Friday, January 31News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

વાપીમાં ખાટું શ્યામ બાબાની સિગડી યાત્રા, ભજન સંધ્યા, મહાપ્રસાદના આયોજન સાથે 19માં વાર્ષિક મહોત્સવની ઉજવણી

વાપીમાં ખાટું શ્યામ બાબાની સિગડી યાત્રા, ભજન સંધ્યા, મહાપ્રસાદના આયોજન સાથે 19માં વાર્ષિક મહોત્સવની ઉજવણી

Gujarat, National
રાજસ્થાનના ખાટું ધામ ખાતે બિરાજમાન આસ્થાના પ્રતીક સમા ખાટું શ્યામ બાબાની નિશાન યાત્રા અને સિંગડી યાત્રાનું દર વર્ષે ભક્તો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વાપીમાં શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ દ્વારા 28 અને 29 ડિસેમ્બરે 19 મી નિશાન અને સિંગડી યાત્રા સાથે ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે સંસ્થાના પાલીરામ સૈની એ વિગતો આપી હતી. દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ રવિવારે યોજાતા આ કાર્યક્રમ અંગે શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ દ્વારા વિગતો આપવામાં હતી. જેમાં શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ વાપી દમણ સેલવાસના અધ્યક્ષ પાલીરામ સૈની એ વિગતો આપી હતી કે, 28 અને 29 ડિસેમ્બરે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજસ્થાનના સુરજગઢના ખાટું ધામ ખાતે 4 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો ખાટું શ્યામ બાબાના દર્શને આવે છે. આ મહોત્સવમાં બાબા ની જ્યોતનો અને નિશાનન...
વાપી નજીક રાતા-સલવાવ રોડ પર આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં The Future of New Generation થીમ હેઠળ 13th Annual Day Celebrationની ઉજવણી કરવામાં આવી

વાપી નજીક રાતા-સલવાવ રોડ પર આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં The Future of New Generation થીમ હેઠળ 13th Annual Day Celebrationની ઉજવણી કરવામાં આવી

Gujarat, National
વાપી નજીક રાતા-સલવાવ રોડ પર આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં The Future of New Generation થીમ હેઠળ 13th Annual Day Celebrationની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓએ સતયુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કળિયુગની ઉત્પત્તિ અને એ યુગમાં અવતાર લેનાર ભોળાનાથ, શ્રીરામ, હનુમાન, શ્રીકૃષ્ણના નૃત્ય નાટકો પ્રસ્તુત કર્યા હતાં. તેમજ આજના વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અંગેનો ચિતાર પ્રસ્તુત કર્યો હતો. સમર્પણ જ્ઞાન સ્કૂલના આ 13માં વાર્ષિકોત્સવ દરમ્યાન શાળાના પ્રિન્સિપાલ પાર્વતી પીથાની દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમંત્રિત મહાનુભાવો સમક્ષ વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. શાળાના ટ્રસ્ટી એવા મુકેશ પટેલે આમંત્રિત મહેમાનો નું સ્વાગત કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, શાળા સ્ટાફની શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવી હતી. 13માં એન્યુઅલ ડે સેલિબ્રેશન માં PF કચેરીના ઓફિસર, લાયન્સ કલબના સભ્ય...
વાપીમાં ફરી હવા પ્રદુષણ નિયંત્રણ બહાર? ડિસેમ્બર 24 અને 25મીના દિવસે AQI પહોંચ્યો 200 ઉપર…!

વાપીમાં ફરી હવા પ્રદુષણ નિયંત્રણ બહાર? ડિસેમ્બર 24 અને 25મીના દિવસે AQI પહોંચ્યો 200 ઉપર…!

Gujarat, National
વાપી :-  સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના હવા પ્રદુષણ અંગે રોજેરોજના આવતા આંકડા મુજબ વાપીમાં 24મી ડિસેમ્બરે AQI (Air Quality Index) 207 રહ્યો હતો. જે બાદ બાદ 25મી ડિસેમ્બર 2024ના AQI 222 રહ્યો છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં વાપીમાં AQI ની બાબતમાં હંમેશા આ પ્રકારનો ઉંચો તફાવત રહેતો આવ્યો છે. જે ગંભીર બાબત છે. વાપીમાં આમ તો હંમેશા GPCB, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, VGEL આ બાબતની ખાસ કાળજી રાખતું આવ્યું છે. ડિસેમ્બર પહેલાના તમામ મહિનાઓમાં AQI 100થી પણ નીચે લાવવામાં સફળતા મેળવી છે. હાલમાં પણ છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં અનેકગણો પલટો આવ્યો છે. શિયાળાની ઋતુ હોય ધુમ્મસ નું પ્રમાણ સતત વધારે રહ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવાની ગુણવત્તામાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા દેશના 100થી વધુ શહેરોમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા ખાસ મોનીટરીંગ સિસ...
વલસાડ જિલ્લાની સબ જેલ માટે જે 25 એકર જમીનની જરૂર છે. તે ભિલાડ ચેકપોસ્ટ નજીક બંધ પડેલ દમણગંગા સુગર ફેક્ટરીની જગ્યામાંથી મળી શકે છે

વલસાડ જિલ્લાની સબ જેલ માટે જે 25 એકર જમીનની જરૂર છે. તે ભિલાડ ચેકપોસ્ટ નજીક બંધ પડેલ દમણગંગા સુગર ફેક્ટરીની જગ્યામાંથી મળી શકે છે

Gujarat, National
વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે 1990માં શ્રી દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ની સ્થાપના કરવામાં આવી હતી. જે માટે ભિલાડ ચેકપોસ્ટ નજીક મુંબઈ થી સુરત લેન તરફ અંદાજીત 130 એકર જગ્યા ફાળવાઈ હતી. અને મશીનરી સહિતનો શેડ ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ તે બાદ આ સુગર ફેક્ટરી ક્યારેય કાર્યરત થઈ નથી. 35 વર્ષથી બંધ આ ફેકટરીનું સ્થળ વલસાડની સબ જેલ માટે આદર્શ સ્થળ છે. જો પોલીસ આ દિશામાં પ્રયાસ કરે તો તેમને જેલ માટે જે 25 એકર જમીનની જરૂર છે. તે આ સુગર ફેક્ટરની જગ્યામાંથી મળી શકે છે.  વલસાડ જિલ્લામાં પોતાની સબ જેલ નથી. જે માટે છેલ્લા ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા જેલ માટે અંદાજીત 25 એકરની જમીનનો ખપ છે. જેનો મેળ પડતો ના હોય જિલ્લા જેલની સગવડ ખોરંભે પડી છે. હાલમાં વલસાડમાં સબ જેલની માંગ તીવ્ર બની છે. સબ જેલ માટે વલસાડ શહેર અને તાલુકામાં જમીન માટે...
શું Vadodara Mumbai ExpressWay બન્યા બાદ તેનો લાભ લેવામાં દમણના ઉદ્યોગો માટે વાપી Buffer Zone બનશે? 

શું Vadodara Mumbai ExpressWay બન્યા બાદ તેનો લાભ લેવામાં દમણના ઉદ્યોગો માટે વાપી Buffer Zone બનશે? 

Gujarat, National
Delhi-Mumbai Industrial Corridorની  કરોડરજ્જુ બનનાર Vadodara Mumbai ExpressWay ના Talasari To Karvad Section માં આવતા High Tension Tower અને જમીન સંપાદન સહિતની કામગીરી આ પ્રોજેકટને વિલંબમાં લાવી રહી છે? ત્યારે, દમણના કેટલાક ઉદ્યોગકારના મતમતાંતર મુજબ આ Vadodara Mumbai ExpressWay નો લાભ લેવામાં તેમના માટે વાપી થી નારોલી ટોલ પ્લાઝા સુધી પહોંચવામાં વાપી ભારે પડકારજનક બનશે. એક તરફ હાલ માં જ પેકેજ નંબર 10 નું કામ ખોરંભે ચઢતાં વાપી, દાદરા નગર હવેલીના ઔધોગિક ટ્રાફિકનું ભારણ નેશનલ હાઈવે નંબર 48 પર વધી રહ્યું છે. જેને કારણે વાપી અને ભિલાડ માં ટ્રાફિક જામની સમસ્યાનો સામનો અન્ય સ્થાનિક લોકો/ ઉધોગોએ કરવો પડે છે. જેમાં વળી પાછી પોલીસની કામગીરી વધી રહી છે. ત્યારે, જાણકારોનું માનવું છે કે, ઝડપી વાહન વ્યવહાર, ઔદ્યોગિક ઉત્પાદનો, ઘરેલુ ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રીને વહેલામાં વહેલી તકે તેના નિયત સ્થળે પહોંચાડ...
Delhi-Mumbai Industrial Corridor હેઠળ આવતા ExpressWayમાં Talasari To Karvad Section માં કામગીરી હજુ માત્ર 30 ટકા જ…!

Delhi-Mumbai Industrial Corridor હેઠળ આવતા ExpressWayમાં Talasari To Karvad Section માં કામગીરી હજુ માત્ર 30 ટકા જ…!

Gujarat, National
  વાપી :- વલસાડ જિલ્લામાંથી પસાર થઈ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી મહારાષ્ટ્રના મુંબઈ સુધી જતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર અંતર્ગત પેકેજ 10 માં આવતા કરવડ થી તલાસરી સુધીના માર્ગ નિર્માણની કામગીરી ત્રણ વર્ષ બાદ પણ માંડ 30 ટકા આસપાસ પહોંચી છે. ત્યારે આવો જાણીએ ભારત સરકારનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ કેવો છે. અને કેમ વિલંબિત થઈ રહ્યો છે. National Highways Authority of India (NHAI) દ્વારા ભારત માલા પરિયોજના હેઠળ 1386 કિલોમીટર લાંબા અને 1 લાખ કરોડના ખર્ચે દિલ્હી થી મુંબઈ વચ્ચે ઝડપી વાહનવ્યવહાર માટે 8 લેનના એક્સપ્રેસ વે બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ હાઇવે દિલ્હીથી શરૂ થયા બાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના મુંબઈ જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે 24 કલાકના સમયને ઘટાડી 12 કલાકમાં પહોંચાડશે. આ પ્રોજેકટ હેઠળ હાલ આખા રૂટ પ...
વલસાડ પોલીસે 15 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલો 9,93,59,586 રૂપિયાની કિંમતના દારૂ-બિયર પર ફેરવ્યા રોડ રોલર-JCB, ભિલાડ ચેકપોસ્ટ દારૂની તીવ્ર વાસથી ગંધાઈ

વલસાડ પોલીસે 15 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલો 9,93,59,586 રૂપિયાની કિંમતના દારૂ-બિયર પર ફેરવ્યા રોડ રોલર-JCB, ભિલાડ ચેકપોસ્ટ દારૂની તીવ્ર વાસથી ગંધાઈ

Gujarat, National
વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર સોમવારે દારૂ બિયરની 7,19,798 બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોલર-JCB ફેરવી કુલ 9,93,59,586 રૂપિયાના જથ્થાનો નાશ કર્યો હતો. જિલ્લાના 15 પોલીસ મથકમાં જપ્ત કરેલા કરોડોના દારૂના નાશથી ચેકપોસ્ટ પર આલ્કોહોલની તીવ્ર વાસ સાથે આ પ્રવાહીની નદી વહી હતી. વલસાડ જિલ્લો લિકર ફ્રી સ્ટેટ ગણાતા મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને જોડતો ગુજરાતનો સરહદી જિલ્લો છે. આ વિસ્તારમાં મોટેપાયે દારૂની હેરાફેરી થાય છે. જેના પર વલસાડ જિલ્લા પોલીસ અનેકવાર તવાઈ બોલાવી મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરે છે. આવી જ પ્રોહીબિશન હેઠળની કાર્યવાહી દરમ્યાન વલસાડ જિલ્લાના પારડી, વાપી ટાઉન, વાપી GIDC, ડુંગરા, ઉમરગામ, ભિલાડ, મરીન, વાપી રેલવે, ધરમપુર, કપરાડા, નાના પોન્ઢા, વલસાડ સીટી, વલસાડ રૂરલ, ડુંગરી અને વલસાડ રેલવે પોલીસ મથક દ્વારા જપ્ત કરેલા કુલ 7,19,798 બોટલ...
London-Kenya માં કાર્યરત અને હવે, ભુજમાં નિર્માણ થનાર Shishukunj International શાળાના ભંડોળ માટે 36 રિક્ષામાં નીકળેલા 108 NRIએ વાપી મુક્તિધામની મુલાકાત લીધી

London-Kenya માં કાર્યરત અને હવે, ભુજમાં નિર્માણ થનાર Shishukunj International શાળાના ભંડોળ માટે 36 રિક્ષામાં નીકળેલા 108 NRIએ વાપી મુક્તિધામની મુલાકાત લીધી

Gujarat, National
London-Kenyaમાં ભારતીય સંસ્કૃતિના સિંચન સાથે કાર્યરત Shishukunj સંસ્થાએ અઢી લાખ પાઉન્ડના ખર્ચે ભુજમાં International School સ્થાપવાનું ઉદ્દેશ્ય સેવ્યું છે. જેનું ભંડોળ એકઠું કરવા સંસ્થાના 108 સભ્યો 36 Tuk-Tuk (ઑટોરિક્ષા)માં 13 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમ્યાન Rameshwaram to Bhujની 3000 kilomiterની યાત્રાએ નીકળ્યા છે. આ પ્રવાસ રૂટમાં વાપી આવતું હોય તમામે વાપીમાં આવેલ મુક્તિધામ (સ્મશાન)ની મુલાકાત લીધી હતી. તમામે મુક્તિધામની સુંદર કામગીરી નિહાળી હતી. આ અંગે વાપી મુક્તિધામના ટ્રસ્ટી તુષાર હરિયાએ જણાવ્યું હતું કે તેઓ પોતે Africa Born છે. અને UK મા અભ્યાસ કર્યો છે. જ્યાં લંડનમાં ભારતીય સંસ્કૃતિનું જતન કરતી Shishukunj સંસ્થા વર્ષોથી કાર્યરત છે. આ સંસ્થા ભુજમાં પણ International School બનાવવા માંગે છે. જેમના Fund Rising માટે નીકળેલા સ્વયં સેવકોમાં તેમના મિત્રો પણ હોય, વાપીમાં તેઓને આવકાર આપ્યો હત...
વલસાડ LCB એ વલસાડ, અમદાવાદ, ભાવનગર તથા વડોદરા જીલ્લાઓમાથી ત્રણ દિવસમા 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા

વલસાડ LCB એ વલસાડ, અમદાવાદ, ભાવનગર તથા વડોદરા જીલ્લાઓમાથી ત્રણ દિવસમા 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા

Gujarat, National
વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ દારૂ ના ગુન્હામાં નાસતા ફરતા, પેરોલ/ફર્લો જમ્પ, વચગાળાના જામીન ઉપરથી ફરાર 5 આરોપીઓને વલસાડ LCB PI ના નેતૃત્વમાં ઝડપી લેવામાં આવ્યાં છે. માત્ર ત્રણ જ દિવસમા દબોચી લેવાયેલ આ આરોપીઓ અનુક્રમે  વલસાડ, અમદાવાદ, ભાવનગર તથા વડોદરા જીલ્લાનુ સરનામુ ધરાવતા નાસતા ફરતા આરોપીઓ છે. 1, વિજયભાઇ ડાહયાભાઈ કલસરીયા ઉ.વ.36 (સાત વર્ષથી વોન્ટેડ આરોપી) રહે. હાલ. બાબરીયાધાર તા. રાજુલા જી. અમરેલી તથા એ-36, બ્લોક નં.192 રાધેક્રિષ્ના સોસાયટી, માંકણા, કામરેજ તા.જી.સુરત તથા અધેવાડા ટોપ-03 સર્કલ સીનેમા નજીક તા.જી.ભાવનગર  2, નિલેશ ઉર્ફે મોનુ સત્યપ્રકાશ ઉપાધ્યાય ઉ.વ.30 (ચાર વર્ષથી વોન્ટેડ આરોપી) રહે. સુરત સચીન GIDC નાકા તા.ચૌર્યાસી જી.સુરત તથા નેશનલ હાઈવે-48 તરસાલી જાંબુઆ રોડ જાંબુઆ ચોકડી પહેલા હાઈવે ઉપર આવેલ ઢાબા ઉપર તા.જી. વડોદરા મુળ રહે. રામપુર બેલા પોસ્ટ-બેલા જી. પ્રતા...
ટુકવાડા સ્થિત Podar International સ્કૂલમાં Return of Vikram and Betal થીમ સાથે 9મો Annual Day ઉજવાયો

ટુકવાડા સ્થિત Podar International સ્કૂલમાં Return of Vikram and Betal થીમ સાથે 9મો Annual Day ઉજવાયો

Gujarat, National
વાપી નજીક ટુકવાડા ગામમાં આવેલ Podar international School ખાતે શનિવારે શાળાનો 9મો Annual Day ઉજવાયો હતો. Return of Vikram and Betal થીમ પર આયોજિત આ એન્યુઅલ ડેમાં દમણ-દિવના સાંસદ ઉમેશ પટેલ, વિવિધ સંસ્થાના આગેવાનો, અન્ય શાળાના પ્રિન્સિપાલ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓ સમક્ષ શાળાના 700થી વધુ વિદ્યાર્થીઓએ ગીત-સંગીતના તાલે પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. આ એન્યુઅલ ડે અંગે શાળાના પ્રિન્સિપાલ અનુપમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શાળાનો આ 9મો એન્યુઅલ ડે હતો. જેમાં શાળાના તમામ 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળામાં નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના અભ્યાસક્રમ ચાલે છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ રસ લે તેવા પ્રયાસ કરાય છે. આ વર્ષે જે થીમ પસંદ કરવામાં આવી હતી. તે આપણી પ્રાચીન કથા વિક્રમ વૈતાલ પર હતી. જેને આજના મોર્ડન ટચ સાથે Return of Vikram and Betal ન...