8મી ડિસેમ્બર 1888ની કાળજું કંપાવતી ગોઝારી ઘટના, વીજળી નામના જહાજમાં 13 જાનના જાનૈયા સહિત 744 પ્રવાસીઓ મોતને ભેટ્યા હતા
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ... આ લોકગીત દરેક ગુજરાતીએ સાંભળ્યું હશે. પરંતુ આ ગીત જે ગોઝારી દુર્ઘટના ની યાદ અપાવે છે તેનાથી મોટા ભાગના ગુજરાતીઓ કદાચ અજાણ હશે. ત્યારે એ દુર્ઘટનાને ફરી તાજી કરી મૃત્યુ પામેલા એ 744 જેટલા મૃતાત્માઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવાના ઉદ્દેશ્યથી અહીં વિસ્તાર પૂર્વકના વર્ણન સાથે લખવામાં આવી છે.
ફોટો સૌજન્ય સોશ્યલ મીડિયા
વર્ષ 1888માં હાજી કાસમ નામના વેપારી પાસે વૈતરણા જહાજ હતું. આ જહાજ વીજળી તરીકે જાણીતું હતું. જહાજ મૂળ તો એ.જે.શેફર્ડ એન્ડ કુાં, મુંબઈની માલિકીનું હતું. જે 8 ડિસેમ્બર 1888 ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. એવું મનાય છે કે આ દુર્ઘટનામાં 744 જેટલા લોકો ડૂબી ગયા હતા. જેમાં અંજારના 13 જાનના જાનૈયા અને મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સહિત કેટલાક વેપારીઓ હતાં.
વૈતરણા માંડવી...