમરગામ રેલવે સ્ટેશનને બાંદ્રા સુરત સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને વલસાડ બાંદ્રા પસેન્જર ટ્રેનનું સ્ટોપેજ આપવા તેમજ બાંદ્રા ઉધના સુપરફાસ્ટને નિયમિત કરવા લેખિત રજૂઆત કરી છે. સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રાલયના અશ્વિની વૈષ્ણવ અને વેસ્ટર્ન રેલવેના GM ને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, ટ્રેન નંબર 59046 વલસાડ બાંદ્રા પેસેન્જર ટ્રેન અને ટ્રેન નંબર 12935/12936 બાંદ્રા સુરત સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ઉમરગામ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે તે...
પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન મેળવ્યું  

પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન મેળવ્યું  

Gujarat, National
નેપાળના પોખરા ખાતે ઇન્ડો- નેપાળ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને નેપાળના વિવિધ રમતવીરોએ ભાગ લીધો હતો. વલસાડના પારડી સાંઢપોર ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘાબેન પાંડેએ પાવર લિફટિંગ રમતમાં ભાગ લીધો હતો. જેમાં તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.  આ સિવાય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા પર્યાવરણની સુરક્ષા હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ પણ મેઘાબેને કરી હતી. સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ અગાઉ પણ મેઘાબેને વલસાડ, પૂના, જયપુર અને દિલ્હીમાં યોજાયેલી પાવર લિફટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ અનેક મેડલો મેળવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે પણ સારી કામગીરી કરી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. મેઘાબેનને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળેલી સિદ્ધિને શાળાના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો તેમજ જિલ...
ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ દ્વારા 1 જાન્યુઆરી 2025 બુધવારના રોજ વિશ્વ વંદનીય આઈ શ્રી સોનલ માઁ ના 101 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ દ્વારા 1 જાન્યુઆરી 2025 બુધવારના રોજ વિશ્વ વંદનીય આઈ શ્રી સોનલ માઁ ના 101 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Gujarat, National
સોનલ બીજ નિમિત્તેના આ આયોજન હેઠળ સવારે 10:00 કલાકે માતાજીનું સામૈયું અને શોભાયાત્રા તથા ત્યાર બાદ માતાજીની આરતી મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વેસ્ટર્ન રેલવેના એરીયા મેનેજર વલસાડના મનોજભાઈ બારહટ, પ્રહલાદ સિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, નિવૃત્ત DySP એન. કે. લીલા વગેરે ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓના વરદ હસ્તે સમાજના જુનિયર KG થી શરૂ કરી કોલેજ સુધી ભણતા તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. બપોરે ચારણ સમાજ ઉપરાંત અન્ય સમાજના ઉપસ્થિત ભાવિકોએ બહોળી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધેલો હતો. સાજણ ગઢવી, સીતાબેન રબારી તથા ઉમેશ ગઢવી દ્વારા સાજિંદાઓ સાથે રાસ ગરબાની રમઝટમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ પરંપરાગત કચ્છી અને કાઠીયાવાડી રાસ ગરબાનો આનંદ ઉઠાવ્યો હતો. સાંજે મહાઆરતી અને પ્રસ...
વાપી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશ્નર યોગેશ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પરંતુ, સુવિધાઓ ક્યારે મળશે? 11 ગામનો પાણી વેરો, બિલ્ડરો-સરપંચોની મિલીભગતમાં ઉભી કરેલી બિલ્ડીંગો જેવા મુદ્દે કોઈ ચોક્કસ ખુલાસો કર્યો નહિ, શું જાણકારીનો અભાવ?

વાપી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશ્નર યોગેશ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પરંતુ, સુવિધાઓ ક્યારે મળશે? 11 ગામનો પાણી વેરો, બિલ્ડરો-સરપંચોની મિલીભગતમાં ઉભી કરેલી બિલ્ડીંગો જેવા મુદ્દે કોઈ ચોક્કસ ખુલાસો કર્યો નહિ, શું જાણકારીનો અભાવ?

Gujarat, National
વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નવનિયુક્ત થયેલા કમિશ્નર યોગેશ ચૌધરી (IAS)ના અધ્યક્ષસ્થાને પ્રથમવાર પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા 11 ગામોમાં માળખાકીય સુવિધા વહેલી તકે ઉપલબ્ધ કરવાની અને ગ્રામ પંચાયતોમાં જે સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી તે તમામ સુવિધાઓ મહાનગરપાલિકામાં પણ વધુ સારી અને સરળતાથી પૂરી પાડવામાં આવશે એવા ગુલાબી સપના રજૂ કર્યા હતાં. જો કે, તમામ સુવિધાઓ કેટલા સમયમાં મળશે. કઈ રીતે મળી શકશે તે અંગે કોઈ જ ચોક્કસ ખાતરી આપી શક્યા નહોતા વાપી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલ 11 ગામ પહેલેથી વિકસિત ગામ છે. દરેક ગામમાં પાયાની સુવિધાઓ પહેલેથી મળી રહી છે. તેમ છતાં જાણે એ તમામ ગામો પછાત ગામ હોય તેવી ધારણા સાથે બેઠકમાં પત્રકારોને સંબોધીને કમિશ્નરે જણાવ્યું કે, વાપી મહાનગરપાલિકામાં જે 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવા તમામ ગામોમાં સર...
વાપી સિંધી એસોસિએશન દ્વારા ઉમરગામ તાલુકાની કાલઈ આશ્રમશાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બ્લેન્કેટસ, ફૂડ પેકેટ્સ આપી માનવતા મહેકાવી 

વાપી સિંધી એસોસિએશન દ્વારા ઉમરગામ તાલુકાની કાલઈ આશ્રમશાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બ્લેન્કેટસ, ફૂડ પેકેટ્સ આપી માનવતા મહેકાવી 

Gujarat, National
વલસાડ જિલ્લામાં સામાજિક સેવાની સુવાસ ફેલાવવામાં હંમેશા અગ્રેસર રહેતા વાપી સિંધી એસોસિએશન દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાલઈ ગામે આવેલ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને બ્લેન્કેટ, ફૂડ પેકેટ્સ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.  વલસાડ જિલ્લા સહિત દાદરા નગર હવેલી અને દમણમાં કાર્યરત સિંધી એસોસિએશન વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કરે છે. ત્યારે આ અનુસંધાને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાલઈ ગામે આવેલ હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળા કાલઇમાં અભ્યાસ કરતા બાળકોને શિયાળાની ઠંડીમાં રક્ષણ આપવા બ્લેન્કેટ (ધાબળા)નું વિતરણ કર્યું હતું. તેમજ આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકોને કેળા, બિસ્કિટ જેવો પૌષ્ટિક નાસ્તો કરાવ્યો હતો. આ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતાં. આ અંગે વાપી સિંધી એસોસિએશનના ચેરમેન મોહન રાયસિંઘાની દ્વારા અપાયેલ માહિતી મુજબ વાપી સિંધી એસોસિએશનના પ્રેસિડે...
વાપી-સરીગામમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝને આગવું સ્થાન અપાવનાર સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 551 યુનિટ રક્ત એકત્ર કરાયું

વાપી-સરીગામમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝને આગવું સ્થાન અપાવનાર સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 551 યુનિટ રક્ત એકત્ર કરાયું

Gujarat, National
વલસાડ જિલ્લામાં સરીગામ GIDC અને વાપી GIDC માં કાર્યરત એન. આર. અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝ અને ગાયત્રી શક્તિ ગ્રુપ ઓફ કંપની દ્વારા સ્વ. એન. આર. અગ્રવાલજીની પુણ્યતિથિ નિમિતે સરીગામના SIA હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 551 રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું. છેલ્લા 10 વર્ષથી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે SIA ના સહયોગમાં સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે તેમાં ઉત્સાહભેર રક્તદાતાઓ રક્તનું દાન કરે છે. પુરુષ રક્તદાતાઓ સાથે મહિલા રક્તદાતાઓએ પણ ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું. આ પ્રસંગે સોશ્યલ વેલફર કમિટી ના બી. કે. દાયમાં એ જણાવ્યું હતું કે, રક્ત એ કોઈ ફેકટરીમાં ઉત્પન્ન થતું નથી. તે માનવના શરીરમાં બનતું હોય તેને એક માનવે જ બીજા માનવના જીવનને બચાવવા આપવું પડે છે. આજના રક્તદાન શિબિરમાં ઉદ્યોગોના કર્મચા...
વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલમાં થયું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન…! નેપાળની 28 વર્ષીય દીકરીને 57 વર્ષીય પિતાએ કિડની આપી…!

વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલમાં થયું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન…! નેપાળની 28 વર્ષીય દીકરીને 57 વર્ષીય પિતાએ કિડની આપી…!

Gujarat, National
વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલે સફળતાપૂર્વક તેમનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યું છે. જે અનુસંધાને સોમવારે હોસ્પિટલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી આ કિડની ટ્રાન્સપ્લાન્ટ ના ઓપરેશનમાં જોડાયેલ તબીબો અને ટ્રસ્ટના આગેવાનોએ મીડિયાને માહિતી પ્રદાન કરી હતી.   આ સફળ ઓપરેશન અંગે હરિયા હોસ્પિટલના તબીબ અને મેડિકલ ડાયરેકટર સુપ્રીટેન્ડન્ટ ડૉ. એસ. એસ. સિંઘે જણાવ્યું હતું કે, મૂળ નેપાળના રહીશ અને વાપીમાં એક કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા 57 વર્ષના ધિમંત રોકામગરની 28 વર્ષીય દીકરી આરતી રોકામગર કિડનીની બીમારીથી પીડાતી હતી. તેને દર મહિને ડાયાલીસીસ કરાવવું પડતું હતું. આ દીકરીના પિતા તેને પોતાની એક કિડની આપવા તૈયાર થયા હતાં. જેથી અમે હોસ્પિટલમાં જ તબીબોની નિષ્ણાંત ટીમ દ્વારા સફળ ઓપરેશન કરી હોસ્પિટલને એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરાવી છે. હરિયા હોસ્પિટલમાં આ કિડની ટ્રાન્સપ્લાન્ટ ...
सौ रुपए में पांच किलो अरहर की बढिय़ा दाल मिले। कवि सम्मेलन में हास्य, व्यंग्य और वीर रस में श्रोता हुए सराबोर

सौ रुपए में पांच किलो अरहर की बढिय़ा दाल मिले। कवि सम्मेलन में हास्य, व्यंग्य और वीर रस में श्रोता हुए सराबोर

Gujarat, National
रविवार रात छरवाड़ा स्थित लेउवा पाटीदार सभागार में भूमिहार ब्रह्मर्षि समाज चेरिटेबल ट्रस्ट द्वारा आयोजित कवि सम्मेलन उपस्थित श्रोताओं ने हास्य, वीर और व्यंग्य के साथ श्रृंगार रस में खूब गोता लगाया। कवियों ने ऐसा समां बांधा कि देर रात तक श्रोता अपने स्थान पर बने रहे। सम्मेलन की शुरुआत वाराणसी से आई  कवयित्री प्रियंका राय ने मां सरस्वती की वंदना से की। इसके बाद मुंबई से आए हास्य कवि महेश दुबे ने मेरी यही दुआ है तुमको अबकी ऐेसा साल मिले, सौ रुपए में पांच किलो अरहर की दाल मिले, सुनाकर लोगों को खूब गुदगुदाया। उन्होंने ठेठ भोजपुरी अंदाज में हास्य के साथ विवादों में आए कई साधु संतों पर करारा तंज कसा। हास्य व्यंग्य की पैरोडी करते हुए लोगों की खूब वाह वाही लूटी। उनके बाद प्रियंका राय ने अपने ओजस्वी अंदाज में - खाते हैं जिसकी कसम, पीते जिसका पानी हैं, नदियां तो पूजित सब जग में, पर मा गंगा महा...