વલસાડ રૂરલ પોલીસે “પોલીસ કરૂણા અને ન્યાયનુ પ્રતિક” સુત્ર સાર્થક કર્યું
કોચવાડા ગામમાં રહેતા રીક્ષા ચાલક ચેતનભાઇ ડાહ્યાભાઇ મ્યાનગરને ચાલુ ડ્રાઇવીંગે લકવાની અસર થતા તેનુ ઘર પરીવારનુ ગુજરાન ચાલતુ ન હોય તેને મદદરૂપ થવા વલસાડ રૂરલ પોલીસે ગુંદલાવ ગ્રેટ વ્હાઇટ કંપનીના સહયોગથી ચા - નાસ્તાની કેબીન બનાવડાવી ભેટ આપી છે. પોલીસે ચેતનભાઇ ડાહ્યાભાઇ મ્યાનગરના ધર્મ પત્નીને ચા - નાસ્તાની કેબીન શરૂ કરાવી રોજીરોટીની વ્યવસ્થા કરી આપતા પરિવારે પોલીસની સારી કામગીરીનો આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરી છે.
અધિક પોલીસ મહાનિર્દેશક ડો. એસ. પી. રાજકુમાર સુરત વિભાગ, તથા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડા તરફથી પોલીસ અને પ્રજા વચ્ચેનુ અંતર દૂર થાય તે હેતુથી જીલ્લાના પો.સ્ટે. વિસ્તારના ગામડાઓને પોલીસ કર્મચારીઓ દ્વારા દત્તક લઇ ગામની મુલાકાત દરમ્યાન ગામના સરપંચ તથા ગામના જાગૃત નાગરીકો તરફથી ગામની સમસ્યા તથા ગામના વ્યક્તિઓની મદદરૂપ થઇ શકાય તેવી મ...