Thursday, January 30News That Matters

Gujarat

વાપી CETP અને સરીગામ CETP ની બિરદાવવા લાયક કામગીરી, pH, BOD, CODનું પ્રમાણ સંતોષજનક 

વાપી CETP અને સરીગામ CETP ની બિરદાવવા લાયક કામગીરી, pH, BOD, CODનું પ્રમાણ સંતોષજનક 

Gujarat, National
વાપી અને સરીગામ GIDC માં આવેલ CETP ની કામગીરી અંગે GPCB ના રિપોર્ટ પ્રમાણે જોઈએ તો, છેલ્લા 1 વર્ષની કામગીરી ખૂબજ સંતોષજનક રહી છે. વાપી અને સરીગામ CETP ના છેલ્લા 3 મહિનાના રિપોર્ટ મુજબ વાપી CETP માં Treat થવા આવતા Effluentમાં ઓગસ્ટ મહિનામાં pH 7.97 હતું. ટ્રીટ કર્યા બાદ તે 7.22 pH હતું. COD 724 હતું. ટ્રીટ કર્યા બાદ 209.5 હતું. BOD 170 હતું. ટ્રીટ કર્યા બાદ 26.5 હતું. સરીગામ CETP માં ટ્રીટ માટે આવેલ Effluentમાં pH 7.42 હતું. ટ્રીટ કર્યા બાદ 7.13 હતું. COD 675 હતું. ટ્રીટ કર્યા બાદ 62 હતું. BOD 141 હતું. ટ્રીટ કર્યા બાદ 12 હતું. સપ્ટેમ્બર મહિનામાં વાપી CETP માં Treat થવા આવતા Effluentમાં pH 7.61 હતું. ટ્રીટ કર્યા બાદ તે 7.515 pH હતું. COD 865.5 હતું. ટ્રીટ કર્યા બાદ 200 હતું. BOD 201 હતું. ટ્રીટ કર્યા બાદ 23.5 હતું. સરીગામ CETP માં ટ્રીટ માટે આવેલ Effluentમાં pH 7.89 હતું. ટ્રીટ કર્યા બ...
વલવાડા ગામમાં ગૌચરણની જમીન પર 40 ફુટનો રોડ બનાવી જમીન ભાડા પટ્ટે આપવા બાબતે સ્થાનિક આદિવાસી પરિવારોએ વલવાડા ગામના ઇસમ વિરુદ્ધ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું

વલવાડા ગામમાં ગૌચરણની જમીન પર 40 ફુટનો રોડ બનાવી જમીન ભાડા પટ્ટે આપવા બાબતે સ્થાનિક આદિવાસી પરિવારોએ વલવાડા ગામના ઇસમ વિરુદ્ધ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામના આદિવાસી પરિવારોએ તલાટી કમ મંત્રી/ વહીવટદાર, ઉમરગામ મામલતદાર, ટી.ડી.ઓ. ઉમરગામ, પ્રાંત ઓફીસર, પારડી અને વલસાડ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં  આદિવાસી પરિવારોએ વલવાડા ગામમાં ગૌચરણની જમીન પર 40 ફુટનો રોડ બનાવી જમીન ભાડા પટ્ટે આપવા બાબતની રજુઆત કરી છે. તેમજ આ કામગીરી કરનાર વલવાડા ગામના હિતેશ કિકુભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આવેદનપત્ર પાઠવનાર આદિવાસી પરિવારોએ જણાવ્યું છે કે, વલવાડા ગ્રંપંચાયતમાં આવેલ સરકારી ગૌચરણની જમીન જૂનો સર્વે નંબર- 27 અને 29 વાળી જમીનમાંથી હિતેશ કિકુભાઈ પટેલ નામના ઈસમ દ્વારા આદિવાસી લોકોને ડરાવી, ધમકવી તેમને ગાયબ કરી દેવાની ધમકીઓ આપી છે. અને જોર જબરદસ્તીથી કોઈપણ જાતની સરકારી પરવાનગી લીધા વગર 40 ફૂટનો પત્થર અને માટી, મોહરમ પૂરી રોડ બનાવ્યો છે. રોડ બનાવતી વખતે ખોટા વાયદા કરી રોડ બનાવ્યો છે. અને હિતેશભા...
Affordable Education with Vision સાથે કાર્યરત સંસ્કાર વિદ્યાપીઠનાં Annual Day Celebrationમાં ‘Navras’ ની થીમ પર વિદ્યાર્થીઓ નાટ્યશાસ્ત્રના નવરસની પ્રસ્તુતિ કરી

Affordable Education with Vision સાથે કાર્યરત સંસ્કાર વિદ્યાપીઠનાં Annual Day Celebrationમાં ‘Navras’ ની થીમ પર વિદ્યાર્થીઓ નાટ્યશાસ્ત્રના નવરસની પ્રસ્તુતિ કરી

Gujarat, National
શૃંગાર/Love, ભયાનક/Fear, રૌદ્ર/Fury, કરુણ/Compassion, અદભુત/Wonder, હાસ્ય/Laughter, બીભત્સ/Disgust, શાંત/Peace, વીર/Heroic આ નાટ્યશાસ્ત્રના નવ રસ છે. જેના મહત્વથી વિદ્યાર્થીઓ, વાલીઓ પરિચિત થાય એવા ઉદ્દેશથી વાપીના છરવાડા સ્થિત Manju Dayama Memorial Trust સંચાલિત સંસ્કાર વિદ્યાપીઠમાં Navras થીમ હેઠળ 15મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અદભુત પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.  શનિવારે 11મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ હોલ ખાતે છરવાડા સ્થિત Sanskar Vidyapeeth દ્વારા 15th Annual Day Celebration યોજાયું હતું. જેમાં શાળાના 380 જેટલા વિદ્યાર્થીઓએ Navras ની થીમ હેઠળ નાટ્યશાસ્ત્રના નવ રસ પ્રસ્તુત કર્યા હતાં. આ પ્રસંગે Manju Dayama Memorial Trust સંચાલિત આ શાળાના ચેરમેન B. K. Dayama એ જણાવ્યું હતું કે, વાર્ષિક ઉત્સવ એ શાળાની આખા ...
વાપીના ચણોદ સ્થિત Atharv Public School માં ‘પરિવર્તનમ’ થીમ હેઠળ 13th Annual Function નું આયોજન કરાયું

વાપીના ચણોદ સ્થિત Atharv Public School માં ‘પરિવર્તનમ’ થીમ હેઠળ 13th Annual Function નું આયોજન કરાયું

Gujarat, National
વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ અથર્વ પબ્લિક સ્કૂલ/Atharv Public School ખાતે શાળાનો 13મો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. પરિવર્તનમ/Parivartanam થીમ પર ઉજવાયેલ આ ફંક્શનમાં વાપીના જાણીતા તબીબ, ઉદ્યોગકારો, સામાજિક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ આગેવાનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓની ઉપસ્થિતિમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતાં. આ એન્યુઅલ ડે માં ધોરણ 1 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓએ જ સ્ટેજ પર એન્કરિંગ, ડ્રામાથી માંડીને તમામ આયોજન કર્યું હતું. જે નિહાળી સૌકોઈ મંત્રમુગ્ધ બન્યા હતાં. એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં બાળકોએ બતાવેલ પ્રદર્શન નિહાળી ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના બાળપણના શાળાના દિવસોને યાદ કરી સૌને અભિનંદન પાઠવ્યા હતાં. પરિવર્તનમ થીમ પસંદ કરવા અંગે જણાવ્યું હતું કે, દરેક ના જીવનમાં પરિવર્તન થતું રહે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, અભ્યાસ, ટેકનોલોજી ...
Rajju Shroff Rofel Universityની કોલેજોમાં વિવિધ સ્પર્ધાનું આયોજન, Dyna Fest 2.O હેઠળ 35 જેટલી કોલેજના આશરે 400 વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યાં 

Rajju Shroff Rofel Universityની કોલેજોમાં વિવિધ સ્પર્ધાનું આયોજન, Dyna Fest 2.O હેઠળ 35 જેટલી કોલેજના આશરે 400 વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યાં 

Gujarat, National
રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ BBA, BCA, બીકોમ, અને BA કોલેજોમાં Dyna Fest 2.O નું તારીખ 11/01/2025 ના રોફેલ GIDC કોલેજ કેમ્પસમાં આંતર કોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દક્ષિણ ગુજરાતની વિવિધ 35 જેટલી કોલેજના આશરે 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને રોફેલ કોલેજના આચાર્ય ડૉ. પ્રિયકાન્ત વેદના માર્ગદર્શન હેઠળ શનિવારે સવારથી જ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થયો હતો. જેમાં એડ ગુરુ (એડ મેડ શો), સ્કવોર્ડ વોર્સ (BGMI), બેટલ ઓફ સી, સાઇબર હન્ટ,  રિલ્સ મેકિંગ, મહેંદી આર્ટ, કરોટી આર્ટ (રંગોલી), પોસ્ટર મેકિંગ, એલોકેશન, ક્વિઝ  સહિતની સ્પર્ધામાં દક્ષિણ ગુજરાત અને વાપી વલસાડ અને સંઘ પ્રદેશ સેલવાસ અને દમણની કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિજેતા સ્પર્ધકોને રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પ્રોત્સાહિત ઇનામો આપી...
वापी के राजस्थान भवन में श्री श्याम भजन संध्या का आयोजन, भक्तोंने सिगड़ी और निशान के दर्शन कर के भजन संध्या का आनंद उठाया

वापी के राजस्थान भवन में श्री श्याम भजन संध्या का आयोजन, भक्तोंने सिगड़ी और निशान के दर्शन कर के भजन संध्या का आनंद उठाया

Gujarat, National
वापी में 10 जनवरी शुक्रवार को श्री श्याम युवा चेरिटेबल ट्रस्ट द्वारा चणोद विस्तार में गुरुद्वारे के सामने राजस्थान भवन पर श्री श्याम भजन संध्या का आयोजन किया गया। जिसमें जयपुर की भजन प्रवाहिका ऋतु पांडे ने अपनी सुरीली आवाज से भजन गाकर सभी श्याम भक्तों को भाव विभोर किया। भजन संध्या में श्याम भक्त श्याम बाबा का आशीर्वाद प्राप्त कर कृतार्थ हुए। भजन संध्या में फूलों की होली, इत्र वर्षा, बाबा की ज्योत का सभी श्याम भक्तों ने लाभ उठाया उसके बाद छप्पन भोग व महाप्रसाद का भी सभी श्याम भक्तों ने लाभ लिया। वापी के राजस्थान भवन में आयोजित इस श्री श्याम भजन संध्या में बड़ी संख्या में बाबा के भक्तगण मौजूद रहे। सभी भक्तोंने श्याम ज्योत और निशान के दर्शन कर के खाटू श्याम के आशीर्वाद प्राप्त किये।...
વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં યોજાયેલ 29માં રક્તદાન કેમ્પમાં 384 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં યોજાયેલ 29માં રક્તદાન કેમ્પમાં 384 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

Gujarat, National
વાપી GIDC માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની ખાતે સ્વ. શ્રી રસિકલાલ દેવજી ગાલા, સ્વ. શ્રી માતૃશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી તથા સ્વ. શ્રી શાંતિલાલ તેજશી શાહના સ્મણાર્થે 29માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયેલ આ રક્તદાન કેમ્પમાં પુરુષ અને મહિલા રક્તદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કરતા કુલ 384 યુનિટ રક્ત એકત્ર થયું હતું. જે વલસાડની ત્રણ બ્લડબેન્કને સરખે ભાગે સુપ્રત કરી સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વાપી ઔધોગિક વસાહતમાં આવેલ જાણીતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 27 વર્ષથી અવિરત પણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં દર વર્ષે આરતી અને તેની ગ્રુપ કંપનીના કર્મચારીઓ રક્તનું દાન કરે છે. જે અંતર્ગત શુક્રવારે 10 જાન્યુઆરી 2025ના આયોજિત 29માં રકતદાન કેમ્પમાં કંપનીના કર્મચારીઓએ વલસાડ જિલ્લાના બિમ...
ખેલ મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

ખેલ મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

Gujarat, National
ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત ખેલ મહાકુંભમાં વાપી તાલુકા કક્ષા એ ભાઈઓ તથા બહેનોની જુદા જુદા વયજૂથની ખો ખો સ્પર્ધા વાપી ખાતે યોજાઈ હતી જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સ્થિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભ 3.O તાલુકા કક્ષાએ ખો-ખો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને ગુજરાત બોર્ડ ઇંગ્લીશ મિડીયમ ની અન્ડર 14 અને અંડર 17 બહેનોની ટીમ પ્રથમ ક્રમે રહી હતી. અને અંડર 17 ભાઇઓની ટીમ બીજાં ક્રમે વિજેતા બની હતી. તથા શ્રી સ્વામિનારાયણ સી બી એસ સી સ્કૂલ અંડર 17 ભાઇઓની ટીમ પ્રથમ રહી હતી. ખેલ મહાકુંભ 3.૦ તાલુકા કક્ષાની ભાઇઓ અને બેહનોની ખો-ખો સ્પર્ધા સેંટ ફ્રાન્સિસ સ્કુલ, ચલા વાપી ખાતે તારીખ:૦૭/૦૧/૨૦૨૫ મંગળવારના રોજ યોજાયી હતી. આ સ્પર્ધાનું માર્ગદર્શન સંસ્થાના કેમ્પસ એકેડમીક ડિરેક્ટર ડૉ. શૈલેષ વી...
લો બોલો…! ચોરટાઓએ દમણ Excise વિભાગના Warehouseમાં જ ચોરી કરી અને એ પણ 14 લાખની કિંમતના દારૂની? વળી પાછા દમણ પોલીસની તપાસમાં 9 પકડાઈ પણ ગયા…!

લો બોલો…! ચોરટાઓએ દમણ Excise વિભાગના Warehouseમાં જ ચોરી કરી અને એ પણ 14 લાખની કિંમતના દારૂની? વળી પાછા દમણ પોલીસની તપાસમાં 9 પકડાઈ પણ ગયા…!

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં Excise વિભાગના Warehouse માં જપ્ત કરેલા દારૂના સંગ્રહમાંથી રૂપિયા 14,05,032/-ના દારૂની ચોરી થઇ હતી. PWD ગોડાઉન, ફોર્ટ એરિયા, મોટી દમણ ખાતેના વેરહાઉસમાંથી ચોરાયેલ આ  દારૂની ફરિયાદ આધારે દમણ પોલીસે ગણતરીના દિવસોમાં જ કુલ 9 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બે દિવસ પહેલા એટલે કે, 07/01/2025 ના Excise Inspector એલ્ફિન્સ્ટન અજવેધોએ કોસ્ટલ પોલીસ સ્ટેશન, મોટી દમણમાં ફરિયાદ નોંધાવી હતી કે, PWD ગોડાઉન, ફોર્ટ એરિયા, મોટી દમણ ખાતે તેમના વિભાગ દ્વારા જપ્ત કરેલ દારૂનો જથ્થો સંગ્રહિત કર્યો છે. ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી હતી,  જેથી 03/01/2024 ના 20:45 કલાકે ઉપરોક્ત સ્થળ પર તપાસ કરતાં, જાણવા મળ્યું હતું કે, અહીં જે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. તેમાંથી ઘણોખરો દારૂનો જથ્થો ગાયબ હતો. અહીં ગોડાઉનના તાળા અકબંધ હતા, પરંતુ ...
ઉમરગામની રેલવે સમસ્યાના નિરાકરણ માટે સાંસદ ધવલ પટેલ મેદાને:- બાંદ્રા સુરત સુપર ફાસ્ટ એક્સપ્રેસ, વલસાડ બાંદ્રા પસેન્જર ટ્રેનના સ્ટોપેજ તેમજ બાંદ્રા ઉધના સુપરફાસ્ટને નિયમિત કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વેસ્ટર્ન રેલવેના GM ને કરી લેખિત રજૂઆત

ઉમરગામની રેલવે સમસ્યાના નિરાકરણ માટે સાંસદ ધવલ પટેલ મેદાને:- બાંદ્રા સુરત સુપર ફાસ્ટ એક્સપ્રેસ, વલસાડ બાંદ્રા પસેન્જર ટ્રેનના સ્ટોપેજ તેમજ બાંદ્રા ઉધના સુપરફાસ્ટને નિયમિત કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વેસ્ટર્ન રેલવેના GM ને કરી લેખિત રજૂઆત

Gujarat, National
વલસાડ અને ડાંગ લોકસભાના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ સતત પ્રજાકીય પ્રશ્નોને લોકસભામાં રજૂ કરી આ વિસ્તારના લોકોને ન્યાય અપાવી રહ્યા છે. ત્યારે, વધુ એકવાર રેલવે મંત્રાલયના અશ્વિની વૈષ્ણવ અને વેસ્ટર્ન રેલવેના GM ને લેખિત રજુઆત કરી છે. જેમાં સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના લોકોને રેલવેની સુવિધા પ્રાપ્ત થાય તે માટે રજુઆત કરી છે. સાંસદ ધવલ પટેલે ઉમરગામ રેલવે સ્ટેશનને બાંદ્રા સુરત સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને વલસાડ બાંદ્રા પસેન્જર ટ્રેનનું સ્ટોપેજ આપવા તેમજ બાંદ્રા ઉધના સુપરફાસ્ટને નિયમિત કરવા લેખિત રજૂઆત કરી છે. સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રાલયના અશ્વિની વૈષ્ણવ અને વેસ્ટર્ન રેલવેના GM ને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, ટ્રેન નંબર 59046 વલસાડ બાંદ્રા પેસેન્જર ટ્રેન અને ટ્રેન નંબર 12935/12936 બાંદ્રા સુરત સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ઉમરગામ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે તે...