Sunday, March 16News That Matters

Gujarat

દમણમાં મર્સીડીઝ કાર અને સ્પોર્ટ્સ બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, પોલીસે કાર ચાલકની ધરપકડ કરી

દમણમાં મર્સીડીઝ કાર અને સ્પોર્ટ્સ બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, પોલીસે કાર ચાલકની ધરપકડ કરી

Gujarat, National
મંગળવારે મોડી રાત્રે દમણના જામપોરથી રામસેતુ બીચ રોડ પર એક સ્પોર્ટ્સ બાઈક અને લકઝરીયસ મર્સીડીઝ કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, આ ગમખ્વાર અકસ્માત બાદ પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીના ચલાના બે મિત્રો બે બાઈક પર મોટી દમણના જમ્પોર તરફ જતા રામસેતુ બીચ રોડ પર પુરપાટ ઝડપે જતા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી એક મર્સીડીઝ કાર નંબર DD03-AC-0029 સાથે એક બાઈક ધડાકાભેર અથડાઈ હતી, ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ચલાના 22 વર્ષીય ધવલ અશોક પરમાર નામના યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, ઘટનાની જાણકારી દમણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને મૃતક યુવકના મૃતદેહનો કબ્જો લઈને મરવડ સરકારી હોસ્પિટલમાં PM માટે મોકલ્યો હતો. જયારે મર્સીડીઝના કાર ચાલક પ્રિન્સ કિ...
કાકડકોપર ગામના ભગતનું અપહરણ કરનારા 5 અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા, 10 કરોડની લાલચમાં કર્યું હતું અપહરણ 

કાકડકોપર ગામના ભગતનું અપહરણ કરનારા 5 અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા, 10 કરોડની લાલચમાં કર્યું હતું અપહરણ 

Gujarat, National
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામે 20મી સપ્ટેમ્બરે મંદિરમાં પૂજા પાઠ કરતા રિતેશ અંધેર ઉર્ફે ભગત નામના ઇસમનું અપહરણ કરનારા 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ગાડી બંગલો ધરાવતા ભગત પાસેથી 10 કરોડ રૂપિયા પડાવવાની લાલચમાં અપહરણ કરનારાઓને આખરે એક પણ રૂપિયો નહિ મળે તેવું લાગતા ભગત ને માર મારી નિર્જન સ્થળેથી હાઇવે પર છોડી નાસી ગયા હતા. જેનો ભેદ ઉકેલી પોલીસે પાંચેય અપહરણકારોની ધરપકડ કરી છે. જો કે પોલીસે એ સાથે દોઢેક વર્ષ અગાઉ રીતેશનું અપહરણ કરી રકમ પડાવવાનો ગુન્હો ઉકેલી નાખવામાં પણ સફળતા મેળવી છે. વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, રિતેશ અંધેર ઉર્ફે ભગત નું અપહરણ કરનારા 5 પૈકી એક યુવક રીતેશના જ ગામનો અને અન્ય 4 યુવકો સેલવાસના છે. આ યુવકોએ રિતેશ પાસે બે કાર બંગલો અને પૈસા હોવાથી 20મી સપ્ટેમ્બરે કપરાડાના કાકડકોપર ગામથી અપહરણ કર્યું હતું....
વાપીની જય કેમિકલ દ્વારા રોટરી હોસ્પિટલને X-RAY મશીનની ભેટ અપાઈ

વાપીની જય કેમિકલ દ્વારા રોટરી હોસ્પિટલને X-RAY મશીનની ભેટ અપાઈ

Gujarat, National
 વાપીમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત રોટરી એલ. જી. હરિયા હોસ્પિટલમાં વાપીની જાણીતી કંપની એવી જય કેમિકલ અને રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી ડિસ્ટ્રીકટના સહયોગમાં 10 લાખના X-RAY મશીનની ભેટ આપવામાં આવી છે. જેનાથી આવનારા દિવસોમાં દર્દીઓને X-RAY થકી થનારા નિદાનમાં વધુ સચોટ નિદાનની સુવિધા મળશે.  વાપીમાં આવેલ રોટરી એલ. જી. હરિયા હોસ્પિટલ ખાતે નવા એક્સરે મશીનની ભેટ આપવામાં આવી હતી. જેનો દાતાઓ, હોસ્પિટલના તબીબો અને રોટરી સભ્યો દ્વારા કંકુ તિલક કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલને X-Ray મશીન ભેટ આપવા અંગે જય કેમિકલના પ્રકાશ ભદ્રા એ જણાવ્યું હતું કે, તેઓ એક નાની કંપની ધરાવે છે. અને તેના થકી વિવિધ CSR એક્ટિવિટી હેઠળના પ્રોજેકટમાં સહકાર આપતા આવ્યા છે. ત્યારે રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા ડિજિટલ એક્સ-રે પ્રોજેકટ હાથ ધર્યો છે. જેઓને હોસ્પિટલમાં સારા એક્સ-રે મશીનની જરૂરિયાત અંગે હોસ્પિટલ તરફથી ટહેલ નાખતા...
વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોય ધારાસભ્ય પાટકરે વિકાસના કામોને લઈ વાપીમાં સમીક્ષા બેઠક યોજી

વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોય ધારાસભ્ય પાટકરે વિકાસના કામોને લઈ વાપીમાં સમીક્ષા બેઠક યોજી

Gujarat, National
વિધાનસભા ચૂંટણી 2022 ના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ચૂંટણી આચારસંહિતા લાગે તે પહેલાં વિકાસના કામોના ખાતમુહરત લોકાર્પણ કરી વિકાસના કામોને વેગ આપવા ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરે તેમના મત વિસ્તારમાં પેન્ડિંગ વિકાસના કામોને પુરા કરી શકાય તેવા આશયથી વાપી સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ચર્ચા કરી હતી. વાપીના નગરપાલિકાનો ડુંગરા વિસ્તાર, ચણોદ ગ્રામ પંચાયત અને નોટિફાઇડ વિસ્તાર ઉમરગામ મત વિસ્તારમાં આવે છે. હાલ આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી આચારસંહિતા લાગુ પડી શકે છે. જેને ધ્યાને રાખી આ વિસ્તારના ટલ્લે ચડેલા વિકાસના કામોની વહીવટી મંજૂરી મેળવવા તેમજ ગતિમાં રહેલા કામો કેટલા સમયમાં પુરા થશે તે અંગે ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે વાપીમાં સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. ...
બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વાપીમાં 2જી ઓક્ટોબરે બાઇક રેલીનુંં અને 8મી ઓક્ટોબરે શિવાની દીદીના પ્રવચનનું આયોજન

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વાપીમાં 2જી ઓક્ટોબરે બાઇક રેલીનુંં અને 8મી ઓક્ટોબરે શિવાની દીદીના પ્રવચનનું આયોજન

Gujarat, National
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની વાપી શાખા દ્વારા આગામી 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિને 75મી આઝાદી પર્વના અમૃત મહોત્સવ સંદર્ભે  75 બાઇક સવાર સાથે સડક સુરક્ષા અભિયાન યોજી લોકોને જાગૃત કરશે. જે બાદ 8મી ઓક્ટોબરે જાણીતા આંતરરાષ્ટ્રીય વક્તા શિવાની દીદીનું આધ્યાત્મિક પ્રવચનનો લોકોને લ્હાવો મળે તેવું આયોજન કર્યું છે. જે માટે વાપી શાખાના રશ્મિ દીદીએ પત્રકાર પરિષદ યોજી આ બંને મહત્વના કાર્યક્રમો અંગે વિગતો આપી હતી.   વાપી શાખા ખાતે કાર્યક્રમોની વિગતો આપતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના રશ્મિ દીદીએ જણાવ્યું હતું કે, તારીખ 2 ઓક્ટોબર ગાંધીજયંતી રવિવારના દિવસે 75માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થાની ટ્રાન્સપોર્ટિં વિંગ દ્વારા વાપીમાં એક સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત ભારત અભિયાન અંતર્ગત બાઇક રેલીનું આયોજન કર્યું છે. લોકોને સડક સુરક્ષ...
વાપીની જય કેમિકલ દ્વારા રોટરી હોસ્પિટલને X-RAY મશીનની ભેટ અપાઈ

વાપીની જય કેમિકલ દ્વારા રોટરી હોસ્પિટલને X-RAY મશીનની ભેટ અપાઈ

Gujarat, National
 વાપીમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત રોટરી એલ. જી. હરિયા હોસ્પિટલમાં વાપીની જાણીતી કંપની એવી જય કેમિકલ અને રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી ડિસ્ટ્રીકટના સહયોગમાં 10 લાખના X-RAY મશીનની ભેટ આપવામાં આવી છે. જેનાથી આવનારા દિવસોમાં દર્દીઓને X-RAY થકી થનારા નિદાનમાં વધુ સચોટ નિદાનની સુવિધા મળશે.  વાપીમાં આવેલ રોટરી એલ. જી. હરિયા હોસ્પિટલ ખાતે નવા એક્સરે મશીનની ભેટ આપવામાં આવી હતી. જેનો દાતાઓ, હોસ્પિટલના તબીબો અને રોટરી સભ્યો દ્વારા કંકુ તિલક કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલને X-Ray મશીન ભેટ આપવા અંગે જય કેમિકલના પ્રકાશ ભદ્રા એ જણાવ્યું હતું કે, તેઓ એક નાની કંપની ધરાવે છે. અને તેના થકી વિવિધ CSR એક્ટિવિટી હેઠળના પ્રોજેકટમાં સહકાર આપતા આવ્યા છે. ત્યારે રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા ડિજિટલ એક્સ-રે પ્રોજેકટ હાથ ધર્યો છે. જેઓને હોસ્પિટલમાં સારા એક્સ-રે મશીનની જરૂરિયાત અંગે હોસ્પિટલ તરફથી ટહેલ નાખતા...
નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં, હેરાનગતિ વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરો

નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં, હેરાનગતિ વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરો

Gujarat, National
માતાજીની આરાધના પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈને ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના બનાવો બનતા હોય છે, ત્યારે છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે ટ્વીટમાં લખ્યું છે કે, 'ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈ પણ પ્રકારની છેડતી વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવો. 181 મોબાઈલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.' આ સાથે જ ગુજરાત પોલીસે એક તસવીર પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, ગુજરાત પોલીસ હંમેશા છે મહિલાઓની પડખે, નવરાત્રીમાં ગરબા કરો નિશ્ચિત થઈને, કોઈ પણ છેડતી વિરુદ્ધ 181 અભય...
પ્રથમ નોરતે દુર્ગા પૂજા અંતર્ગત વાપીના હરિયા પાર્ક થી લવાછા શિવ મંદિર સુધી નીકળી કળશ યાત્રા

પ્રથમ નોરતે દુર્ગા પૂજા અંતર્ગત વાપીના હરિયા પાર્ક થી લવાછા શિવ મંદિર સુધી નીકળી કળશ યાત્રા

Gujarat, National
વાપીમાં છેલ્લા 10 વર્ષથી નવરાત્રી પર્વ દરમ્યાન નવ દુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પંડાલમાં દુર્ગા માતાની પ્રતિમાની સ્થાપના કરી 151 મહિલાઓની વિશાળ કળશ યાત્રાનું આયોજન કર્યું હતું.  કળશ યાત્રામાં જોડાયેલ મહિલાઓએ લવાછા ખાતે રામેશ્વર મહાદેવ ના સાનિધ્યમાંથી વહેતી દમણગંગા નદીનું જળ કળશમાં ભરી લાવી પંડાલમાં સ્થાપન કર્યું હતું. વાપીમાં સેવાકીય પ્રવુતિ ક્ષેત્રે અગ્રેસર રહેતા અનુગ્રહ સિંઘાણીયા દ્વારા આ વર્ષે પણ દુર્ગા પર્વનું આયોજન કર્યું છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, નવદુર્ગા સેવા ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી વાપીમાં નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની આરાધના માટે દુર્ગા મહોત્સવનું આયોજન કરે છે. આ મહોત્સવમાં દર વર્ષે 151 મહિલાઓ સાથેની કળશ યાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે પણ હરિયા પાર્કમાં ઉભા કરેલા દુર્ગા માતાના પંડાલથી લવાછા ...
વાપીમાં અંબા માતા મંદિર પરિસરમાં પ્રથમ નોરતે રાજ્યના નાણાપ્રધાન ના હસ્તે ફિઝિયોથેરેપી સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન

વાપીમાં અંબા માતા મંદિર પરિસરમાં પ્રથમ નોરતે રાજ્યના નાણાપ્રધાન ના હસ્તે ફિઝિયોથેરેપી સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન

Gujarat, National
વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ જાણીતા અંબા માતા મંદિર ખાતે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ફિઝિયોથેરેપી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાપીના ગુંજન વિસ્તારમાં 38 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબામાતા મંદીર પ્રાંગણમા શ્રી અંબેમા ફિઝીયોથેરાપી સેન્ટરનું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી (નાણાઊર્જા પેટ્રોકેમિકલ્સ) કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અને VIA પ્રમુખ કમલેશ પટેલની વિશેષ ઉપસ્થીતીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજ થી શક્તિ આરાધનાના પર્વ એવા નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાતના નવરાત્રી મહોત્સવને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકેની આગવી ઓળખ અપાવી છે. ત્યારે આજના પ્રથમ નોરતે અંબા માતા મંદિર ખાતે વિવિધ સંસ્થાના સહયોગમાં ...
વાપીના તબીબની પહેલ World Lung Day (વિશ્વ ફેફસા દિવસ) થી એક મહિનો ફેફસા અંગે સમાજમાં જાગૃતિ સંદેશ આપવા Lung Campaing ચલાવશે!

વાપીના તબીબની પહેલ World Lung Day (વિશ્વ ફેફસા દિવસ) થી એક મહિનો ફેફસા અંગે સમાજમાં જાગૃતિ સંદેશ આપવા Lung Campaing ચલાવશે!

Gujarat, National
25મી સપ્ટેમ્બરને વિશ્વભરમાં World Lung Day (વિશ્વ ફેફસા દિવસ) તરીકે મનાવવામાં આવે છે. હાલમાં કોરોના કાળ દરમ્યાન ફેફસાના રોગ કેટલા જીવલેણ સાબિત થઈ શકે છે. અને ફેફસા મનુષ્ય માટે કેટલું મહત્વનું અવયવ છે. તે અંગે લોકો જાગૃત થયા છે. ત્યારે ફેફસાને સ્વસ્થ રાખી દરેક મનુષ્ય જીવલેણ બીમારી સામે રક્ષણ મેળવી શકે તેવા શુભ ઉદેશયથી વાપીના જાણીતા ચેસ્ટ ફિઝિશયન ડૉ. ચિંતન પટેલે વિશ્વ ફેફસા દિવસની ઉજવણી સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે.  વાપીમાં આવેલ આશાધામ સ્કૂલના ઓડિટોરિયમ માં વાપીના જાણીતા ચેસ્ટ ફિઝિશયન ડૉ. ચિંતન પટેલે વર્લ્ડ લંગ ડે ની ઉજવણી સાથે ફેફસા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે વિશેષ ઝુંબેશની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ડૉ. ચિંતન પટેલે જણાવ્યું હતું કે વિશ્વભરમાં મનુષ્ય શ્વાસ સાથે આવે છે. અને શ્વાસ સાથે જાય છે. મનુષ્યને શુદ્ધ હવા મળવી આવશ્યક છે. તો, સાથે તેના ફેફસા ને તંદુરસ્ત રાખવા પણ એ...