Saturday, February 8News That Matters

Gujarat

ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીને જયપુરમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય જાટ સંસદનું આમંત્રણ આપવા રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા વાપી આવ્યાં

ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીને જયપુરમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય જાટ સંસદનું આમંત્રણ આપવા રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા વાપી આવ્યાં

Gujarat, Most Popular, National
13મી એપ્રિલે જાટ આંતરરાષ્ટ્રીય દિવસ હતો. આ શુભ દિને વાપીમાં કાર્યરત ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદને આગામી 12મી જૂને જયપુરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પરિષદમાં ઉપસ્થિત રહેવા આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પરિષદના સંયોજક રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા આમંત્રણ પાઠવવા વાપી આવ્યાં હતાં. જેઓનુ વાપી જાટ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં વસતા જાટ સમાજના લોકોને એક મંચ પર લાવી સમાજને નવી દિશા આપવાના ઉદેશયથી કાર્યરત આંતરરાષ્ટ્રીય જાટ સંસદ દ્વારા 22મી જૂન 2022ના જયપુર ખાતે દ્વિતીય આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશ્વના 130 દેશોમાંથી જાટ સરદાર ઉપસ્થિત રહશે. જે અંગેનું આમંત્રણ વાપીમાં કાર્યરત ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદને પાઠવવા સંયોજક રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા વાપીમાં ઉપસ્થિત રહ્યા હતા. જેઓનુ વાપી જાટ...
ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 ગોડાઉન બળીને ખાખ

ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 ગોડાઉન બળીને ખાખ

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકાના ચિત્રકૂટ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. જેને બુઝાવવા ઉમરગામ પાલિકા, ઉમરગામ નોટીફાઇડ, સરિગામ અને વાપી મળી ચાર ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યાં હતાં. જેઓએ ચારેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.    ઉમરગામ નગરપાલિકાના પરપ્રાંતીય રહેણાક  વિસ્તારોમાં ગેરકાયદેસર ઉભા થયેલા ભંગારના ગોડાઉન સ્થાનિક લોકો માટે જોખમી બન્યા છે. તેવું વધુ એકવાર પુરવાર થયું છે. પાલિકાના ચિત્રકૂટ વિસ્તારમાં ગત રાત્રે એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની વિકરાળ જ્વાળાએ નજીકમાં આવેલ અન્ય 2 ગોડાઉનને પણ તેની ચપેટમાં લઈ લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભભૂકેલી આગને બુઝાવવા માટે ઉમરગામ પાલિકા, ઉમરગામ નોટીફાઇડ, સરિગામ અને વાપી મળી ચાર ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બો...
રાજકોટથી દમણ આવી ફાર્મ હાઉસમાં IPL મેચ પર જુગાર રમાડતા 4 ની દમણ પોલીસે ધરપકડ કરી, પોલીસને 24 મોબાઈલ ફોન 02 લેપટોપ સહિત 21,750ની રોકડ મળી

રાજકોટથી દમણ આવી ફાર્મ હાઉસમાં IPL મેચ પર જુગાર રમાડતા 4 ની દમણ પોલીસે ધરપકડ કરી, પોલીસને 24 મોબાઈલ ફોન 02 લેપટોપ સહિત 21,750ની રોકડ મળી

Gujarat, National
હાલમાં ચાલી રહેલ IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 4 રાજકોટવાસીઓને દમણ પોલીસે દબોચી લઈ સટ્ટા-બેટિંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મોટી દમણના ભામટી ખાતે આવેલ અન્ના ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. જેમાં 4 સટોડીયાઓની ધરપકડ કરવા સાથે તેમની પાસેથી 21,750 રૂપિયા રોકડા તેમજ 24 મોબાઈલ ફોન, 02 લેપટોપ, ડોંગલ-ચાર્જર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દમણ પોલીસને બાતમી મળી હતી કે મોટી દમણ ભામટી સ્થિત અન્ના ફાર્મ હાઉસમાં રાજકોટથી આવેલા સટોડીયાઓ IPLની ક્રિકેટ મેચ પર જુગાર રમાડે છે. આ બાતમીના આધારે દમણ પોલીસે ટીમ બનાવી અન્ના ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. જ્યાં IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ પર 04 લોકો "જુગાર" રમતા અને સટ્ટો રમાડતા જોવા મળ્યા હતાં. જેઓને ઝડપી પાડી જુગાર ધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. સટોડીયાઓની પ્રાથમિક પૂછપરછમાં તેમના નામ 1, રાંછ હિરે...
પાણી વિતરણ વ્યવસ્થામાં એવોર્ડ મેળવનારી વાપી પાલિકાના વોર્ડ નંબર 9માં પાણીની બુમરાણ, મહિલાઓએ મોરચા સાથે આવી પાલિકામાં આક્રોશ ઠાલવ્યો 

પાણી વિતરણ વ્યવસ્થામાં એવોર્ડ મેળવનારી વાપી પાલિકાના વોર્ડ નંબર 9માં પાણીની બુમરાણ, મહિલાઓએ મોરચા સાથે આવી પાલિકામાં આક્રોશ ઠાલવ્યો 

Gujarat, National
વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9ના કુંભારવાડ ફળિયાના લોકો પીવાના પાણી માટે ચાર વર્ષથી પરેશાન છે. 50 જેટલા પરિવાર વચ્ચે પાણીનો એક જ સરકારી નળ છે. જેમાં કલાક પૂરતું પાણી આવતું હોય અનેક પરિવાર પીવાના પાણી વિના રહી જાય છે. અહીં વધારાના કનેક્શન આપવા અનેક વખત રજુઆત કર્યા બાદ પણ હાલની ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્થાનિકોએ પૂરતું પાણી આપવા મોરચા સાથે પાલિકા ખાતે આવી પ્રમુખ સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. વાપી નગરપાલિકાએ હાલમાં જ ભારતમાં પાણી વિતરણ વ્યવસ્થાનું સુઆયોજિત વ્યવસ્થાપન માટે દેશનો પ્રથમ એવોર્ડ મેળવ્યો છે. જો કે આ એવોર્ડ મેળવનાર પાલિકાના વિસ્તારમાં જ છેલ્લા 4 વરસથી લોકો પાણી માટે ટળવળી રહ્યા છે. વાપી પાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 9માં આવેલ કુંભારવાડના લોકોએ પાણી માટે મોરચો કાઢી પાલિકા કચેરીએ પાલિકા પ્રમુખ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ આક્રોશ ...
LCB એ બલિઠામાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 9 જુગારીયાઓને 66,180 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

LCB એ બલિઠામાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 9 જુગારીયાઓને 66,180 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

Gujarat, National
વલસાડ એલસીબીની ટીમે ગઈ કાલે રાત્રે વાપી નજીક બલીઠા ગામે બ્રહ્મદેવ ક્મ્પ્લેક્ષમાં આવેલ એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા 9 જુગારીયાઓની મુદામાલ સાથે ધરપકડ કરી હતી, પોલીસે જુગાર ધામ પર દરોડો પાડી 9 જુગારીયાઓને 66,180 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.     વલસાડ એલસીબીની ટીમ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બલીઠાના બ્રહ્મદેવ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નંબર 5 માં આશાપુરા રોડ કેરિયર્સનો અરવિંદ સિંહ ગજરા નામનો સંચાલક પોતે તેની ઓફિસમાં ટ્રક ડ્રાઈવરોને જુગાર રમાડીને નાલ  ઉઘરાવતો હોવાની બાતમી મળી હતી,  આ બાતમી આધારે એલસીબીની ટીમે આશાપુરા રોડ કેરિયર્સની ઓફિસમાં છાપો મારતા ટ્રાન્સપોર્ટના સંચાલક અરવિંદ સિંહ ગજરા સહીત 9 જુગારીયાઓ ગંજીપાનો હાર જીતનો જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા, પોલીસે પકડાયેલા જુગારીયાઓની અંગજડતી કરતા ત...
વાપીના ટ્રાફિકને ડાયવર્ટ કરવા શરૂ કરાયેલ બલિઠા બ્રિજનું કામ અટક્યું! કોન્ટ્રાક્ટરે બ્રિજ નિર્માણ માટે ખોદેલા ખાડા JCB થી બુરી દીધા!

વાપીના ટ્રાફિકને ડાયવર્ટ કરવા શરૂ કરાયેલ બલિઠા બ્રિજનું કામ અટક્યું! કોન્ટ્રાક્ટરે બ્રિજ નિર્માણ માટે ખોદેલા ખાડા JCB થી બુરી દીધા!

Gujarat, National
વાપી નજીક બલિઠા ખાતે નિર્માણ થઈ રહેલા ROB નું કામ ફરી અટક્યું છે. 15 દિવસથી બ્રિજ નિર્માણની શરૂ કરેલી કામગીરીમાં કોન્ટ્રાકટર ને જુના ભાવે જ કામગીરી કરવાની સૂચના PWD ના અધિકારીઓએ આપી હોય, જૂનો ભાવ કોન્ટ્રાક્ટરને પરવડે તેમ ના હોય તેને કારણે આ કામગીરી અટકી હોવાની વાત સ્થાનિક લોકોમાં વહેતી થઈ છે. બલિઠા ખાતે રેલવે ફાટક પર 2 વર્ષથી બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધર્યા બાદ કોરોનામાં કામગીરી અટકી પડી હતી. અને જૂના ટેન્ડર મુજબ કોન્ટ્રાકટર ને પણ તે પરવડી શકે તેમ ના હોય કોન્ટ્રાક્ટરે નવા ભાવ સાથેની ટેન્ડર પ્રક્રિયા કરીને બ્રિજ નિર્માણ કરવાની રજુઆત કરી હતી. જો કે એક તરફ વાપી રેલવે પરનો ઓવરબ્રિજ પણ તોડવાનો હોય અને તેના ટ્રાફિકને બલિઠા ROB પર ડાયવર્ટ કરવો પડે તેમ હોય PWD ના અધિકારીઓએ નાણાપ્રધાન કનું દેસાઈ ની દરમ્યાનગીરી બાદ બલિઠા ROB નું કામ તેજગતિએ શરૂ કરાવ્યું હતું. જે માટે છે...
DNH ના દૂધની ચોકીપાડામાં સ્થાનિકોએ 39  વર્ષ જુના રસ્તાની જાતે જ મરામત કરી “જાત મેહનત જિંદાબાદ”ના સૂત્રને સાર્થક કર્યું! 

DNH ના દૂધની ચોકીપાડામાં સ્થાનિકોએ 39  વર્ષ જુના રસ્તાની જાતે જ મરામત કરી “જાત મેહનત જિંદાબાદ”ના સૂત્રને સાર્થક કર્યું! 

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની ગામે 39 વર્ષથી તંત્રને અનેક રજૂઆતો કર્યા બાદ પણ સ્મશાન માટે નો 400 મીટરનો માર્ગ ડામર માર્ગ નહિ બનાવી આપતા આખરે ગામલોકોએ જાતે જ આવાગમન માટે કાચો માર્ગ તૈયાર કરી ઘરે ઘરે રોડ...... અને ગરીબો ની બેલી સરકાર... ના બણગાં ફૂંકતા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.   દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તાર એવા દુધની ગામના ચોકીપાડા, દેવીપાડા, મેડસિંગી, જૈટી, ટોકરપાડા આ બધા ફળિયામા 5398 જેટલા લોકો વસવાટ કરે છે. ફળિયાના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમા મરણ પ્રસંગે સ્મશાનમા જવા માટે ઘણી જ સમસ્યા છે. ઘણા વર્ષો વીતી ગયા 1983થી 2022સુધી હાલ 39વર્ષ પુરા થયા છતા પણ દૂધની ચોકીપાડામા આવેલ સ્મશાનનો રોડ જે ચારસો મીટર છે તે હજી સુધી બન્યો નથી.    આ વિસ્તારમા રહેતા લોકોને અવારનવાર તકલીફનો સામનો કરવો પડે છે તે બાબતને ધ્યાનમા લઈને ગ્રામજનોએ એકજુટ થઇ એમના ઘર...
દમણમાં ખારીવાડના એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 18 જેટલા બાઇક અને ઘરવખરી-ફર્નિચર બળીને ખાખ, 35 લોકોને રેસ્ક્યુ કર્યા

દમણમાં ખારીવાડના એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 18 જેટલા બાઇક અને ઘરવખરી-ફર્નિચર બળીને ખાખ, 35 લોકોને રેસ્ક્યુ કર્યા

Gujarat, National
દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલ દાર ઉસ સલામ એપાર્ટમેન્ટમાં મંગળવારે મળસ્કે 4 વાગ્યા આસપાસ ભોંયતળિયે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી. પાર્કિંગ એરિયામાં આગની જ્વાળાએ 18 જેટલી બાઇકને તેમની ચપેટમાં લીધી હતી. તો, આગના ધુમાડાના ગોટેગોટા ઉઠતા ગૂંગળામણ અનુભવતા એપાર્ટમેન્ટના 35 જેટલા લોકોએ અગાસી પર જઈ આશરો લીધો હતો. જે તમામ ને દમણ ફાયરે રેસ્ક્યુ કર્યા હતાં.  ઘટના અંગે દમણ ફાયર વિભાગે આપેલી વિગતો મુજબ મંગળવારે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ કોલ આવ્યો હતો કે દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલ દાર ઉસ સલામ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી છે. જેની જાણકારી મળ્યા બાદ ફાયરની 3 ગાડીઓ રવાના કરાઈ હતી. આગ જે ઇમારતમાં લાગી હતી તે 8 માળની હતી. અને તેના પાર્કિંગ એરિયામાં આગ ભભૂકતી જોવા મળી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે આગને કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠ...
દાદરા નગર હવેલીના ખેડૂતે શિમલાથી લાવેલા 300 સફરજનના રોપાઓનું વાવેતર કરી સફરજનની સફળ ખેતી કરી, 3000ને બદલે 300 કલાકની ઠંડકમાં 3 દિવસે એક વાર પાણી આપ્યાં બાદ 40 ડિગ્રીના તાપમાને તૈયાર થયા ટેસ્ટી સફરજન

દાદરા નગર હવેલીના ખેડૂતે શિમલાથી લાવેલા 300 સફરજનના રોપાઓનું વાવેતર કરી સફરજનની સફળ ખેતી કરી, 3000ને બદલે 300 કલાકની ઠંડકમાં 3 દિવસે એક વાર પાણી આપ્યાં બાદ 40 ડિગ્રીના તાપમાને તૈયાર થયા ટેસ્ટી સફરજન

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલ ખાતે અદુમાર્યો ન્યુમ્સ નામના ખેડૂતે શિમલાથી લાવેલા 5 અલગ અલગ વેરાયટીના 300 સફરજનના રોપાઓનું વાવેતર કરી સફરજનની સફળ ખેતી કરી છે. આ ઝાડ પર હાલ સફરજનના ફળ આવ્યા છે જેનો ટેસ્ટ ખૂબ જ સારો છે. આ સફરજનની વેરાયટી શિમલાના હરિમન શર્માએ તૈયાર કરી છે. જે 3000 કલાકની ઠંડકને બદલે 300 કલાકની ઠંડકમાં અને 3 દિવસે એક વાર પાણી આપ્યાં બાદ પણ સારા ફળ આપે છે. દાદરા નગર હવેલીના ખેડૂત અદુમાર્યો ન્યુમ્સે તેમને રોપ્યા બાદ પ્રથમ વખત 40 ડિગ્રીના તાપમાન ધરાવતા પ્રદેશમાં આગામી મેં-જુનમાં પ્રથમ પાક લણશે. સંઘપ્રદેશના દાદરા અને નગર હવેલીના ગરમ વાતાવરણમાં ઠંડા પ્રદેશના ફળોની ખેતી અત્યાર સુધી અસંભવિત ગણાતી હતી. પરંતુ હાલમાં જ શિમલાના હરિમન શર્માએ ખાસ રિસર્ચ હાથ ધરી સફરજનની 5 એવી વેરાયટી તૈયાર કરી છે. જે ઠંડા પ્રદેશને બદલે ગરમ પ્રદેશમાં પણ સારા ફળ નો પાક આપી શકે. આ રોપાઓ દાદરા નગર હ...
રામનવમીના પાવન પર્વ પર વાપીમાં જય શ્રીરામ ના નારા, કેસરી ધજાપતાકા સાથે નીકળી શોભાયાત્રા

રામનવમીના પાવન પર્વ પર વાપીમાં જય શ્રીરામ ના નારા, કેસરી ધજાપતાકા સાથે નીકળી શોભાયાત્રા

Gujarat, National
વાપીમાં બે વર્ષ બાદ રામ નવમીએ માર્ગો ઉપર ભગવાન શ્રીરામની ભવ્ય પ્રતિમા સાથે વિશાળ શોભાયાત્રા નિકળી હતી. હાથમાં કેસરી ધજા, બાઇક, કાર રેલી અને ડીજેના તાલે જય શ્રીરામનો ગુંઝતો નાદ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. સવારે 10 વાગ્યાથી વાપીના અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી કરેલા શોભાયાત્રાના આયોજનો રાત્રીના 8 વાગ્યા સુધી ચાલ્યા હતાં. અને રાત્રે ભગવાન શ્રીરામ ની આરતી સાથે સંપન્ન થયા હતાં. વાપીમાં રવિવારે રામનવમી નિમિત્તે શહેરભરમાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા રામલલ્લાનો જન્મોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. શ્રીરામની 13 ફૂટ ઊંચી શણગારેલી પ્રતિમા સાથે તો, ક્યાંક શણગારેલા રામરથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં VHP, ભાજપ અને વિવિધ હિન્દુ સંગઠનના નેતાઓ જોડાયા હતાં. વાપી પંથકમાં રામનવમીના તહેવાર નિમિત્તે છેલ્લા બે વર્ષથી કો૨ોનાની મહામારીને કારણે યાત્રા કે તહે...