Friday, January 31News That Matters

વાપીના સમાજ સેવક ભીમરાવ કટકે પંચમહાભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત

વાપીના ચણોદ સ્થિત અમરનગરમાં રહેતા અને સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા ભીમરાવ કટકેનું સોમવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. જેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં અભૂતપૂર્વ મેદની જોડાઈ જતી. અંતિમયાત્રા દમણગંગા મુક્તિધામ ખાતે આવી હતી. જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો.  

સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા ભીમરાવ કટકે સોમવારે મોપેડ લઇને GIDC ચાર રસ્તા તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમની મોપેડ સ્લીપ થતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવતા ટેમ્પોએ તેમને ટક્કર મારી દીધી હતી. જેમાં તેમનું નિધન થયું હતું.

આંબેડકરવાદી વિચારધારા અને ગરીબ, શોષિતની મદદ કરવા માટે હમેંશા તત્પર રહેતા 50 વર્ષીય ભીમરાવ કટકેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. વાપીના ચણોદ સ્થિત નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા વાપીના દમણગંગા મુક્તિધામ ખાતે પહોંચી હતી.

જ્યાં લોકોએ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતાં. જે બાદ અગ્નિસંસ્કાર કરાયો હતો. આ પ્રસંગે તેમના પરિવારજનો અને સબંધીઓના વિલાપથી ગમગીની પ્રસરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોએ સ્વર્ગીય ભીમરાવ કટકેને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પિ હતી. મુક્તિધામ ખાતે તમામ સમાજના આગેવાનો, સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *