ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડર પર ખાનગી શાળા ના વિદ્યાર્થીઓને સંજાણ લાવતા ઇકો-રીક્ષા ચાલકો કરી રહ્યા છે RTO ના નિયમની ઐસી તૈસી
ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ વલસાડ જિલ્લાના મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા – લાવવા માટે ખાનગી માલિકીની ઓટો રીક્ષા અથવા વાન ભાડેથી મેળવતા હોય છે. જેમાં બાળકોની સુરક્ષા અને સલામતી રહે તે માટે વલસાડ જિલ્લા RTO કચેરી દ્વારા મોટર વ્હીકલ એક્ટ- 1988 મુજબ કાયદાનો અમલ કરવા તાકીદ કરી છે. જો કે, આ નિયમોનું સંજાણ આસપાસની સ્કૂલ વર્ધિ વાળા છડે ચોક ઉલ્લંઘન કરતા કેમેરામાં કેદ થયા છે.મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ સ્કુલનાં બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાહનો હંમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ એટલે કે પીળી નંબર પ્લેટવાળા હોવા જરૂરી છે. સ્કુલ વર્ધીનું વાહન અને તેમાં લઈ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી, ફીટનેશ હોવું જોઈએ. વાહનનાં ચાલક અધિકૃત ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોય તે પણ મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ જરૂરી છે. દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચૂક રાખવી જોઈએ. દરે...