Saturday, March 15News That Matters

Gujarat

ગેરકાયદે ચાલતા ઓઈલના કાળા કારોબારના અડ્ડા પરથી ઓઇલને બદલે દૂધ મળ્યું, સેલવાસ ક્રાઈમ બ્રાન્ચે 28.60 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી

ગેરકાયદે ચાલતા ઓઈલના કાળા કારોબારના અડ્ડા પરથી ઓઇલને બદલે દૂધ મળ્યું, સેલવાસ ક્રાઈમ બ્રાન્ચે 28.60 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે નરોલી, વડ ફળિયા ખાતે ગેરકાયદેસર ચાલતી ઓઇલની હેરાફેરીનો પર્દાફાશ કરવા દરોડો પાડ્યો હતો. દરોડામાં ઓઈલના જથ્થાને બદલે 40 હજાર લિટર દૂધ મળી આવ્યું હતું. પોલીસે કુલ 28,60000 નો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જો કે ઓઈલના કાળા કારોબારના અડ્ડા પરથી ઓઇલની બદલે મોટી માત્રામાં દુધ અને લોખંડના સળિયા મળતા આ દરોડને સફળ માનવો કે બગાસું ખાતા પતાસું મળ્યાનો એહસાસ કરવો એ મૂંઝવણ વચ્ચે સેલવાસ પોલીસે મહત્વની સફળતા ગણાવી છે. દાદરા નગર ક્રાઈમ બ્રાન્ચે નારોલી ખાતે ગેરકાયદેસર ચાલતી ઓઈલ ટ્રાન્સપોર્ટેશન પ્રવૃતિઓનો પર્દાફાશ કરી આરોપી (1) ક્રિષ્ના કાલુ નાગરી, ઉમર 42 વર્ષ R/o. ભસ્તા ફળિયા, સિલ્વાસા (2) ઈશ્વર નાથુજી ચંદેલ, વય 42 વર્ષ R/o.  વડ ફળિયા, નરોલી અને (3) કિરણસિંહ જસવંતસિંહ રાજપૂત વય 54 વર્ષ R/o. બ્રાહ્મણપાડા, નંદીગામ, તલવાડ...
દમણના દરિયામાં ડૂબેલા 3 યુવકોનો 17 કલાક બાદ પણ કોઈ પત્તો નહિ, શોધખોળ યથાવત

દમણના દરિયામાં ડૂબેલા 3 યુવકોનો 17 કલાક બાદ પણ કોઈ પત્તો નહિ, શોધખોળ યથાવત

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રવિવારે સુરતથી દમણ બીચ પર ફરવા આવેલા 5 યુવકો દરિયામાં ન્હાવા પડ્યા બાદ 3 યુવકો પરત નહિ આવતા દમણ પ્રશાસને યુવકોની શોધખોળ હાથ ધરી છે. ઘટના રવિવારે સાંજે 5 વાગ્યે બન્યા બાદ બીજા દિવસે સોમવારે 10 વાગ્યા સુધી યુવકોની કોઈ ભાળ મળી નથી. રવિવારે દમણના દરિયા કિનારે ફરી એકવાર પ્રવાસીઓ ડૂબી ગયા હોવાની ઘટનાથી ફાયર, પોલીસ અને પ્રશાસન દોડતું થયું છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા 20 થી 25 વર્ષના 5 મિત્રો દમણમાં ફરવા આવ્યાં હતાં. દમણ ફરવા આવેલા આ પાંચેય મિત્રો દમણમાં ખાણીપીણી ની મોજ માણી મોટી દમણ લાઈટ હાઉસ નજીક દરિયામાં ન્હાવા પડ્યા હતાં. દરિયાની ઊંચી ભરતીમાં ન્હાવા પડેલા પાંચ મિત્રો પૈકી 25 વર્ષનો મુકેશ અને 24 વર્ષનો સાવન દરિયામાંથી બહાર આવી ગયા હતાં. જ્યારે તેમના સાથીમિત્રો એવા 20 વર્ષીય ઋષભ, 23 વર્ષીય રાહુલ, 24 વર્ષીય વાસુ દરિયાના...

સુરતથી દમણ ફરવા આવેલા 5 પૈકી 3 દરિયામાં લાપતા બનતા પ્રશાસને શોધખોળ હાથ ધરી

Gujarat, National
મળતી વિગતો મુજબ સુરતથી 5 લોકો રવિવારે દમણમાં ફરવા આવ્યા હતા. તમામ મિત્રોએ મોટી દમણ લાઈટ હાઉસ થી જામપોર બીચ સી ફેસ રોડ પર ફરવા સાથે ખાણીપીણીની મોજ માણી હતી. જે બાદ દરિયામાં ન્હાવા પડ્યા હતાં. જેમાં મોજાની ભરતી સાથે 3 યુવકો તણાઈ જતા અને 2 યુવકો બચી જતા ચકચાર મચી છે. ઘટના અંગે દમણ પોલીસ પ્રશાસનને ઘટનાની જાણ કરતા દમણ જિલ્લા SP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી યુવકોની શોધખોળ હાથ ધરી છે. હાલ આ અંગે વધુ વિગતો મળી નથી. ...
दमन में International Coastal Cleanup Day पर महा सफाई अभियान, 15 हजार लोगोने 12 टन कचरा एकत्र किया

दमन में International Coastal Cleanup Day पर महा सफाई अभियान, 15 हजार लोगोने 12 टन कचरा एकत्र किया

Gujarat, National
संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव के प्रशासक प्रफुल पटेल के नेतृत्व में शनिवार को सुबह 8 बजे जिला प्रशासन द्वारा "अंतर्राष्ट्रीय समुद्री तट सफाई दिवस" (international coastal cleanup day) के उपलक्ष्य में सफाई का महा अभियान आयोजित किया गया था।  इस कार्यक्रम में प्रशासक प्रफुल पटेल एवं संचार राज्य मंत्री देवुसिंह जेसिंगभाई चौहान ने भी हिस्सा लिया था। इस कार्यक्रम में प्रशासक प्रफुल पटेल ने सीएसआर के अंतर्गत ऑटोमैटिक समुद्र तट सफाई उपकरण का लोकार्पण भी किया था। इस मौके पर जन अभियान में करीब 15 हजार की संख्या में लोगों ने हिस्सा लिया था। यह अभियान मोटी दमण लाइट हाउस से जमपोर तक एवं नानी दमण जेटी से कडैया तक के करीब 15 किलोमीटर के समुद्री तटों (बीचों) पर चलाया गया था। इस दौरान दमण-दीव सांसद लालू पटेल, जिला पंचायत प्रमुख नवीन पटेल, नगरपालिका प्रमुख श्रीमती सोनल प...
નમોના જન્મદિવસ નિમિત્તે વાપીમાં ભાજપ અને સ્વંયસેવી સંસ્થાઓ દ્વારા આયોજિત વિવિધ સેવાકીય કાર્યોમાં નાણાપ્રધાન રહ્યા ઉપસ્થિત

નમોના જન્મદિવસ નિમિત્તે વાપીમાં ભાજપ અને સ્વંયસેવી સંસ્થાઓ દ્વારા આયોજિત વિવિધ સેવાકીય કાર્યોમાં નાણાપ્રધાન રહ્યા ઉપસ્થિત

Gujarat, National
ભારતીય જનતા પાર્ટી વાપી શહેર, નોટિફાઇડ મંડળ, નગરપાલિકા, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજિત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 72 માં જન્મદિવસે ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્તીથીમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.      નમોના જન્મ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શનિવારે સૌપ્રથમ વાપીમાં ગીતાનગર શાળા પાસે સ્વચ્છતા અભિયાનને પ્રસ્થાન કરાવ્યું હતું. જે બાદ રેલવે સ્ટેશન રોડ પર પાલિકા કોર્પોરેટર સતીશ પટેલના ઘરે 72 ગરીબ પરિવારોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત વાપી અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજિત 11 સ્થળો પર રક્તદાન કેમ્પ પ્રસંગે તેરાપંથ ભવન ખાતે રક્તદાન કેમ્પમાં હાજરી આપી રક્તદાતાઓનું સન્માન કર્યું હતું. હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ ફૂટ વિતરણ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આય...
વાપીમાં પાલિકા સભ્યએ કાચા ઘરમાં રહેતા પરિવારને સ્વખર્ચે પાકું ઘર આપવા સાથે મોદીના જન્મદિવસની ઉજવણી કરી

વાપીમાં પાલિકા સભ્યએ કાચા ઘરમાં રહેતા પરિવારને સ્વખર્ચે પાકું ઘર આપવા સાથે મોદીના જન્મદિવસની ઉજવણી કરી

Gujarat, National
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7મા જરૂરિયાતમંદ અને ઘરવિહોણા પરિવારને વાપી નગરપાલિકા ભાજપના સભ્ય દિલીપ યાદવે સ્વખર્ચે નવું મકાન બનાવી આપવાનું ખાતમુહરત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાવ્યું હતું.  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હોય. જેની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદને મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે વાપી નગરપાલિકાના સભ્ય દિલીપ યાદવે વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભીખી માતા મંદિર પાસે હળપતીવાસ ટાંકી ફળીયામાં રહેતા ગૂલીબેન મિતેશભાઈ હળપતીના કાચા ઘરના સ્થાને પાકું ઘર બનાવી આપવાનો નીર્ધાર સેવી રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ખાત મુહરત કરાવ્યું હતું. વર્ષોથી ઝૂંપડામાં રહેતા આ પરિવારને મદદરૂપ થવાની દિલીપ યાદવની ભાવનાને નાણા...
વલસાડ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદ અવિરત રહેતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો 

વલસાડ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદ અવિરત રહેતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો 

Gujarat, National
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાવા સાથે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેતા લોકો તૌબા પોકારી ઉઠ્યા છે. વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લામાં પડેલા તાલુકા મુજબના વરસાદની વિગતો જોઈએ તો, ઉમરગામ તાલુકામાં 137mm, કપરાડા તાલુકામાં 96mm, ધરમપુર તાલુકામાં 47mm, પારડી તાલુકામાં 104mm, વલસાડ તાલુકામાં 60mm અને વાપી તાલુકામાં 110mm વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે મધુબન ડેમનું લેવલ 78.50 મીટરે સ્થિર રાખી 29,351 ક્યુસેક નવા પાણીની આવક સામે ડેમના 5 દરવાજા 1 મીટર સુધી ખોલી 41,127 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે વલસાડ અને ...
વાપી GIDC માં કેમિકલ કંપનીમાં ભીષણ આગને કાબુ લેવા ફાયરે ચલાવેલ પાણી ફૉમ ના મારા સાથે રસ્તા પર વહ્યું સફેદ ને બદલે કેમિકલ કલરયુક્ત પાણી

વાપી GIDC માં કેમિકલ કંપનીમાં ભીષણ આગને કાબુ લેવા ફાયરે ચલાવેલ પાણી ફૉમ ના મારા સાથે રસ્તા પર વહ્યું સફેદ ને બદલે કેમિકલ કલરયુક્ત પાણી

Gujarat, National
વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં શુક્રવારે સવારે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટના બાદ સતત 5 કલાકની મહેનતે ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ની ઘટના માં જાનહાની ટળી છે. પરંતુ, ફાયર દ્વારા કરેલા પાણી અને ફૉમ ના મારા દરમ્યાન સફેદ પાણીને બદલે કેમિકલ કલરયુક્ત પાણી કંપની પરિસર બહાર નીકળતા મુખ્ય માર્ગ પર કલરયુક્ત પાણીની નદી વહી હતી. જે જોઈ અધિકારો, કામદારોમાં કંપનીની બેદરકારી છતી થઈ હતી. વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં શુક્રવારે સવારે 7 વાગ્યે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટના બાદ સતત 5 કલાકની મહેનત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી, કુલિંગ પ્રક્રિયા હાથ ધરી છે. પરંતુ, ફાયર દ્વારા કરેલા પાણી અને ફોમના મારા સાથે કલરયુક્ત પાણી કંપની પરિસર બહાર નીકળ...
વાપીની પેપરમિલમાં વીજ શૉક લાગવાથી કામદારનું કરુણ મોત, વિધવા માતાનો એક જ સહારો હતો મૃતક

વાપીની પેપરમિલમાં વીજ શૉક લાગવાથી કામદારનું કરુણ મોત, વિધવા માતાનો એક જ સહારો હતો મૃતક

Gujarat, National
વાપી GIDC માં આવેલ N R અગ્રવાલ પેપરમિલમાં મેઇન્ટેનન્સ વિભાગમાં મિકેનિલ હેલ્પર તરીકે કામ કરતા 22 વર્ષીય યુવકને વીજ શૉક લાગતા કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓએ કંપની સંચાલકો સામે કામદારોની સુરક્ષાને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતાં. વાપી GIDC માં આવેલ N R અગ્રવાલ નામની પેપરમિલમાં કામ કરતા 22 વર્ષીય દીપકુમાર ચીમનભાઈ પટેલને કંપનીમાં કામ કરતી વખતે અચાનક વીજ કરંટ લાગતા તેમને વાપીની ESIC હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક યુવક દીપકુમાર મૂળ વાપી નજીકના કોચરવા ગામનો રહીશ હતો. N R અગ્રવાલ પેપરમિલમાં તે મેઇન્ટેનન્સ વિભાગમાં મિકેનિકલ હેલ્પર તરીકે નોકરી કરતો હતો. પરિવારમાં પિતાના અવસાન બાદ તે તેની માતાનો એક જ સહારો હતો. પુત્રના અવસાનની ખબર મળતા માતા પર વ્રજઘાત થયો હતો. યુવ...
વાપી GIDC માં આવેલ સુપ્રીત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં લાગી આગ

વાપી GIDC માં આવેલ સુપ્રીત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં લાગી આગ

Gujarat, National
વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં શુક્રવારે સવારે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટના બાદ સતત 2 કલાકથી ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. મળતી વિગતો મુજબ આગ ની ઘટના માં જાનહાની ટળી છે. વાપી GIDC માં 3rd ફેઝ વિસ્તારમાં કાર્યરત સુપ્રીત ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ની સુપ્રીત કેમિકલ કંપનીમાં શુક્રવારે વહેલી સવારે 8 વાગ્યા પહેલા અચાનક આગની જ્વાળા દેખાતા કામદારોમાં અફરાતફરી મચી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર ને બોલાવવા જાણ કરવામાં આવી હતી. જો કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય અંદર જ્વલનશીલ પદાર્થ હોય આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગનો કોલ આવતા વાપી નોટિફાઇડ, વાપી નગરપાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે સતત બે...