દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા દેશી ડાંગરનું ધરું તૈયાર કરી ખેડૂતોને વિતરણ કરાયુ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસાને ધ્યાનમાં રાખી સરકારી ડેમોસ્ટ્રેશન ફાર્મ માં તૈયાર કરેલ ડાંગરનું ધરું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ દેશી બિયારણમાંથી તૈયાર કરેલ ડાંગર વધુ ઉત્પાદન સાથે સારી આવક અપાવે છે.
દાદરા નગર હવેલીમાં દર વર્ષે ચોમાસામાં ડાંગર ની ખેતી કરવામાં આવે છે. એ માટે ખેડૂતો બિયારણ કેન્દ્ર પરથી બિયારણ ખરીદી તેનું ધરું તૈયાર કરી તે બાદ વાવણી-રોપણી શરૂ કરે છે. હાલમાં પણ મોટાભાગના ખેડૂતોએ બિયારણની ખરીદી કરી ધરું તૈયાર કર્યા બાદ રોપણી ની શરૂઆત કરી દીધી છે. ત્યારે જે ખેડૂતો ને બિયારણની ઘટ પડી હોય તેવા ખેડૂતો ને દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ સરકારી ફાર્મમાં તૈયાર કરેલ ધરૂનું વિતરણ કરે છે.
ખેતી વિભાગના અધિકારી સુરેશભાઈ ભોયાએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં ખેડૂતો જે ધરું માટે બિયારણ નાખે છે તે વરસાદ ના પડતા અને વધારે પડતા વરસાદને કારણે ધરું ઉગ્યુંના હોય અને બિયાર...