વલસાડ LCB એ વાહનચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, 3 રીઢા ચોરને દબોચી 1.14 કરોડના મુદ્દામાલ સાથે 15 વાહનો કબ્જે કર્યા
વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે રહેતા 2 ઈસમો અને દમણમાં રહેતા એક ઇસમને વલસાડ પોલીસે ચોરીના 13 આઈશર ટેમ્પો, 2 કાર મળી કુલ 1.14 કરોડના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ઈસમો દિલ્હી, મહારાષ્ટ્ર, યુપીમાંથી આઈશર ટેમ્પો ચોરી કરી દમણમાં તેના એન્જીન નંબર, ચેસીસ નંબર બદલી દમણ પાર્સિગનું રજિસ્ટ્રેશન કરી અન્ય ગ્રાહકોને વેચી દેતા હતાં. આ આંતરરાજ્ય વાહનચોરીના રેકેટની વિગતો વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપ સિંહ ઝાલાએ વાપીમાં પત્રકાર પરિષદ યોજી LCB ની ટીમે મેળવેલી મહત્વની સફળતા અને આંતરરાજ્ય ટ્રક - કાર ચોરી કરતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. વલસાડ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે વલસાડ LCB ની ટીમે બાતમી આધારે ભિલાડના 2 ઈસમો મોહંમદ ઝાબિર અબ્દુલ ગફાર શેખ, મોહમ્મદ સલમાન મોહંમદ શકીલને તથા દમણમાં રહેતા મહમુદ રમઝાન ખાન સહિત...