Saturday, March 15News That Matters

Gujarat

ભારતમાતાનું અપમાન કરનારાઓને સાથે લઈને ‘ભારત જોડો’નો કયો પ્રયત્ન કૉંગ્રેસ કરી રહી છે? નરેંદ્ર સુર્વે, પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ

ભારતમાતાનું અપમાન કરનારાઓને સાથે લઈને ‘ભારત જોડો’નો કયો પ્રયત્ન કૉંગ્રેસ કરી રહી છે? નરેંદ્ર સુર્વે, પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ

Gujarat, National
ભારતમાતાનું અપમાન કરનારાઓને લઈને ‘ભારત જોડો’ના કયા પ્રયત્નો કૉંગ્રેસ કરી રહી છે, એવો સજ્‍જડ પ્રશ્‍ન હિંદુ જનજાગૃતિ સમિતિના દિલ્‍લી રાજ્‍ય પ્રવક્તા નરેંદ્ર સુર્વેએ ઉપસ્‍થિત કર્યો છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, 75 વર્ષ પહેલાં જેમના કાર્યકાળમાં આપણા દેશનું વિભાજન થયું, તે કૉંગ્રેસ પક્ષ ‘ભારત તેરે ટુકડે હોંગે’ની ઘોષણા દેનારા કન્‍હૈયાકુમારને સાથે લઈને ‘ભારત જોડો’ યાત્રા કરી રહ્યો છે. પાદરી જ્‍યોર્જ પોનૈય્‍યા ભારતમાતાને ‘અપવિત્ર’ માને છે અને કેવળ ઇસુને માને છે, તેમજ હિંદુઓનાં દેવી-દેવતાઓને માનવાને બદલે તેમના અસ્‍તિત્‍વ પર જ પ્રશ્‍નો નિર્માણ કરે છે. રાહુલ ગાંધી જ્‍યોર્જ પોનૈય્‍યા જેવા પાદરીઓને લઈને યાત્રા કાઢે છે, તે સમયે તેમના ઉદ્દેશ પર જ પ્રશ્‍ન નિર્માણ થાય છે. કે, આવા ભારતમાતાનું અપમાન કરનારાઓને લઈને ‘ભારત જોડો’ના કયા પ્રયત્નો કૉંગ્રેસ કરી રહી છે, ‘ભારત તોડો’માં સહભ...
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડા, ઉમરગામ, પારડી તાલુકાના 20 ગ્રામ્ય રસ્તાઓ અવરજવર માટે બંધ 

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડા, ઉમરગામ, પારડી તાલુકાના 20 ગ્રામ્ય રસ્તાઓ અવરજવર માટે બંધ 

Gujarat, National
ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદથી 20 ગ્રામ પંચાયતના મુખ્ય માર્ગોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તો, આ ગ્રામ્ય માર્ગો પરના કોઝવે પર પાણી ફરી વળતા જ્યાં સુધી વરસાદ બંધ ના થાય અને કોઝવે પરના પાણી ઉતરે નહિ ત્યાં સુધી વહીવટી તંત્ર એ વૈકલ્પિક રસ્તાઓની યાદી બહાર પાડી તે રસ્તાઓ આવાગમન માટે ઉપયોગમાં લેવા અનુરોધ કર્યો છે. વલસાડ જિલ્લાના 20 પંચાયતોના રોડ ભારે વરસાદમાં બંધ કરવાની ફરજ પડી છે. જેમાં કપરાડા તાલુકાના મોટાભાગના ગામોને જોડતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં છે. તે તમામ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. જેમાં અરણાઈ કુંડા ધામણી રોડ, કેતકી કાસ્ટોનિયા રોડ, ગિરનારા નીલુંગી રોડ, વારોલી જંગલ હેદલબારી દહીખેડ કરચોન્ડ રોડ, પીપરોણી નિશાળ ફળિયા થી બરમબેડા રોડ, ધાણવેરી અસલકાટી સુલીયા રોડ, ટૂકવાડા મુખ્ય રસ્તાથી ધારણમાળ ગામ ને જોડતો રોડ, તેરી ચીખલી પાટ...
વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ DNH દમણમાં મેઘરાજાએ ભાદરવામાં બોલાવી સટાસટી 

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ DNH દમણમાં મેઘરાજાએ ભાદરવામાં બોલાવી સટાસટી 

Gujarat, National
વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં બુધવારના 6 વાગ્યાથી સતત વરસાદી હેલી વરસી રહી છે. ભારે પવન સાથે સતત વરસતા વરસાદી ઝાપટા ને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. તો સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગની આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી નો વર્તારો દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણને ફળ્યો છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ભાદરવા મહિનામાં છેલ્લા 26 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગની આગાહી સાથે વલસાડ જિલ્લામાં વરસી રહેલા વરસાદની વિગતો જોઈએ તો વલસાડ તાલુકામાં ગુરુવારે સવારે 8 વાગ્યા સુધીમાં પુરા થતા 26 કલાકમાં દોઢ ઇંચથી 4 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો છે. જેની તાલુકા મુજબ વિગતો જોઈએ તો ઉમરગામ તાલુકામાં 38mm, કપરાડા તાલુકામાં 47mm, ધરમપુર તાલુકામાં 55mm, પારડી તાલ...
વલસાડ જિલ્લામાં 10 દિવસ સુધી 43 પ્રાથમિક શાળામાં એલિમિનેશન ઓફ લીમફેટીક ફાઇલેરિયાસિસ અંગે સર્વે કરાશે

વલસાડ જિલ્લામાં 10 દિવસ સુધી 43 પ્રાથમિક શાળામાં એલિમિનેશન ઓફ લીમફેટીક ફાઇલેરિયાસિસ અંગે સર્વે કરાશે

Gujarat, National
વલસાડ જિલ્લામાં એલિમિનેશન ઓફ લીમફેટીક ફાઇલેરિયાસિસ અંતર્ગત તા. 14 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર 2022 દરમિયાન ટ્રાન્સમીશન એસેસમેન્ટ સર્વે વલસાડ જિલ્લા પંચાયતની મેલેરિયા શાખાના સુપરવિઝન હેઠળ થનાર છે. આ સર્વે અંતર્ગત બાળકોની તપાસ ફાઈલેરિયા ટેસ્ટીંગ સ્ટ્રીપ (એફટીએસ કીટ) દ્વારા કરાશે. જો કોઈ બાળકમાં હાથીપગા રોગના લક્ષણો જણાશે તો તેવા બાળકોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે. ગાંધીનગરથી મંજૂર થઈને આવેલા જિલ્લાના ફાઈલેરિયા રોગના જોખમી વિસ્તારની 43 પ્રાથમિક શાળાઓમાં 5 થી 7 વર્ષના બાળકોમાં હાથીપગા રોગની તપાસ કરાશે. આ સર્વે દ્વારા જિલ્લામાં ફાઈલેરીયા રોગના સંક્રમણનો ચિતાર મેળવી શકાશે અને રોગની નાબૂદી કરવામાં મદદરૂપ બનશે. કોને ચેપ લાગવાનો ભય છે? લસિકાગ્રંથિનો ફાઈલેરીયાસિસ (એલએફ) સામાન્યપણે એલીફેન્ટીયાસિસથી ઓળખાય છે. આ રોગ સામાન્યપણે બાળપણમાં થાય છે. ...
દમણ PWD એ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ ન ચુકવતા કોર્ટે સામાન જપ્તીનો આદેશ કરી કાર્યવાહી હાથ ધરી

દમણ PWD એ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ ન ચુકવતા કોર્ટે સામાન જપ્તીનો આદેશ કરી કાર્યવાહી હાથ ધરી

Gujarat, National
દમણની કોર્ટે આર્બિટ્રેટરના એક ચુકાદામાં દમણ PWD ને કોર્ટમાં રકમ ન ભરતા સામાન જપ્તીનો આદેશ કરી સમાન જપ્ત કરવાની કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે. કોન્ટ્રાક્ટરે વર્ષ 2015-16માં વોટર સપ્લાયને લગતા કરેલા કામોનું કરોડોનું પેમેન્ટ ન ચુકવતા હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટે સમગ્ર મામલાની તપાસ માટે નિવૃત ન્યાયધીશને આર્બિટ્રેટર તરીકે નિમણૂંક કરી હતી. આર્બિટ્રેટરે આ કેસમાં દમણ PWD ને કુલ રકમના 50 ટકા રકમ કોર્ટમાં જમા કરવા આદેશ કર્યો હતો. જોકે, કોર્ટના આદેશનું પાલન ન કરાતા આખરે કોર્ટે સામાન જપ્તીનો આદેશ કરી કાર્યવાહી હાથ ધરી છે. દમણ PWD ના ટેન્ડર મુજબ એસ એલ પટેલ એન્ડ કંપનીને વર્ષ 2015-16માં દમણના ડાભેલ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સહિત વોટર સપ્લાયને લગતા કામો મળ્યા હતા. કોન્ટ્રાકટર દ્વારા કામ પૂર્ણ કર્યા બાદ PWD એ પેમેન્ટ ન ચુકવતા કોન્ટ્રાક્ટર હાઇકોર્ટમાં ગયો હતો....
વાપી GIDC માં ગટરના પાણીનો વીડિઓ ઉતારી ઉદ્યોગકારોને દબડાવતો લેભાગુ યુટ્યુબીયો નાળામાં ખાબક્યો

વાપી GIDC માં ગટરના પાણીનો વીડિઓ ઉતારી ઉદ્યોગકારોને દબડાવતો લેભાગુ યુટ્યુબીયો નાળામાં ખાબક્યો

Gujarat, National
ગુજરાતીમાં કહેવત છે કે જે ખાડો ખોદે તે પડે..... આ કહેવત રવિવારે એક કથિત YOUTUBE ચેનલના નામે વાપી GIDC માં ઉદ્યોગકારોને દબડાવતા યૂટ્યૂબિયા પર લાગુ પડી હતી. જેમાં નવાઈની વાત એ હતી કે ઘવાયેલ આ યુવાનને મદદ માટે પણ એ જ ઉદ્યોગકારોની જરૂર પડી હતી કે, જેઓને વારતહેવારે ગટર ના પાણીના નામે બદનામ કરી તોડપાણી માટે દબડાવતો હતો. વાપી GIDC માં શરના કેમિકલ અને એકરાપેક ઇન્ડસ્ટ્રીઝ નજીક મુખ્ય માર્ગ પર વહેતી વરસાદી ગટરમાં એક બુલેટ ચાલક બુલેટ સાથે પડતા ઘાયલ થયો હતો. આ ઘટનાનો એક વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં યુવક જીતુ નામના પત્રકારનો માણસ હોવાનું આસપાસ ઉભા લોકોને કહે છે. અને નજીકની કંપનીમાં HR માં નોકરી કરતા વ્યક્તિને બોલાવવા અને મદદરૂપ થવા કહે છે. જો કે વાયરલ વીડિઓમાં બુલેટ સાથે નાળામાં ખાબકેલ યુવક અંગે મળતી વિગતો મુજબ તેમનું નામ બાદલ હોવાનું અને એક યૂટ્યૂબ ચેનલ...
વાપીમાં વિકાસના ખાતમુહરત પ્રસંગે રસ્તા-ગટરની સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓએ નાણાપ્રધાન સામે બળાપો ઠાલવ્યો

વાપીમાં વિકાસના ખાતમુહરત પ્રસંગે રસ્તા-ગટરની સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓએ નાણાપ્રધાન સામે બળાપો ઠાલવ્યો

Gujarat, National
વાપી નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન બિસ્માર બનેલા રસ્તાઓ, વરસાદી ગટર, ઓવર હેડ પીવાના પાણીની ટાંકી અંડરગ્રાઉન્ડ સંપ અને સોલીડવેસ્ટ મેનેજમેન્ટ સાઈટના અપગ્રેડેશનનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત 10 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ વિકાસના કામોના ખાત મુહરત દરમ્યાન સતાધાર સોસાયટીમાં રસ્તા-ગટરની સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓએ નાણાપ્રધાન સામે બળાપો ઠાલવ્યો હતો.  વલસાડ જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમ્યાન 125 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જે આક્રોશ ચલા ખાતે સતાધાર સોસાયટીમાં 10 કરોડના વિકાસના કામોના ખાતમુહરત કરવા આવેલા કનુભાઈ દેસાઈ અને નગરપાલિકાના સત્તાધીશો સામે સ્થાનિક રહેવાસીઓ ઠાલવતા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ચીફ ઓફિસર છોભિલા પડ્યા હતાં. ખાતમુહૂર્તના આ ક...
દાદરા નગર હવેલીમાં દમણગંગા નદીના પટમાં જવા પર પ્રશાસને મુક્યો પ્રતિબંધ

દાદરા નગર હવેલીમાં દમણગંગા નદીના પટમાં જવા પર પ્રશાસને મુક્યો પ્રતિબંધ

Gujarat, National
શુક્રવારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રખોલી પુલ પાસે દમણ ગંગા નદીમાં ફસાયેલા વ્યક્તિની ઘટના નોંધાઈ હતી.  DNH ફાયર અને ઇમરજન્સી સર્વિસ, પોલીસ અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો.  આ ઘટનાની નોંધ લઈ દાદરા નગર હવેલી પ્રશાસન વતી ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યું છે કે, દમણગંગા નદીમાં લોકોના ડૂબવાના તાજેતરના બનાવોની નોંધ લેતા, જિલ્લા વહીવટીતંત્રે વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ/ભાડૂતો અને નદી કિનારે રહેતા લોકો પર કપડાં ધોવા, માછીમારી વગેરે માટે પ્રતિબંધો લાદ્યા છે. આસપાસના ઉદ્યોગો/ચાલ માલિકોએ માટે કડક સૂચના આપી છે. કે, નદી કાંઠાની નજીકના લોકો આ પ્રતિબંધનો અમલ કરે જો તેવું નહિ કરે અને હુકમનો અનાદર થતો જણાશે તો સંબંધિત એમ્પ્લોયર/ચાલ માલિક અથવા સામાન્ય જનતાને જવાબદાર ગણવામાં આવશે અને ડિઝાસ્ટર મેનેજમેન...
વલસાડ SOGની ટીમેં 1500 કિલોથી વધુના અફિણના પોષ ડોડાના જથ્થા સાથે 2 ની ધરપકડ કરી

વલસાડ SOGની ટીમેં 1500 કિલોથી વધુના અફિણના પોષ ડોડાના જથ્થા સાથે 2 ની ધરપકડ કરી

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન અને સૂચના આધારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમેં બાતમી આધારે મધ્યપ્રદેશ તરફથી આવતા એક કન્ટેઇનરને રોકી તેમાંથી નશાયુક્ત અફિણના સૂકા પોષ ડોડાનો અંદાજિત 1500 કિલોનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે અફીણના જથ્થા સાથે 2 ઇસમની ધરપકડ કરી છે. ઘટના અંગે પોલીસે વિગતો આપી હતી કે, બાતમીના આધારે વલસાડ SOGની ટીમે નાનાપોઢા સેલવાસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. બાતમીવાળું કન્ટેઇનર આવતા તેને અટકાવી ચેક કરતા કન્ટેઇનરમાંથી અંદાજે 1500 કિલો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેઇનરમાં અંદાજે 1500 કિલો જેટલો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ કરીને નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં નશીલા પદાર્થ ધુસાડનારા માફિયાઓનો ખૂબ મોટો જથ્થો વિવિધ વિસ્તારમાં ઝડપાઇ રહ્યો છે. વલસાડ SOG ની ટીમે ઝાડપેલ અ...
સેલવાસમાં PIB દ્વારા આયોજિત ‘વાર્તાલાપ’- રૂરલ મીડિયા વર્કશૉપમાં અખબારી પત્રકારોએ ડિજિટલ મીડિયાને લઈ બળાપો કાઢ્યો

સેલવાસમાં PIB દ્વારા આયોજિત ‘વાર્તાલાપ’- રૂરલ મીડિયા વર્કશૉપમાં અખબારી પત્રકારોએ ડિજિટલ મીડિયાને લઈ બળાપો કાઢ્યો

Gujarat, National
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના PIB(પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો) અમદાવાદ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે રૂરલ મીડિયા વર્કશૉપ-વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિષય નિષ્ણાત અનુભવી વક્તાઓએ હાલમાં વધી રહેલા ડિજિટલ મીડિયાના પ્રભાવ અંગે તેમજ ફેક ન્યૂઝ પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ અંગે મીડિયા કર્મીઓ સાથે ‘વાર્તાલાપ’ યોજી માર્ગદર્શન આપ્યું હતું. જો કે આ વાર્તાલાપમાં સેલવાસના અખબારી જગતના પત્રકારો, તંત્રીઓએ તેઓને પડતી મુશ્કેલીઓ અંગે બળાપો ઠાલવ્યો હતો. જેને કારણે ડિજિટલ મીડિયા પરના વાર્તાલાપનો મુદ્દો અખબારોને મળતી સરકારી જાહેરાતો, અખબારોની કોપી તરફ ફંટાઈ ગયો હતો. કાર્યક્રમમાં સૌ પ્રથમ PIB, અમદાવાદના ADG પ્રકાશ મગદૂમ, સંસદ સભ્ય લાલુભાઇ પટેલ, ડેપ્યુટી કલેક્ટર ચાર્મિ પારેખ, ગુજરાતમિત્ર’ના વરિષ્ઠ પત્રકાર હનીફ મેહરી, ગુજરાત ગાર્ડિયનના વરિષ્ઠ પત્રકાર અશોક પટેલ, ડિજ...