Thursday, December 26News That Matters

Gujarat

દમણમાં મોદી સરકારના 7 વર્ષની ઉજવણીનો ફિયાસ્કો! રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું

દમણમાં મોદી સરકારના 7 વર્ષની ઉજવણીનો ફિયાસ્કો! રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું

Gujarat, National
રિપોર્ટ :- ગુરુ G. દમણ :- દમણમાં 30મી મેં ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 7 વર્ષ પૂર્ણ થયા તેની ઉપલબ્ધીમાં દમણ ભાજપ દ્વારા સેવા હી સંગઠન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે દમણ ભાજપના આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત જ એકત્ર થયું હતું. નવાઈની વાત છે કે કેમ્પમાં ફોટા પડાવવા 11 ભાજપના કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતાં. પરંતુ રક્તદાન કરવા આગળ આવ્યા નહોતા.  ભાજપના સંગઠનમાં સેવા હી  સંગઠન કાર્યક્રમ અંતર્ગત સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવ પ્રદેશ ભાજપના અધ્યક્ષ દિપેશ ટંડેલના નેતૃત્વમાં લગભગ 150 જેટલા સ્થળો ઉપર માસ્ક, સેનેટાઈઝર, ભોજન બ્લડ ડોનેશન કેમ્પ, કોરોના વોરિયર્સનું સન્માન વગેરે જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દમણમાં પણ દરેક વોર્ડમાં જિલ્લા પ્રમુખ અસ્પી દમણીયાની આગેવાનીમાં આ કાર્યક્રમો યોજ...
વાપીમાં પરિણીતાના આપઘાત પ્રકરણમાં સાસરિયાઓ સામે ફરિયાદ

વાપીમાં પરિણીતાના આપઘાત પ્રકરણમાં સાસરિયાઓ સામે ફરિયાદ

Gujarat
વાપી :- વાપીમાં 27મી મેં ના ચણોદ કોલોની વિસ્તારમાં આવેલ અલકનંદા બિલ્ડીંગ, 'બી' વિંગમાં ફ્લેટ નંબર 203માં રહેતી અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ યુવતીના પિયર પક્ષ તરફથી સાસરિયા વિરુદ્ધ આપઘાતની દુષપ્રેરણા આપવાની અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.  વાપીમાં ગુરુવારે 27મી મેં ના અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે ડુંગરા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ પરિણીતાના મૃતદેહનું નિરીક્ષણ કરી વધુ તપાસ માટે મૃતદેહને વાપીના ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિણીતાના પરિવારજનોને સોંપ્યો હતો. જે બાદ આ ઘટનામાં મૃતક અનિતાના ભાઈ અને માતાને શંકા જતા તેમણે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોં...
વાપીમાં બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ બંગાળીની ધરપકડ

વાપીમાં બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ બંગાળીની ધરપકડ

Gujarat, National
વાપી :- વાપી ટાઉન પોલીસે વાપીના ભડકમોરા-સુલપડ અને ડુંગરા વિસ્તારમાંથી 2 બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ બંગાળી ઊંટવૈદોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બને ઝોલાછાપની ક્લિનિકમાંથી 25,295 ₹નો દવા-ઇન્જેક્શન-ક્રીમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટાઉન પોલીસની એક ટીમે ભડકમોરા-સુલપડ વિસ્તારમાં ક્લિનિક ખોલીને બેસેલા ઉંટવૈદોના ક્લિનિક પર દરોડા પાડ્યા હતાં. જેમાં નીરંજન મોતીલાલ વિશ્વાસ નામના બોગસ તબીબની કલીનિકમાથી અલગ અલગ કંપનીની એલોપેથિક દવાઓ-ક્રીમ-ઇન્જેક્શન તેમજ સ્ટેથોસ્કોપ મળી કુલ 18,253 ₹નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ નીરંજન મોતીલાલ વિશ્વાસ ગુરૂદ્રારા મંદિરની બાજુમાં લેકવ્યુ સોસાયટી, ફલેટ નં. - 203, ડુંગરા વિસ્તારમાં રહેતો હતો. જ્યારે મૂળ તે ચોગાસર, રસુલાપુર, થાના.ચાગદા, જિલ્લો નોધીયા, વેસ્ટ બંગાળનો વતની છે. જ્યારે, પકડાયેલ બીજો બોગસ ડૉક્ટર નિહાર રંજન બ...
ચામડીના રોગ થાય તેવા સાબુ-શેમ્પૂ વેંચતા મામા-ભાણીયાના ખેલનો વાપી GIDC પોલીસે કર્યો પર્દાફાશ

ચામડીના રોગ થાય તેવા સાબુ-શેમ્પૂ વેંચતા મામા-ભાણીયાના ખેલનો વાપી GIDC પોલીસે કર્યો પર્દાફાશ

Gujarat
રિપોર્ટ :- જાવીદ ખાં વાપી :- વાપી જી.આઇ.ડી.સી પોલીસે 3rd ફેઇઝમાંથી GJ10-TT-9546 નંબરના ટેમ્પોમાં ખોટા બીલ ઇવે બીલ ઉપર શેમ્પૂ તથા સાબુનો રીજેકટ માલ ભરી કરવડથી સી - ટાઇપ તરફ જતા ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચામડીના રોગો ફેલાવી શકે તેવા આ રીજેકટ શેમ્પુ તથા સાબુઓ મોહન કરસનદાસ માવ નામના ઇસમે મંગાવ્યા હતાં. જેને તે ઉંચી કિંમતે બજારમાં ગ્રાહકોને વેચાણ કરતો હતો. પોલીસે ટેમ્પો ચાલક વિશાલ ભદ્રાની ધરપકડ કરી 4,40,580 ₹નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. GIDC પોલીસે ખોટા ઈ-વે બિલ પર ખોટા ટેમ્પો નંબર સાથે રિજેક્ટ થયેલો શેમ્પૂ-સાબુનો જથ્થો લઈ દુકાનદારને આપવા નીકળેલા ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે. આ અંગે GIDC પોલીસ મથકમાંથી વિગતો મળી હતી કે, પોલીસે બાતમી આધારે GIDC 3rd ફેઇઝમાં બેંક ઓફ બરોડા ચાર રસ્તા પાસે કોચરવા, કરવડ બાજુથી આવતા GJ10-TT-9546 નંબરના ટેમ્પોને અટકાવી ટેમ્પામાં તપાસ કરતા શેમ્પનું ...

વાપીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Gujarat
વાપી :-  વાપીમાં ચણોદ કોલોની વિસ્તારમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે. મૃતક પરિણીતાનો પરિવાર મૂળ કચ્છનો છે. અને વાપીમાં ચણોદના અલકનંદા બિલ્ડીંગમાં રહે છે. જ્યાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં પરિણીતાનો મૃતદેહ મળતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. જ્યારે આ ઘટના અંગે પરિણીતા ના માવતર પક્ષ તરફથી હત્યાની શંકા આધારે વધુ તપાસ હાથ ધરવા ડુંગરા પોલીસમાં રજુઆત કરી છે. વાપીમાં ગુરુવારે બપોરે 2 વાગ્યા આસપાસ અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે ડુંગરા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ પરિણીતાના મૃતદેહનું નિરીક્ષણ કરી વધુ તપાસ માટે મૃતદેહને વાપીના ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિણી...

ચોરીના મોબાઈલમાં IMEI ચેન્જ કરી સસ્તા ભાવે વેંચતા વાપીના 2 ભેજાબાજને LCB એ દબોચી લીધા

Gujarat, National
વાપી :- વાપીમાં LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે ચોરીના મોબાઈલમાં ખાસ સોફ્ટવેર વડે IMEI (International Mobile Equipment Identity) બદલી મોબાઈલના પેટર્ન લોકને અનલોક કરવા સહિત મોબાઈલને ફોર્મેટ કરી સસ્તા ભાવે વેંચી દેતા મદની મોબાઈલ સોલ્યુશન નામની દુકાન ધરાવતા 2 ભેજબાજોની ધરપકડ કરી છે. આ બંને ઈસમો પાસેથી અલગ અલગ કંપનીના 29 નંગ મોંઘા મોબાઈલ, 3 લેપટોપ સહિત કુલ 1,23,000 ₹નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. LCB ની ટીમે કુલ 1,23,000નો મુદ્દામાલ તથા બને આરોપીઓ મનીષ અને અમીતની ધરપકડ કરી LCB ઓફીસે લાવી વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બંને ઈસમો પાસે વાપીમાં દિવસ-રાત્રીના મોબાઈલ સ્નેચિંગ કરતા ચોર ઈસમો આ ચોરીના મોબાઇલ ફોન આપી જતા હતા જે મોબાઈલ ફોનને આ ભેજાબાજ ઈસમો લેપટોપમા અલગ અલગ સોફટવેરો જેવા કે , Miracle box , Octoplus Shel , Secret Tool , UFI , Sam Key Code Reader , Infinity Box , S...

વાપીમાં પોલીસની 8 આંગડીયાઓ સામે કાર્યવાહી, સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી ગોળ કુંડાળામાં બેસેલા હતા!

Gujarat
વાપી :- વાપીમાં હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનું ઉલ્લંઘન કરનારા સ્પા સંચાલકો, ખાણીપીણીની દુકાનો વાળા, કરીયાણાવાળા સામે કાયદાનો દંડો ઉગામતી પોલીસે 8 એવા લોકોની સામે કાર્યવાહી કરી છે. જે જમીન પર ગ્રીન નેટ પાથરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી ગોળ કુંડાળામાં બેસેલા હતાં. પકડાયેલ તમામ વાપીની જાણીતી આંગડિયા પેઢીના કર્મચારીઓ-સંચાલકો છે.   વાપી ચાર રસ્તા પાસે આવેલ ગોવિંદા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાની કેન્ટીનમાં ગ્રીન નેટ પાથરી ગોળ કુંડાળામાં બેસલા 8 લોકો સામે પોલીસે જાહેરનામાનો ભંગ કરી સોશ્યલ ડિસ્ટન્સનું તથા કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિ કરતા જોવા મળતા તેમના ફોટા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ તમામના નામ..... પોલીસ પૂછપરછમાં આ તમામ લોકોના નામ મેહુલ નવીન રાવલ, અરવિંદ દશરથ પટેલ, રમેશ અંબાલાલ પટેલ, હિતેશ જયંતિ ઠાકોર, નારાયણલાલ રઘુનાથજી...

પીસલીલી બાદ રીન્યુ સ્પા માં રેઇડ, મુંબઈની યુવતી, સંચાલક, ગ્રાહક સામે કાર્યવાહી

Gujarat, National
વાપી :- ગુરુવારે વાપીમાં ચલા રોડ પર પંચરત્ન બિલ્ડીંગમાં આવેલ રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂન ખુલ્લું રાખતા વાપી ટાઉન પોલીસે સ્પા માં રેઇડ કરી હતી. જેમાં સલૂનમાં કામ કરતી મુંબઈની યુવતી, એક ગ્રાહક અને 1 સંચાલક મળી કુલ 3 લોકો સામે કલમ 188 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ પોલીસે પીસલીલી સ્પા માં રેઇડ કરી 2 ગ્રાહક, 4 યુવતી અને સ્પા ના મેનેજર સામે કાર્યવાહી કરી હતી. વાપી ટાઉન પોલીસે બુધવારે ચલામાં પીસલીલી સ્પા નામના સલૂનમાં રેઇડ કરી IPC કલમ 188 હેઠળ 19 થી 27 વર્ષની 4 યુવતી, સલૂનના મેનેજર અને 3 ગ્રાહકોની સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ગુરુવારે ફરી એજ વિસ્તારમાં આવેલ પંચરત્ન બિલ્ડીંગમાં ચાલતા રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂનમાં રેઇડ કરી હતી રીન્યુ સ્પા સલૂનમાંથી પણ પોલીસે સલૂનમાં નોકરી કરતી મુંબઈની એક 27 વર્ષની યુવતી, સ્પાના સંચાલક એવા આતિષ  બાલુ સેલાર અને...

વાપીમાં પીસલીલી સ્પા માં 4 યુવતી પાસે મસાજ કરાવવા આવેલા 3 ગ્રાહક, મેનેજર ઝડપાયા

Gujarat, National
વાપી :- વાપી-ચલામાં પીસલીલી મસાજ પાર્લરમાં મસાજ કરવા આવેલા 3 ગ્રાહકો, સ્પાનો મેનેજર અને સ્પા માં કામ કરતી 4 યુવતીઓને વાપી ટાઉન પોલીસે જાહેરનામા ભંગ બદલ ઝડપી પાડ્યા હતાં. કોરોનાની મહામારીમાં પણ યુવતીઓના કોમળ હાથથી મસાજની મજા માણવા વંઠેલ યુવાનો નવસારી, દમણ અને સેલવાસથી વાપીમાં ગોરખધંધા માટે નામચીન સ્પા કમ પાર્લરમાં મોજ માણવા આવી રહ્યા છે. જેને પોલીસ જેલની હવા ખવડાવી રહી છે. કોરોના મહામારીમાં પણ મસાજ પાર્લરમાં મસાજ કરવા આવેલા 3 ગ્રાહકો, સ્પાનો મેનેજર અને સ્પા માં કામ કરતી 4 યુવતીઓને વાપી ટાઉન પોલીસે જાહેરનામા ભંગ બદલ ઝડપી પાડ્યા હતાં. વાપીમાં ચલા ખાતે શોપર્સ ગેટમાં આવેલ પીસલીલી સ્પા પાર્લરમાં વાપી ટાઉન પોલીસે બુધવારે આ રેઇડ કરી હતી. સ્પા ખુલ્લું રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર પીસલીલી સ્પા પાર્લરના મેનેજર, 4 યુવતીઓ અને 3 ગ્રાહકો સામે વાપી પોલીસ સ્ટેશને IPC કલમ 188 મુજબ ...
ઉમરગામના નારગોલમાં 30 વર્ષ બાદ ફરી દરિયા કિનારે મળી આવી મૃત વ્હેલ

ઉમરગામના નારગોલમાં 30 વર્ષ બાદ ફરી દરિયા કિનારે મળી આવી મૃત વ્હેલ

Gujarat, National
નારગોલ :- વર્ષ 1991માં વલસાડ જિલ્લાના નારગોલ દરિયા કિનારે એક મૃત વ્હેલ તણાઈ આવી હતી. જે મૃત વ્હેલનું હાડપિંજર આજે પણ ધરમપુરના મ્યુઝયમમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે, ફરી 30 વર્ષ બાદ નારગોલ-માલવણ બીચ પર મહાકાય વ્હેલનો અડધો મૃતદેહ કાંઠા પર તણાઈ આવતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ઘણીવાર મૃત ડોલ્ફીન તણાઈ આવી ચૂકી છે. નારગોલના માલવણ બીચ નજીક મૃત વ્હેલ માછલી ઊંડા દરિયામાંથી ભરતીના પાણીમાં તણાય આવી હતી. મહાકાય મૃત વ્હેલનું અર્ધુ શરીર કિનારે આવ્યું હતું. જે ડિકમ્પોઝ હાલતમાં નારગોલના માલવણ બીચ અને માંગેલવાડ બીચ વચ્ચેના દરિયા કિનારે આવતા લોકોના ટોળે ટોળા તેને જોવા આવી રહ્યા છે.  સમગ્ર ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને સ્થાનિક લોકોએ જાણકારી આપતા વનવિભાગ ની એક ટીમ ઘટના સ્થળે આવી હતી. વનવિભાગની ટીમે મૃત વ્હેલના મૃતદેહનું પ્રાથમિક નિરીક્ષણ કરી વધુ ...