
વાપીમાં દિવાળી બાદ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ તેજ ગતિએ આગળ વધશે….! ઉદ્યોગો માટે 2 વર્ષ બાદ દિવાળીનું પર્વ અનેક ખુશીઓ લઈ ને આવ્યું……!
ઉદ્યોગ સંચાલકોનું અને GIDC, GPCB અધિકારીઓનું માનીએ તો આ દિવાળી બાદ પણ વલસાડ જિલ્લાના વાપી, સરીગામ, ઉમરગામ, ગુંદલાવ સહિતની GIDC માં ઔદ્યોગિક તેજી જોવા મળશે. જેમાં વાપીની વાત કરીએ તો દિવાળી બાદ વાપીમાં આકાર લેનારા 5000 કરોડના ઇન્ડસ્ટ્રીયલ હબની ગતિવિધિ આગળ વધશે.
દમણગંગા નદી કિનારે 212 એકર જેટલી જમીનમાં બનનાર આ ઇન્ડસ્ટ્રીયલ હબ માં પેપર, ફાર્મા, એન્જીનીયરીંગ જેવા અનેક યુનિટ ઉભા કરવામાં આવશે. અને મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળશે. એ સાથે વાપી GIDC ના તમામ ફેઝ માં અંદાજિત 110 જેટલા ઉદ્યોગો તેમના એકમોનું એક્સપાંશન કરવાની તૈયારી કરી રહ્યા છે.
તો, સરકાર પણ લોકોને સુવિધાઓ આપવા ચણોદથી વલવાડા તરફનો દમણગંગા નદી પર અદ્યતન બ્રિજ બનાવી ટ્રાફિકનું ભારણ હળવું કરશે. ઉદ્યોગોમાં કામ કરતા કામદારો અને ઉદ્યોગપતિઓ ના બાળકો માટે વાપી વિસ્તારમાં અદ્યતન મેડિકલ કોલેજ, સાયન્સ કોલેજ, આરોગ્ય ...