Friday, December 27News That Matters

Gujarat

દાદરા નગર હવેલી લોકસભા સીટ માટે પેટા ચૂંટણી જાહેર, 30મી ઓક્ટોબરે મતદાન, 2જી નવેમ્બરે મતગણતરી

દાદરા નગર હવેલી લોકસભા સીટ માટે પેટા ચૂંટણી જાહેર, 30મી ઓક્ટોબરે મતદાન, 2જી નવેમ્બરે મતગણતરી

Gujarat, National
ચૂંટણી પંચે દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ખાલી પડેલી 3 લોકસભા બેઠક ઉપરાંત આંધ્રપ્રદેશની, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ, નાગાલેન્ડ, તેલંગાણાની એક એક વિધાનસભાની બેઠક, આસામની 5 બેઠક, બિહાર, કર્ણાટક, રાજસ્થાનની 2-2 બેઠક, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળની 3-3 વિધાનસભા બેઠક પરની ચૂંટણી પણ જાહેર કરી છે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ આગામી 30મી ઓક્ટોબરે મતદાન અને 2જી નવેમ્બરે મતગણતરી યોજાશે. ચુંટણી પંચે પેટા ચૂંટણી અંગે કરેલી જાહેરાત મુજબ 1લી ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન બહાર પડશે. 8 તારીખ નોમીનેશનનો અંતિમ દિવસ હશે. 11મી ઓક્ટોબર ફોર્મ ચકાસણી અને 16મી ઓક્ટોબર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. જ્યારે 30 મી ઓક્ટોબરે પેટા ચૂંટણી માટે મતદાન થશે. તો,  2જી નવેમ્બરે મતગણતરી થશે. 5મી નવેમ્બરે ચૂંટણી પ્રક્રિયાને સંપન્ન કરશે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ...
Akash Prime Missileની સફળ પ્રથમ Flight Test

Akash Prime Missileની સફળ પ્રથમ Flight Test

Gujarat, National, Science & Technology
આકાશ મિસાઈલનું નવું સંસ્કરણ/new version - 'આકાશ પ્રાઈમ'/Akash Prime 27 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ ઓડિશાના ચાંદીપુર, ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) થી સફળતાપૂર્વક ઉડાન ભરી છે. મિસાઈલે તેની પ્રથમ ફ્લાઈટમાં દુશ્મન વિમાનોની નકલ કરતા માનવરહિત હવાઈ લક્ષ્યને વિંધ્યું અને તેનો નાશ કર્યો.  સુધારાઓ પછી પરીક્ષણ. હાલની આકાશ સિસ્ટમની સરખામણીમાં, આકાશ પ્રાઇમ સુધારેલ ચોકસાઈ માટે સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીક્વન્સી (RF) શોધકથી સજ્જ છે.  અન્ય સુધારાઓ ઊંચાઈ પર નીચા તાપમાનના વાતાવરણમાં વધુ વિશ્વસનીય કામગીરીની ખાતરી આપે છે.  હાલની ફ્લાઇટ ટેસ્ટ માટે હાલની આકાશ હથિયાર પ્રણાલીની સંશોધિત ગ્રાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  ITR ના રેન્જ સ્ટેશનોમાં રડાર, ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ (EOTS) અને ટેલિમેટ્રી સ્ટેશનો મિસાઇલ ટ્રેજેક્ટરી અને ફ્લાઇટ પેરામીટર્સ પર નજર રાખે છે. રક્ષા મ...
મોંઘીદાંટ કારમાં ડીઝલ ટેન્ક ફૂલ કરાવી છુમંતર થઈ જતા ધવલસિંહને ભિલાડ પોલીસે દબોચી લીધો, 10 પેટ્રોલપંપને ચુનો લગાડયાનું કબુલ્યું

મોંઘીદાંટ કારમાં ડીઝલ ટેન્ક ફૂલ કરાવી છુમંતર થઈ જતા ધવલસિંહને ભિલાડ પોલીસે દબોચી લીધો, 10 પેટ્રોલપંપને ચુનો લગાડયાનું કબુલ્યું

Gujarat, National
વલસાડ જિલ્લાના ભિલાડ નજીક નેશનલ હાઇવે નમ્બર 48 પર ગુજરાત અને મહારાષ્ટ્રની હદમાં આવેલ પેટ્રોલપંપ પર મોંઘીદાટ એન્ડીવિયર કારમાં ડીઝલ પુરાવી પૈસા આપ્યા વિના જ રફુચક્કર થઈ જતા કારચાલક ધવલસિંહને આખરે ભિલાડ પોલીસે દબોચી લીધો છે. પોલીસ તપાસમાં ધવલસિંહે કુલ 10 જેટલા પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવ્યાં બાદ પૈસા આપ્યા વિના જ કાર ભગાડી ભાગી જવાના ગુન્હા કબુલ્યા છે.     ગઈ તારીખ 21/09/2021 ના રોજ નંદીગામ નેશનલ હાઇવે મુંબઇથી સુરત તરફના રોડ ઉપર આવેલ રીલાયન્સ બી.પી. મોબીલીટી લીમીટેડ કંપનીના પેટ્રોલ પંપ ઉપર સફેદ કલરની ફોર્ડ કંપનીની ઇન્ડીવીયર કારનો ચાલક ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા આવી હુ બારકોર્ડ સ્કેનરથી તમોને પેમેન્ટ કરીશ તેમ જણાવી વિશ્વાસ અને ભરોસો આપી કારમાં 5677.77 રૂપિયાનું 58.77 લીટર ડીઝલ ભરાવી ડીઝલના પૈસા આપ્યા વગર સ્પીડમાં કાર લઈ નાસી ગયો હતો.     જે બનાવની ...
चक्रवाती तूफान ‘गुलाब’ के असर से बचाव और राहत के लिए भारतीय नौसेना के SHIPS AND AIRCRAFT स्टैंडबाय में तैनात किये गए

चक्रवाती तूफान ‘गुलाब’ के असर से बचाव और राहत के लिए भारतीय नौसेना के SHIPS AND AIRCRAFT स्टैंडबाय में तैनात किये गए

Gujarat, National
बंगाल की खाड़ी में उत्पन्न हुए चक्रवाती तूफान 'गुलाब' (Cyclonic Storm ‘Gulab’) के अगले 12 घंटों में उत्तरी आंध्र प्रदेश/AP और दक्षिण ओडिशा तट के मध्य पहुंचने की उम्मीद है, ऐसे में भारतीय नौसेना इस चक्रवाती तूफान की हर स्थिति पर बारीकी से नजर रखे हुए है।  मुख्यालय पूर्वी नौसेना कमान और ओडिशा क्षेत्र के प्रभारी नौसेना अधिकारियों ने चक्रवात के असर से निपटने के लिए अपनी तैयारियों को पूरा कर लिया है और आवश्यकतानुसार सहायता प्रदान करने के वास्ते राज्य प्रशासनों के साथ निरंतर संपर्क में है। इसकी तैयारियों के हिस्से के रूप में बाढ़ राहत दल और गोताखोरी दल ओडिशा में तैनात किये गए हैं तथा तत्काल सहायता प्रदान करने के लिए विशाखापत्तनम में पूरी तरह से मुस्तैद हैं। संभावित सर्वाधिक प्रभावित होने वाले क्षेत्रों में सहायता प्रदान करने के लिए मानवीय सहायता और आपदा राहत/Humanitarian As...
ગુજરાતમાં 518 કરોડના બિનહિસાબી વહેવાર અંગે સુરત, નવસારી, મોરબી સહિત 23 સ્થળોએ Income Taxના દરોડા

ગુજરાતમાં 518 કરોડના બિનહિસાબી વહેવાર અંગે સુરત, નવસારી, મોરબી સહિત 23 સ્થળોએ Income Taxના દરોડા

Gujarat, National
આવકવેરા વિભાગે/ income tax department 22.09.2021ના રોજ કરચોરી અંગેની ગુપ્ત માહિતીના આધારે ગુજરાતમાંથી અગ્રણી હીરા ઉત્પાદક/Diamond manufacturer અને નિકાસકારના પરિસરમાં સર્ચ અને જપ્તી/search and seizure ની કામગીરી હાથ ધરી હતી. જૂથ હીરાના વ્યવસાય ઉપરાંત, ટાઇલ્સ બનાવવાના વ્યવસાયમાં પણ રોકાયેલું હતું. ઓપરેશનમાં ગુજરાતમાં સુરત, નવસારી, મોરબી, વાંકાનેર અને મહારાષ્ટ્રમાં મુંબઈ સ્થિત 23 પરિસરને આવરી લેવામાં આવ્યા છે. શોધની મુખ્ય લાક્ષણિકતાઓમાં કાગળ અને ડિજિટલ સ્વરૂપે મોટી માત્રામાં બિનહિસાબી ડેટા જપ્ત કરવાનો સમાવેશ થાય છે, જે સુરત, નવસારી, મુંબઈના ગુપ્ત સ્થળોએ તેના વિશ્વસનીય કર્મચારીઓના રક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. ડેટામાં છેલ્લા પાંચ વર્ષથી બિનહિસાબી ખરીદી, બિનહિસાબી વેચાણ, જે ખરીદી સામે રોકડ પ્રાપ્ત થાય છે તે માટે એડજસ્ટમેન્ટ એન્ટ્રી લેવી, આંગડિયા પેઢીઓ દ્વારા આવી રોકડ અને શેરોની હિલ...
હવે, હમજાયું કે ભુપેન્દ્ર પટેલ વલહાડ જિલ્લા પર કેમ ઓળઘોળ થયાને બે MLA ને મંત્રી બનાઈ દીધા

હવે, હમજાયું કે ભુપેન્દ્ર પટેલ વલહાડ જિલ્લા પર કેમ ઓળઘોળ થયાને બે MLA ને મંત્રી બનાઈ દીધા

Gujarat, National
ગુજરાતમાં 5 વરહ હુધી પુર, વાવાઝોડા, દાક્તરો, માસ્તરોની હળતાળો, કોરોના મહામારી હામે ઝીંક ઝીલી સરકાર ટકાવી રાખ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારનું હાઇકમાન્ડ ના આદેશથી ઉઠમણું કયરૂ અને નવા નિહાળીયા એવા ભુપાદાદાને અચાનક જ મુખ્યમંત્રી પદ અપાઈ દીધું. આ રાજકારણ હજુ ગુજરાતની જનતાને હમજાયું નથી. એવામાં વરી નવા મુખ્યપ્રધાન બનેલા ભુપેન્દ્ર પટેલે બીજો આંચકો વલસાડ જિલ્લાના બે-બે MLA જે એકેયવાર મંત્રી નહોતા બઈના, અને એમાં પણ વરી એક તો કોંગ્રેસમાંથી આવેલ બારાતું હતો. એને મંત્રી મંડળમાં બેહાડી લીધા.  આ આંચકો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના પટેલો, કોળીઓ, ઠાકોરો અને બીજી કોમને ખાટલામાંથી ઉભા કરી દીધા જેવો હતો. પણ બંધાય ને ખબર સે કે આવું કાંઈ થાય એટલે ખણખોદિયા પત્રકારોને એના જેવા રાજકારણીઓ ખણખોદ કરવા ધંધે લગાડી મૂકે અને મૂળ હોધી ને રીયે. બસ આવી જ ખણખોદ કરીને ભુપેન્દ્ર...
ધરાસણાના મીઠા સત્‍યાગ્રહમાં વલસાડ જિલ્લાના લડવૈયાઓએ પણ સહ્યા હતા પોલીસના અમાનુષી અત્‍યાચાર

ધરાસણાના મીઠા સત્‍યાગ્રહમાં વલસાડ જિલ્લાના લડવૈયાઓએ પણ સહ્યા હતા પોલીસના અમાનુષી અત્‍યાચાર

Gujarat, National
વલસાડ : દેશની આઝાદીને 2022માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુકત ઉપક્રમે ‘‘વલસાડ જિલ્‍લાનું આઝાદીના લડતમાં યોગદાન'' વિષય પર સંસ્‍કાર કેન્‍દ્ર હોલ, કોલેજ કેમ્‍પસ ખાતે પ્રેસ સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કેળવણીકાર અને લેખક એવા ડૉ. જે. એમ. નાયક અને ડૉ. નરેશભાઇ ભટ્ટે જણાવ્‍યું હતું કે, દેશની આઝાદીની લડતમાં વલસાડ જિલ્લો કે દક્ષિણ ગુજરાત પણ બાકાત નથી. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે આ વિસ્તારના આઝાદીના લડવૈયાઓએ કેટકેટલા જુલમો, અત્‍યાચારો અને યાતનાઓ વેઠી હતી ત્યારે આપણે આ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ.  પ્રેસ સેમિનારમાં કેળવણીકાર અને લેખક એવા વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય ડૉ. જે. એમ. નાયકે તેમના ઉદ્‌બોધનમાં જણાવ્‍યું હતું કે, દેશની આઝાદીને વર્ષ 2022 માં 75...
મોતને હાથ તાળી આપતી બે ઘટના એકમાં મિત્રએ તો બીજીમાં પિતાએ બચાવી જાન

મોતને હાથ તાળી આપતી બે ઘટના એકમાં મિત્રએ તો બીજીમાં પિતાએ બચાવી જાન

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની 2 ઘટનાના વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. બંને ઘટના મોતને હાથ તાળી આપ્યાની છે. જેમાં એક ઘટનામાં એક બાસ્કેટ બોલના ખેલાડી પર બાસ્કેટ બોલની રિંગ તૂટી પડ્યા બાદ ગણતરીની સેકન્ડમાં ખેલાડીને તેમના ખેલાડી મિત્રો હેમખેમ બચાવી લે છે. જ્યારે બીજી ઘટનામાં એક દીકરી આત્મહત્યા કરવા ટેરેસ પર ચડે છે જેને તેના પિતા બચાવી લે છે.     પ્રથમ ઘટના મોટી દમણ ફોર્ટ એરિયામાં સ્પોર્ટ્સ કલબમાં આવેલા બાસ્કેટ બોલના મેદાનમાં ઘટી છે. જેનો વાયરલ વીડિઓ પણ સામે આવ્યો છે. જેમાં વહેલી સવારે કેટલાક યુવાનો બાસ્કેટ બોલ રમી રહયા હતા ત્યારે એક ખેલાડી પર અચાનક બાસ્કેટ બોલની રિંગ તૂટી પડી હતી,      બાસ્કેટબોલની આ રિંગ પર કાચની પ્લેટ  લગાવેલી હોય છતાં પણ સદ્નસીબે જયારે રિંગ તૂટી પડી ત્યારે યુવકનો કાચના ટુકડાથી આબાદ બચાવ થયો હતો, અને યુવક રિંગ તૂટી પડયા...
દમણમાં PSI અને કોન્સ્ટબેલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ

દમણમાં PSI અને કોન્સ્ટબેલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ

Gujarat, National
દમણની પોલીસ પોતાની ફરજ બજાવવામાં અને ગુનેગારોને પકડી કાયદાનો પાઠ ભણાવી ફરિયાદીને ન્યાય અપાવવા માટે જાણીતી છે. ત્યારે, આ સિદ્ધિને બટ્ટો લગાવનાર એક PSI અને કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સંઘપ્રદેશ દમણના ડાભેલ આટિયાવાડના PSI સ્વાનંદ ઇનામદાર અને કોન્સ્ટબેલ અકીબ ખાનને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગુરૂવારે ઉચ્ચ પોલીસ અધિકારીએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. ઉચ્ચ અધિકારીએ સગીરાના અપહરણ કેસમાં ગુનો નોંધવામાં વધારે સમય લેવા ઉપરાંત પીડિતાના પિતાને ધમકાવવા બદલ બને પોલીસ કર્મચારી સમક્ષ આ કાર્યવાહી કરી હોવાનું ચર્ચાય છે. દમણ આટિયાવાડની સગીરાને ધર્મેન્દ્ર નામક યુવક ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સગીરાનું આ વિસ્તારમાં જ રહેતા ધર્મેન્દ્ર ગુપ્તા નામનો આરોપી અપહરણ કરીને લઇ ગયો હોવા...