Sunday, March 16News That Matters

Gujarat

વાપીમાં દશેરા નિમિતે રજવાડીના સીંગતેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબી લેવા લોકોની પડાપડી

વાપીમાં દશેરા નિમિતે રજવાડીના સીંગતેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબી લેવા લોકોની પડાપડી

Gujarat, National
સ્વાદના શોખીનો માટે દશેરાનું પર્વ એટલે ફાફડા જલેબીનું પર્વ...ગુજરાતી મેનુમાં ફાફડા જલેબીનું સ્થાન હરહમેશ અવિચળ રહ્યું છે. પરંતુ, દશેરાના દિવસે ફાફડા જલેબી આરોગવા માટે આખું ગુજરાત ફરસાણના સ્ટોલ પર ઉમટી પડે છે. ત્યારે વાપીમાં દશેરા નિમિતે રજવાડીના સીંગતેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબી ખરીદવા લોકો દશેરા પર્વની પૂર્વ રાત્રીએ જ  ઉમટી પડ્યાં હતા. વાપીમાં દશેરા પર્વ નિમિત્તે સ્વાદિષ્ટ ફાફડા જલેબી માટે જાણીતા રજવાડી ફાફડા જલેબી બનાવતા જીતુભાઈએ કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી 4 દિવસ માટે સીંગતેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબીનું વેંચાણ કરવા સ્ટોલ ઉભો કર્યો છે. જ્યાં વાપીવાસીઓ દશેરા પર્વની પૂર્વ રાત્રીએ જ ફાફડા જલેબી ની જયાફત માણવા પહોંચ્યા હતાં.વાપીવાસીઓએ સ્થળ પર જ ગરમાગરમ ફાફડા જલેબી આરોગ્યા હતાં. તેમજ વહેલી સવારે સહપરિવાર સાથે પણ ફાફડા જલેબી ખાઈ શકે તે માટે પાર્સલ પેકિંગ...
વાપીમાં શ્રીનાથ મિત્ર મંડળ આયોજિત નવરાત્રીમાં મહિલાઓ માથે ગરબો લઈ ગરબે રમી

વાપીમાં શ્રીનાથ મિત્ર મંડળ આયોજિત નવરાત્રીમાં મહિલાઓ માથે ગરબો લઈ ગરબે રમી

Gujarat, National
હાલ નવરાત્રીનું પર્વ તેની ચરમસીમાએ છે. દરેક પાર્ટી પ્લોટ અને શેરીઓ, સોસાયટીઓમાં ગરબાની રમઝટ બોલી રહી છે. ત્યારે વાપીમાં આવેલ શ્રીનાથ મિત્ર મંડળ દ્વારા પૌરાણિક સમયે અને હાલમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં જેમ માત્ર મહિલાઓ જ ગરબે ઘૂમે અને એ પણ દિવડા સાથેની ગરબો માથે લઈને તેવુ આયોજન કરી નવરાત્રી પર્વમાં જે વેસ્ટર્ન કલચરની બોલબાલા વધી છે. તેને ત્યજી પૌરાણિક પ્રથા મુજબ નવરાત્રીમાં માતાની આરાધના કરવાનો સંદેશ આપી રહ્યા છે.     વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ શ્રી નાથ મિત્ર મંડળ છેલ્લા 20 વરસથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. એક સાથે 4 સોસાયટીના રહીશો એકત્ર થઈ ગરબે રમતા હોય તેવી કદાચ આ એક સોસાયટી હશે. પારિવારિક ભાવનાનો સંદેશ આપતી સોસાયટીમાં પરંપરાગત નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં માં અંબાનો ચોક તૈયાર કરી તેમાં માથે પ્રગટતા દિવડા સાથેની ગરબી લઈ મહિલાઓ ગરબે રમે છે. આ ...
વાપીમાં થનગનાટ–2022 રોટરી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો થનગનાટ…., પરંપરાગત પહેરવેશમાં ગરબાની રમઝટ બોલાવે છે

વાપીમાં થનગનાટ–2022 રોટરી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો થનગનાટ…., પરંપરાગત પહેરવેશમાં ગરબાની રમઝટ બોલાવે છે

Gujarat, Most Popular, National
વાપીમાં સતત 2 વર્ષ પછી રોટરી થનગનાટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત સાતમાં દિવસે પણ ખેલૈયાઓના હૈયા હિલોળે ચઢ્યા હતા. રોફેલ કોલેજના ગ્રાઉન્ડ પર રમતા ખેલૈયાઓના ટ્રેડીશનલ અને રંગબેરંગી  પોશાક ને કારણે ઊભા થયેલા મેઘધનુષી અને ગતિશીલ દ્રશ્યએ લોકમેળાની યાદ અપાવી હતી. થનગનાટ – 2022 માં ગ્રાઉન્ડ પર 7 દિવસથી ભારે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. ગરબાપ્રેમી યુવાનો જ નહી આબાલવૃદ્ધ સૌ કોઈ અહી માં ની ભક્તિવંદના કરવા સાથે ગરબે રમી ગરબાનો આનંદ માણી રહ્યા છે. યુવા ખેલૈયાઓ સાથે સીનીયર સિટીઝનો પણ એટલાજ જોશથી રાસ-ગરબા રમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીના પ્રથમ દિવસે રોટેરિયન અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અંબા માં ની આરાધના કરવામાં આવી હતી. જે બાદ ક્રમશઃ વિવિધ મહાનુભવો જેવાકે વાપી નગરપાલિકા ના પ્રમુખ કાશ્મીરા શાહ,  GIDC વાપીના DM મારું સાહેબ, નોટીફાઈડ એરિયા ઓથોરીટીના CEO સગ...
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન, વિજયા દશમી સુધી દરરોજ મહાપૂજા-મહાપ્રસાદનું આયોજન

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન, વિજયા દશમી સુધી દરરોજ મહાપૂજા-મહાપ્રસાદનું આયોજન

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા વલસાડ જિલ્લામાં રોજગારી માટે સ્થાઇ થયેલો બંગાળી સમાજ વર્ષોથી સેલવાસમાં દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ભવ્ય આયોજન સાથે દુર્ગા મહોત્સવનો શુભારંભ કર્યો છે. 4 દિવસના આ સાર્વજનિક મહોત્સવ બાદ દુર્ગા માતાની પ્રતિમાનું દમણગંગા નદીમાં વિસર્જન કરશે. ગુજરાતની નવરાત્રી જેમ જગ વિખ્યાત છે, એ રીતે બંગાળની દુર્ગાપૂજા પણ જગ પ્રખ્યાત છે. યુનેસ્કો દ્વારા તેનો હેરિટેજ કલચર માં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે, બંગાળના આ મહાઉત્સવને જાળવવા અને બાળકોમાં સંસ્કૃતિનું સિંચન અકબંધ રાખવા દાદરા નગર હવેલીમાં વર્ષોથી રહેતા બંગાળી સમાજના લોકો દ્વારા છેલ્લા દસ વર્ષથી ભારે હર્ષોલ્લાસભેર દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વસેલા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા કમિટી સેલવાસના નેજા હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ...
ફટાકડા ભરેલ કન્ટેઇનરમાં આગ લાગી હોવાનું સમજી ગભરાયેલા લોકોએ બિયર સમજી હેન્ડ વૉશ-પરફ્યુમની લૂંટ ચલાવી

ફટાકડા ભરેલ કન્ટેઇનરમાં આગ લાગી હોવાનું સમજી ગભરાયેલા લોકોએ બિયર સમજી હેન્ડ વૉશ-પરફ્યુમની લૂંટ ચલાવી

Gujarat, National
ગત રાત્રે 10 વાગ્યા આસપાસ વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર હરિયાણા જતા એક કન્ટેઇનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ અન્ય વાહન ચાલકોએ કન્ટેઇનર ચાલકને કરતા કન્ટેઇનર ચાલકે કન્ટેઇનર હાઈવેની સાઈડ ઉપર બહાર નીકળી ગયો હતો. લોકોએ તાત્કાલિક પારડી ફાયર ફાઇટર અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.  કન્ટેનઇરમાંથી બ્લાસ્ટ થતા મુંબઇ અમદાવાદ હાઇવે સુરક્ષાના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો હતો. આગની વિકરાળ જ્વાળાઓ જોતા વાપીથી પણ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડે એકાદ કલાકની મહેનત બાદ બાદ ઉપર કાબુ મેળવ્યો હતો. બિયર સમજી બિયર કંપનીના હેન્ડ વોશ, પરફ્યુમ, સેનેટાઇઝરની લૂંટ ચલાવી....... જો કે આગની ઘટનામાં રાત્રી દરમ્યાન આગની જ્વાળા સાથે ફટા...
ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો! પોલીસની બલિઠા ટ્રાફિક ને લઈને મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી 

ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો! પોલીસની બલિઠા ટ્રાફિક ને લઈને મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી 

Gujarat, National
વાપી નજીક આવેલ મોરાઈ ફાટક રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટની કામગીરીમાં 6 મહિના સુધી બંધ કરી વાહનવ્યવહાર બલિઠા ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેનું સ્થળ નિરીક્ષણ કરવા રેલવે, જિલ્લા વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી. ત્યારે, ઉપસ્થિત ઉદ્યોગકારોએ ટ્રાફિકની સમસ્યાઓને લઈને ટાઉન PI બી. જે. સરવૈયા સામે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારતા PI સરવૈયાએ મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી આપી હતી. મોરાઈ ફાટક બંધ થવાથી દમણ તરફનો વાહનવ્યવહાર હાલ બલિઠા ફાટક તરફથી હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ માર્ગ સાંકડો હોય ટ્રાફિક જામની અને ઇમર્જન્સી આવગામનની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે, બુધવારે બલિઠા રેલવે ફાટક પર બ્રિજની કામગીરી અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ઉપસ્થિત મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આગેવાનોએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો. તેમજ ...
વાપી પાલિકાએ વેરો નહિ ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરી, 4 દુકાનોને સિલ કરતા ફફડાટ

વાપી પાલિકાએ વેરો નહિ ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરી, 4 દુકાનોને સિલ કરતા ફફડાટ

Gujarat, National
વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અને ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ નહિ ભરતા મિલકતધારકો સામે પાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત વાપીના બે કોમ્પલેક્ષની ચાર દુકાનોને સીલ કરી દેવામાં આવતા અન્ય બાકીદારોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.  વાપી નગરપાલિકા ના તમામ વોર્ડમાં રહેતા એવા મિલકત વરો નહીં ભરનારા બાકીદારોને વેરો ભરવા હાલમાં પાલિકા ના વેરા વસૂલી વિભાગ દ્વારા નોટીસો આપવામાં આવી રહેલ છે. જે અંતર્ગત વાપીમાં ને.હા.નં.48 પાસે આવેલ ભવ્ય આર્કેડ તથા યમુના કોમ્પ્લેક્ષ બિલ્ડિંગમાં ઘણા વર્ષોથી બાકી વેરો નહી ભરતા મિલકતધારકોને પણ નોટિસો પાઠવવામાં આવી હતી. જે આ  બિલ્ડિંગોના બાકીદારોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 132 ની પેટા કલમ  (3) હેઠળ 15 દિવસમાં બાકી લેણી રકમ ભરવા નોટીસ આપવામાં આવેલ હતી. જેમાંથી 4 બાકીદારોએ નોટીસની અવગણના કરી બા...
ગોપાલ ઇટાલિયાની પ્રેસ કોન્ફરન્સ નો વાપીના પત્રકારોએ બહિષ્કાર કર્યો, ઇટાલિયાએ વલસાડમાં ડોર ટૂ ડોર કેમ્પઈનનો પ્રારંભ કર્યો

ગોપાલ ઇટાલિયાની પ્રેસ કોન્ફરન્સ નો વાપીના પત્રકારોએ બહિષ્કાર કર્યો, ઇટાલિયાએ વલસાડમાં ડોર ટૂ ડોર કેમ્પઈનનો પ્રારંભ કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લા માં આમ આદમી પાર્ટી નાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વાપીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગોપાલ ઇટલીયા ના હસ્તે મોટી સ્થાનિક કાર્યકરો પાર્ટીમાં જોડાયા હતાં. જો કે દર વખતે તેના નિયત સમય કરતાં મોડા આવતા ઇટાલિયાની આદતને કારણે વાપીના સ્થાનિક પત્રકારોએ તેની પ્રેસ કોન્ફરસનો બહિષ્કાર કર્યો હતો. વાપીમાં ગોપાલ ઇટાલિયાએ હરેશભાઈ કરશનભાઈ પટેલ માજી તાલુકા પંચાયત સભ્ય, કુમાર ભાઈ ગોવન ભાઈ ગ્રામ.પંચાયત સભ્ય  કુંતા, મનુભાઈ શંકર ભાઈ હળપતિ કુંતા ગ્રામ પંચાયત સભ્ય, સરિતાબેન પરિતેશ ભાઈ પટેલ કોઉન્સીલર મહિલા અને બાલ વિકાસ કેન્દ્ર અને નાની તંબડી વાપીને આપ પાર્ટીમાં આવકાર આપી ખેસ પહેરાવ્યો હતો. ત્યાર બાદ ગોપાલ ઇટાલિયાએ વલસાડમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. વલસાડમાં શાપુર નગર વિસ્તારમાં મધ્યમ વર્ગ  લોકોના ઘરે જઈને લોકોને મળ્યા હતા.એમણે કેજરીવાલ ની મુખ્ય ગેરંટી 300 યુનિટ  મફત વીજળી, રોજગ...
વાપી નજીક મોરાઈ ફાટક બંધ થતાં બલિઠા ફાટકે ટ્રાફિક, ઇમર્જન્સી આવાગમનનો વિકરાળ પ્રશ્ન, અધિકારીઓની સ્થળ મુલાકાતમાં આગેવાનોએ રોષ ઠાલવ્યો

વાપી નજીક મોરાઈ ફાટક બંધ થતાં બલિઠા ફાટકે ટ્રાફિક, ઇમર્જન્સી આવાગમનનો વિકરાળ પ્રશ્ન, અધિકારીઓની સ્થળ મુલાકાતમાં આગેવાનોએ રોષ ઠાલવ્યો

Gujarat, Most Popular, National
વાપી નજીક આવેલ મોરાઈ ફાટક રેલવેની ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટની કામગીરીને લઈને 6 મહિના સુધી બંધ કરવામાં આવ્યું છે. જ્યાંનો વાહનવ્યવહાર બલિઠા ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે માર્ગ સાંકડો હોય ટ્રાફિક જામની અને ઇમર્જન્સી આવાગમનની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે, બુધવારે બલિઠા રેલવે ફાટક પર બ્રિજની કામગીરી અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં સ્થાનિક આગેવાનોએ તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિઓએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો. બલિઠા ફાટક પર બનનાર ઓવર બ્રિજનું કામ ટલ્લે ચડ્યું છે. જેને કારણે અહીં પહેલેથી ટ્રાફિક સમસ્યા છે. એવામાં મોરાઈ ફાટક બંધ થવાથી અહીં ફાટક પર જ્યારે જ્યારે ટ્રેનના આવાગમન સમયે ફાટક બંધ કરવામાં આવશે ત્યારે વાહનોની લાંબી કતારો હાઇવે પર લાગશે અને હાઇવે પર ટ્રાફિક જામ થશે. એ ઉપરાંત ઇમર્જન્સી સમયે ફાટક અવરોધ રૂપ બનશે. જો કોઈ કંપનીમાં ...
પારડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને GRD જવાનને 6 હજારની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યા

પારડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને GRD જવાનને 6 હજારની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યા

Gujarat, National
વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં જમા મોટરસાયકલ છોડાવવા કોર્ટે માંગેલ પોલીસ અભિપ્રાય લખી આપવા પેટે 6 હજારની લાંચની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ અને GRD જવાનને ACB એ લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા છે.   પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગૌરવ રમેશ ડાભી અને GRD જવાન તરીકે ફરજ બજાવતા પ્રદિપ ગમન પટેલને મોટરસાયકલ છોડાવવા કોર્ટે માંગેલ પોલીસ અભિપ્રાય લખી આપવા બાબતે ફરિયાદી પાસેથી 6 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી પાડી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. પારડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીના મિત્રની મોટરસાયકલ ગુનાના કામે પારડી પો.સ્ટે.માં જમા હતી. જે છોડવા બાબતે નામદાર કોર્ટે પોલીસ અભિપ્રાય માંગ્યો હતો, સદર કામે અભિપ્રાય આપવા બાબતે પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગૌરવ રમેશ ડાભી અને GRD જવાન તરીકે ફરજ બજાવતા પ્રદિપ ગ...