જાણો! એકાઉન્ટ એગ્રીગેટર નેટવર્ક એટલે કે નાણાકીય ડેટા શેરિંગ વિશે!
ગયા અઠવાડિયે ભારતમાં નાણાકીય ડેટા શેરિંગ તંત્ર એકાઉન્ટ એગ્રીગેટર (AA) નેટવર્કનો પ્રારંભ કરવામાં આવ્યો જે લાખો ગ્રાહકોને તેમના નાણાકીય રેકોર્ડ્સ માટે બહેતર ઍક્સેસ અને નિયંત્રણ આપીને અને ધીરાણ તેમજ ફીનટેક કંપનીઓ માટે સંભાવિત ગ્રાહકોની સંખ્યામાં વિસ્તરણ કરીને રોકાણ અને ક્રેડિટમાં ક્રાંતિ લાવી શકશે. એકાઉન્ટ એગ્રીગેટર (ખાતા એકત્રકાર) કોઇપણ વ્યક્તિને તેમના વ્યક્તિગત નાણાકીય ડેટા પર નિયંત્રણ પ્રદાન કરીને તેમને સશક્ત બનાવે છે જે અન્યથા તેમના નિયંત્રણમાં હોતા નથી.
ભારતમાં મુક્ત બેન્કિંગ લાવવા માટે અને લાખો ગ્રાહકોને ડિજિટલ રીતે ઍક્સેસ આપવા અને તેમના નાણાકીય ડેટાને સમગ્ર સંસ્થાઓમાં સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે શેર કરવા માટે સશક્ત બનાવવાની દિશામાં લેવાયેલું આ પ્રથમ પગલું છે. બેન્કિંગ ક્ષેત્રમાં એકાઉન્ટ એગ્રીગેટર તંત્ર ભારતની આઠ સૌથી મોટી બેંકો સાથે શરૂ કરવામાં આવ્યું છે. એકાઉન્ટ એગ્રીગેટર ત...