ભાજપ શાસિત વાપી નગરપાલિકામાં કોંગ્રેસના નગરસેવકો સાથે ભેદભાવ રખાય છે. લોકોના પ્રશ્નો સાંભળવા નગરસેવકે જનસંપર્ક કાર્યાલય ખોલ્યું
વાપીના વોર્ડ નમ્બર 5, ડુંગરી ફળિયા વિસ્તારમાં કોંગ્રેસના પાલિકા સભ્યએ લોકોને પડતી સમસ્યા સાંભળી તેની પાલિકામાં રજુઆત કરી પાયાની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી જનસંપર્ક કાર્યાલય ખોલ્યું છે. જેનું ગુરુવારે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ, વાપી પાલિકાના વિપક્ષી નેતા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરી લોકોની સમસ્યા સાંભળી હતી.
વાપી નગરપાલિકામાં ભૂતકાળમાં ભાજપને 3 પ્રમુખ આપ્યા બાદ પણ પાયાની સુવિધા માટે ફાંફા મારતા વોર્ડ નંબર પાંચના નગરજનોએ હાલમાં જ યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂર્વ પ્રમુખની ટીમને કારમો પરાજય આપી કોંગ્રેસના 3 સભ્યોને નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે વિજય અપાવ્યો છે. ત્યારે આ વિસ્તારની પ્રજાનું ઋણ ચૂકવવા કોંગ્રેસના નગરસેવકે જનસંપર્ક કાર્યાલય ખોલી પ્રજાના પ્રશ્નો સાંભળી પાલિકામાં તેની રજુઆત કરવાનું મન બનાવ્યું છે.
...